T20 World Cup 2024: સૂર્યાએ મિલરની વિકેટને લઈ કહ્યું-કેચ નહીં ટ્રોફી બાઉન્ડરીની બહાર જઈ રહી હતી

સૂર્યકુમાર યાદવનું બેટ ભલે T20 વિશ્વકપ ફાઈનલ મેચમાં કમાલ ના દેખાડી શક્યું હોય. પરંતુ સૂર્યાની ફિલ્ડીંગે કમાલ કરી દીધો હતો. તેનો કેચ મહત્વનો હતો. સૂર્યા હવે પોતાના શરીર પર T20 વિશ્વકપને લઈ એક ખાસ નિર્ણય કર્યો છે. તે પોતાના શરીર પર ટ્રોફી અને ડેટનું ટેટૂ કરાવશે.

T20 World Cup 2024: સૂર્યાએ મિલરની વિકેટને લઈ કહ્યું-કેચ નહીં ટ્રોફી બાઉન્ડરીની બહાર જઈ રહી હતી
સૂર્યાએ આપી પ્રતિક્રિયા
Follow Us:
| Updated on: Jun 30, 2024 | 2:30 PM

ભારતીય ટીમના સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવે કરેલા એક કેચની પળ દરેક ભારતીયની નજરમાં કાયમ માટે કેદ થઈ ગઈ છે. સૂર્યકુમાર યાદવનું બેટ ભલે દક્ષિણ આફ્રિકા સામેની T20 વિશ્વકપ ફાઈનલ મેચમાં કમાલ ના દેખાડી શક્યું હોય. પરંતુ સૂર્યાની ફિલ્ડીંગે કમાલ કરી દીધો હતો. તેણે બાઉન્ડરી પર કરેલા કેચને માત્ર બોલ નહીં હાથમાં ટ્રોફી પકડી લીધી હોવાનું ચાહકો સોશિયલ મીડિયા પર કહેવા લાગ્યા છે.

આ દરમિયાન મેચ બાદ સૂર્યાકુમાર યાદવે બાઉન્ડરી પરથી ઝડપેલા કેચને લઈ પ્રતિક્રિયા આપી છે. સૂર્યાના આ કેચને લઈ PM મોદીએ પણ કેપ્ટન રોહિત શર્માને જીતના અભિનંદન આપતા ફોનમાં યાદ કર્યો હતો. સૂર્યાના યોગદાનની વડાપ્રધાને પણ સરાહના કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-07-2024
બાળકને સક્ષમ બનાવવા માટે જયા કિશોરીની દરેક માં-બાપ માટે મહત્વની સલાહ
ભારતમાં 'મોતની નદી' કોને કહેવાય છે?
હાર્દિક પંડયા T20 વર્લ્ડ કપ જીત્યો છતાં નતાશાએ કર્યું આવું, રડ્યો ગુજ્જુ ઓલરાઉન્ડર
તમારી પત્નીને આ 5 વાતો ક્યારેય ન કહેતા, વધશે મુશ્કેલી
કેનેડામાં 400 થી વધુ ફ્લાઇટ્સ રદ, સામે આવ્યું કારણ

સૂર્યાએ કહ્યું-ટ્રોફી બાઉન્ડરી પાર જઈ રહી હતી

મેચ બાદ સૂર્યાએ જબરદસ્ત કેચ અંગેની પ્રતિક્રિયા આપી છે. સૂર્યાએ ડેવિડ મિલરનો જબરદસ્ત કેચ બાઉન્ડરી પર ઝડપ્યો હતો. તેણે બાઉન્ડરી પાર જઈ રહેલા બોલને ઝડપીને હવામાં ઉછાળી ફરીથી બોલ હાથમાં પકડી લીધો હતો. તેના આ કેચ પર ખૂબ વાહ વાહી થઈ રહી છે.

