Sunil Gavaskar Birthday: ધીમી રમતને આજે પણ ઘટીયા નહી ‘ગાવાસ્કર સ્ટાઇલ’ ઓળખવામાં આવે છે, જાણો કેમ

|

Jul 10, 2021 | 5:57 PM

ધીમી રમતને ક્રિકેટમાં મર્યાદિત ઓવરની મેચમાં સ્થાન નથી. ધીમી રમતના ખેલાડીની કારકિર્દી લાંબી ટકતી નથી હોતી. જો કે સુનિલ ગાવાસ્કર (Sunil Gavaskar) ની 'રમત' તેમને ધીમુ રમી ને લાંબો સમય ટકાવી ગઇ હતી.

Sunil Gavaskar Birthday: ધીમી રમતને આજે પણ ઘટીયા નહી ગાવાસ્કર સ્ટાઇલ ઓળખવામાં આવે છે, જાણો કેમ
Sunil Gavaskar

Follow us on

Sunil Gavaskar Birthday: આજના જમાનામાં વન ડે ક્રિકેટમાં 300 પ્લસના સ્કોરને પડકાર માનવામાં આવે છે. તો T20 ક્રિકેટમાં 200 પ્લસને પડકાર માટે સારો સ્કોર ગણવામાં આવે છે. આવા સમયે રક્ષણાત્મક રમત રમનારા બેટ્સમેનો પર તો ફેન્સ થી માંડીને વિશ્વલેશકો તુટી પડતા હોય છે. સુનિલ ગાવાસ્કર (Sunil Gavaskar) ને પણ આવી જ ધીમી રમત માટે ક્રિકેટ ફેન્સ યાદ કરે છે.

એક એવી વન ડે મેચ રમાઇ હતી જેમાં, સુનિલ ગાવાસ્કર ઓપનિંગ કરવા માટે મેદાને ઉતરી અંત સુધી રમ્યા હતા. ગાવાસ્કરની ઇનીંગ અણનમ રહી હતી. જોકે તેઓએ આટલી લાંબી ઇનીંગના અંતે રન બનાવ્યા હતા માત્ર 36 ! તેમની આ રમતને લઇને તે વેળા તો ક્રિકેટ પ્રશંસકો એ તો રોષ ઠાલવ્યો હતો, પરંતુ વિશ્લેષકો પણ કાળઝાળ હતા. કારણ કે તે સામાન્ય મેચ નહી પરંતુ વિશ્વકપ (World Cup) ની મેચ હતી.

36 રનની રમત રમવા માટે ગાવાસ્કરે 174 બોલનો સામનો કર્યો હતો. આમ બોલ ખરાબ કરીને પોતાની વિકેટ ટકાવી રાખવાની તેમની ચિંતા ક્રિકેટ પ્રશંસકોને ખૂંચી ગઇ હતી. આજે પણ જ્યારે કોઇ બેટ્સમેન ધીમી રમત રમે ત્યારે ગાવાસ્કર ની સાથે તેની સરખામણી કરવામાં આવે છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

વર્ષ 1975 ની 7 જૂને ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે લોર્ડઝમાં વિશ્વકપની પ્રથમ વન ડે મેચ રમાઇ હતી. જેમાં ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટીંગ કરતા 60 ઓવરના અંતે 334 રન કર્યા હતા. તે વખતે વન ડે મેચ 60 ઓવરની રમાતી હતી. જવાબમાં ભારતીય ટીમે 335 રનનો પડકાર પાર પાડવાનો હતો. જે મેચ ભારતીય ટીમ 202 રન થી હારી ગઇ હતી.

આખરે ‘ઘટીયા’ રમત કબૂલી હતી

સુનિલ ગાવાસ્કરની રમતને લઇને ભારતીય ટીમ પણ આશ્વર્યમાં હતી. તે મેચમાં અંશુમાન ગાયકવાડ પણ રમી રહ્યા હતા. મેચમાં ટીમના માહોલને લઇ તેઓ કહી ચુક્યા હતા કે, પૂરી ટીમને કંઇ પણ સમજ નહોતુ આવી રહ્યુ. સૌ કોઇ હેરાન પરેશાન હતા. અંતમાં લાંબા સમય બાદ ગાવાસ્કરે પોતાની બુકમાં એ વાત કબૂલ કરી હતી. તેઓ કબૂલ કર્યુ કે પોતાની 36 રન વાળી રમત કરિયરની ‘ઘટીયા’ રમત હતી.

ગાવાસ્કર સાથે ટીમ પોલીટીક્સનો મુદ્દો પણ ચર્ચાતો રહે છે

મીડિયા રિપોર્ટસ મુજબ, ગાવાસ્કરને લઇને એ પણ અફવા એ વખતે હતી, તે ટીમની પસંદગી થી નારાજ હતા. વિશ્વકપ માટે ટીમમાં ફાસ્ટને બદલે સ્પિનર્સ બોલર્સને સ્થાન વધારે અપાયુ હતુ. જેના થી તે નારાજ હતા. તો એ પણ અફવાહ વર્તાઇ હતી કે, વિશ્વકપ માટે વેંકટરાઘવનને કેપ્ટન તરીકે પસંદ કરવાને લઇ તે રોષે ભરાયેલા હતા.

 

Next Article