Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંગ્રેજોએ બનાવેલા કાયદા આજથી રદ્દ, 3 નવા કાનૂન લાગુ થવા પર બોલ્યા અમિત શાહ, જુઓ-Video

અંગ્રેજોએ બનાવેલા કાયદા આજથી રદ્દ, 3 નવા કાનૂન લાગુ થવા પર બોલ્યા અમિત શાહ, જુઓ-Video

| Updated on: Jul 01, 2024 | 2:25 PM

અમિત શાહે કહ્યું, “હું દેશના લોકોને અભિનંદન આપવા માંગુ છું કે આઝાદીના 77 વર્ષ પછી, ફોજદારી ન્યાય વ્યવસ્થા હવે સંપૂર્ણ સ્વદેશી બની રહી છે અને તે ભારતીય મૂલ્યોના આધારે ચાલશે. આ કાયદાઓ પર 75 વર્ષ પછી વિચારણા કરવામાં આવી હતી.

દેશમાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં મોટો ફેરફાર કરીને સોમવારથી 3 નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે. જ્યારે વિપક્ષ નવા કાયદા પર પ્રહારો કરી રહ્યો છે, ત્યારે શાસક પક્ષ તેના ફાયદાની ગણતરી કરી રહ્યો છે.  ત્યારે આ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સામે આવીને આ કાયદાની જાહેરાત કરતા મોટી મોટી વાત કરી છે. સોમવારે અમિત શાહે કહ્યું કે સંસ્થાનવાદી કાયદાનો યુગ હવે સમાપ્ત થઈ ગયો છે. હવે દેશમાં સજાને બદલે ન્યાય થશે. વિલંબને બદલે ઝડપી સુનાવણી થશે.

અમિત શાહે કહ્યું, “હું દેશના લોકોને અભિનંદન આપવા માંગુ છું કે આઝાદીના 77 વર્ષ પછી, ફોજદારી ન્યાય વ્યવસ્થા હવે સંપૂર્ણ સ્વદેશી બની રહી છે અને તે ભારતીય મૂલ્યોના આધારે ચાલશે. આ કાયદાઓ પર 75 વર્ષ પછી વિચારણા કરવામાં આવી હતી.

ઝડપી સુનાવણી અને ઝડપી ન્યાય મળશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આજથી જ્યારે આ કાયદા અમલમાં આવ્યા છે, લાંબા સમયથી ચાલતા સંસ્થાનવાદી કાયદાઓ નાબૂદ કરવામાં આવ્યા છે અને ભારતીય સંસદમાં બનેલા કાયદાઓને અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. દેશમાં સજાનું સ્થાન ન્યાય લેશે. વિલંબને બદલે હવે લોકોને ઝડપી સુનાવણી અને ઝડપી ન્યાય મળશે. પહેલા માત્ર પોલીસના અધિકારોનું જ રક્ષણ કરવામાં આવતું હતું પરંતુ હવે પીડિતો અને ફરિયાદીઓના અધિકારોનું પણ રક્ષણ કરવામાં આવશે.

દેશદ્રોહનો કાયદો નાબૂદ કર્યો-અમિત શાહ

‘રાજદ્રોહ’ કાયદાને નાબૂદ કરવા વિશે વાત કરતા અમિત શાહે કહ્યું, “રાજદ્રોહ એક કાયદો હતો જે અંગ્રેજોએ તેમના શાસનને બચાવવા માટે બનાવ્યો હતો. મહાત્મા ગાંધી, તિલક અને સરદાર પટેલ… આ બધાને આ કાયદા હેઠળ 6-6 વર્ષની સજા થઈ હતી. કેસરી પર પણ આ કાયદા હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે અમે દેશદ્રોહનો કાયદો નાબૂદ કર્યો છે અને તેના સ્થાને રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ માટે નવી કલમ લગાવી છે.

Published on: Jul 01, 2024 02:25 PM
g clip-path="url(#clip0_868_265)">