T20 World Cup 2024: જય શાહે ડ્રેસિંગ રુમમાં સૂર્યકુમાર યાદવને સ્પેશિયલ એવોર્ડ આપી લગાવ્યો ગળે, જુઓ

|

Jun 30, 2024 | 3:57 PM

સૂર્યકુમાર યાદવે ડેવિડ મિલરનો જબરદસ્ત કેચ બાઉન્ડરી પર ઝડપ્યો હતો. તેણે ઝડપેલા આ આશ્ચર્યજનક કેચને લઈ સૌ કોઈ દંગ રહી ગયું હતુ અને સાથે જ ટ્રોફી ભારતીય ટીમના હાથમાં આવી ગઈ હોવાનો ભરોસો પણ આ પળે સર્જાઈ ગયો હતો.

T20 World Cup 2024: જય શાહે ડ્રેસિંગ રુમમાં સૂર્યકુમાર યાદવને સ્પેશિયલ એવોર્ડ આપી લગાવ્યો ગળે, જુઓ
એવોર્ડ આપી લગાવ્યો ગળે

Follow us on

T20 વિશ્વકપ ફાઈનલ મેચમાં સૂર્યકુમાર યાદવે ડેવિડ મિલરનો જબરદસ્ત કેચ બાઉન્ડરી પર ઝડપ્યો હતો. તેણે ઝડપેલા આ આશ્ચર્યજનક કેચને લઈ સૌ કોઈ દંગ રહી ગયું હતુ અને સાથે જ ટ્રોફી ભારતીય ટીમના હાથમાં આવી ગઈ હોવાનો ભરોસો પણ આ પળે સર્જાઈ ગયો હતો.

સૂર્યાના આ જાદુઈ કેચને લઈ BCCI ના સેક્રેટરી જય શાહે સન્માન કર્યું હતું. જય શાહે ફાઈનલ મેચમાં સૂર્યાની ફિલ્ડીંગથી પ્રભાવિત થયા હતા અને તેને વિશેષ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યો હતો.  સૂર્યાએ ઝડપેલો આ કેચ નહીં પરંતુ ટ્રોફી પકડી લીધી હોવાનું કહીને તેના કેચના વખાણ કરવામાં આવી રહ્યા છે.

મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો

ડ્રેસિંગ રુમમાં પહોંચ્યા જય શાહ

વર્ષ 2023માં ભારતમાં વનડે વિશ્વકપ રમાયો હતો. જે દરમિયાન ટીમ ઈન્ડિયામાં એક નવો જ રિવાજ શરુ કરવામાં આવ્યો હતો. જ્યારે દરેક મેચ બાદ શ્રેષ્ઠ ફિલ્ડરનો એવોર્ડ આપવામાં આવતો હતો. ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડીંગ કોચ ટી દિલીપએ ભારતીય ટીમના ફિલ્ડીંગ સ્ટાન્ડર્ડને ઉંચું કરવા માટે આ પ્રથા શરુ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે સિલસિલો T20 વિશ્વકપ 2024માં પણ જારી રહ્યો હતો.

આ વખતે જોતે સ્પેશિયલ એવોર્ડ આપવા માટે ખાસ મહેમાન ડ્રેસિંગ રુમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રુમમાં પહોંચ્યા હતા. સૂર્યકુમાર યાદવએ ડેવિડ મિલરનો આશ્ચર્યજનક કેચ ઝડપ્યો હતો અને જેના બદલ જય શાહે તેને ખાસ સન્માનિત કર્યો હતો.

અંતિમ ઓવરમાં ઝડપ્યો હતો કેચ

ફાઈનલ મેચમાં અંતિમ ઓવર હાર્દિક પંડ્યા લઈને આવ્યો હતો. સામે ડેવિડ મિલર હતો અને તેના માટે હાર્દિક પંડ્યાએ ફૂલટોસ બોલ નાંખતા તેના પર મિલરે વિશાળ શોટ જમાવ્યો હતો. જે શોટ પર બોલ બાઉન્ડરી બહાર થવાનું એક સમયે લાગી રહ્યું હતુ, પરંતુ સૂર્યકુમાર યાદવે બોલને ગજબ અંદાજથી ઝડપી લીધો હતો. બાઉન્ડરી પર બોલ પકડીને હવામાં ઉછાળી લાઈન ક્રોસ કરી ફરી અંદર આવીને બોલ ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: T20 World Cup 2024: વિશ્વ ચેમ્પિયન થતા જ ટીમ ઈન્ડિયા માલામાલ, જાણો કેટલા રુપિયા મળ્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 3:40 pm, Sun, 30 June 24

Next Article