View this post on Instagram

A post shared by ICC (@icc)

એક મીડિયા રિપોર્ટનુંસાર તેમની સાથે વાત કરતા સૂર્યાએ કહ્યું હતુ કે, અત્યારે એ કહેવું આસાન છે, પરંતુ એવું લાગી રહ્યું હતુ કે, ટ્રોફી બાઉન્ડરી લાઈનની પાર જઈ રહી હતી અને બીજા પાસે જઈ રહી હતી. પરંતુ તમે એ વખતે એ વિચારતા કે બોલ બાઉન્ડરી લાઈનની બહાર જશે અને સિક્સર થઈ જશે. જે પણ મારા હાથમાં હતું એ મે પ્રયાસ કર્યો. હવાનો પણ તેમાં યોગદાન રહ્યું છે. અમે ફિલ્ડીંગ કોચ સાથે આની પર ખૂબ પ્રેક્ટીસ કરી છે અને આવા અનેક કેચ ઝડપ્યા છે.

હવે ટેટૂ ત્રોફાવશે

આગળ પણ વાત કરતા રિપોર્ટ મુજબ સૂર્યાએ કહ્યુ હતુ કે, T20 વિશ્વકપ ટ્રોફી વાળુ ટેટૂ પોતાના શરીર પર કરાવશે. એટલે કે તેણે કહ્યુ છે કે, તેના શરીર પર ડેટ અને ટ્રોફી વાળુ ટેટૂ તે કરાવશે. સૂર્યાએ કહ્યું હતુ કે, અગાઉ વર્ષ 2023માં પણ વનડે વિશ્વકપને લઈ આ અંગેનો પ્લાન કર્યો હતો. પરંતુ એમ થઈ શક્યું નહોતું. આ વખતે અમે લાઈન ક્રોસ કરી લીધી છે. આ દિવસ ખૂબ લાંબા સમય સુધી યાદ રહેશે. આ દિલના ખૂબ જ નજીક છે, થઈ શકે છે કે, હું તેને તેની પાસે જ રાખું. જ્યારે પણ થશે ત્યારે બતાવીશ.

આ પણ વાંચો: T20 World Cup 2024: વિશ્વ ચેમ્પિયન થતા જ ટીમ ઈન્ડિયા માલામાલ, જાણો કેટલા રુપિયા મળ્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં વરસાદને લઈ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં વરસાદને લઈ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
Junagadh : ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તમામ શાળાઓમાં રજા
Junagadh : ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તમામ શાળાઓમાં રજા
શેલામાં ભુવો પડ્યા બાદ ગેસલાઈન ઠપ્પ થઈ જતા ભોજન વિના ટળવળ્યા સ્થાનિકો
શેલામાં ભુવો પડ્યા બાદ ગેસલાઈન ઠપ્પ થઈ જતા ભોજન વિના ટળવળ્યા સ્થાનિકો
વંથલીનો ઓઝત વિયર ડેમ થયો ઓવરફ્લો, ઉપરવાસમાં ભારે વરસાદ
વંથલીનો ઓઝત વિયર ડેમ થયો ઓવરફ્લો, ઉપરવાસમાં ભારે વરસાદ
અંગ્રેજોએ બનાવેલા કાયદા આજથી રદ્દ, નવા કાયદા પર બોલ્યા અમિત શાહ-video
અંગ્રેજોએ બનાવેલા કાયદા આજથી રદ્દ, નવા કાયદા પર બોલ્યા અમિત શાહ-video
જસાધર ગામે કૂવામાં ખાબકેલી સિંહણનું શિકાર સાથે દિલધડક રેસક્યુ- Video
જસાધર ગામે કૂવામાં ખાબકેલી સિંહણનું શિકાર સાથે દિલધડક રેસક્યુ- Video
સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો, ઈડરમાં 2 ઈંચ નોંધાયો
સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો, ઈડરમાં 2 ઈંચ નોંધાયો
જૂનાગઢના માણાવદરમાં ભારે વરસાદને કારણે દામોદર કુંડ ઓવરફ્લો, જુઓ-Video
જૂનાગઢના માણાવદરમાં ભારે વરસાદને કારણે દામોદર કુંડ ઓવરફ્લો, જુઓ-Video
ગુજરાતવાસીઓ સાવધાન ! આગામી ત્રણ કલાક રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતવાસીઓ સાવધાન ! આગામી ત્રણ કલાક રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી
અરવલ્લીમાં વરસાદી માહોલ, ધનસુરામાં 2.5, મેઘરજમાં 2 ઈંચ ખાબક્યો, જુઓ
અરવલ્લીમાં વરસાદી માહોલ, ધનસુરામાં 2.5, મેઘરજમાં 2 ઈંચ ખાબક્યો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">