T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાએ પસંદ કરી મજબૂત ટીમ, જાણો બેસ્ટ પ્લેઈંગ-11 કેવી હશે?

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. T20 વર્લ્ડ કપ ત્રીજી ઓક્ટોબરથી UAEમાં શરૂ થશે, ભારતીય ટીમની પ્રથમ મેચ 4 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામે છે. ટીમ ઈન્ડિયાની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે. BCCIએ મજબૂત ટીમ પસંદ કરી છે. પણ મેદાનમાં તો 11 ખેલાડીઓ જ રમશે. એવામાં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા બેસ્ટ પ્લેઈંગ 11 પસંદ કરવી પડશે. જાણો ભારતની આ મજબૂત પ્લેઈંગ 11 કેવી હશે?

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાએ પસંદ કરી મજબૂત ટીમ, જાણો બેસ્ટ પ્લેઈંગ-11 કેવી હશે?
Indian Women Cricket Team
Follow Us:
| Updated on: Aug 27, 2024 | 4:51 PM

ત્રીજી ઓક્ટોબરથી દુબઈમાં શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે જ્યારે વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના છે. ટીમમાં કુલ 15 ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જ્યારે 3 ખેલાડીઓ અનામત તરીકે UAE જશે. ભારતીય ટીમ ઘણી સંતુલિત દેખાઈ રહી છે. ટીમમાં યુવા ખેલાડીઓની સાથે સાથે અનુભવી ખેલાડીઓ પણ છે જે આ ટીમનું સંતુલન ઉત્તમ બનાવે છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન કઈ હશે?

ટીમ ઈન્ડિયા 6 બેટર સાથે મેદાનમાં ઉતરશે

ભારતીય ટીમનું બેટિંગ યુનિટ સંપૂર્ણ રીતે સેટ હોય તેવું લાગે છે. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઓપનિંગમાં હાજર રહેશે. અને યાસ્તિકા ભાટિયા વન ડાઉન પર જઈ શકે છે. કેપ્ટન હરમનપ્રીત કૌર ચોથા સ્થાને અને જેમિમાહ રોડ્રિગ્ઝ પાંચમા સ્થાને રહેશે. રિચા ