જુનાગઢના વંથલીમાં ઓઝત વિયર ડેમ થયો ઓવરફ્લો, 10,149 ક્યુસેક પાણીની થઈ આવક- Video

જુનાગઢના વંથલીમાં ઓઝત વિયર ડેમ થયો ઓવરફ્લો, 10,149 ક્યુસેક પાણીની થઈ આવક- Video

| Updated on: Jul 01, 2024 | 3:56 PM

જુનાગઢમના વંથલી તાલુકામાં ઓજત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં હાલ 10,149 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સાર્વત્રિક મેઘમહેરથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. સોરઠ પંથકની જીવાદોરી સમાન ઓઝત ડેમ ઓવરફ્લો થયો છે. વંથલી તાલુકાના અનેક ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. વંથલી તાલુકાનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં 10,149 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે.

મેઘલમાં પૂરની સ્થિતિ 

જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ તરફ ગીરના ઉપરવાસમાં ધોધમાર વરસાદથી મેઘલ નદીમાં પૂર આવ્યુ છે. સિદ્ધેશ્વર મંદિરની 6 ફુટનું શિવલિંગ જળમગ્ન થયુ છે. માળિયા હાટીનામાં સતત વરસાદથી મેઘલ નદી, લાઠોદરિયા, પાંદરવામાં પૂર આવ્યુ છે.

દામોદર કુંડ થયો ઓવરફ્લો

આ તરફ દામોદરકુંડમાં નવા નીરની આવક થઈ છે. ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મધરાતથી વરસાદની ધમાકેદાર બેટીંગ થઈ રહી છે. જિલ્લાના માણાવદરમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ થયો છે. મેંદરડા, ભેંસાણ અને માળિયા વિસ્તારમાં સારો વરસાદ થઈ રહ્યો છે.

Input Credit-Vijaysinh Parmar- Junagadh

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">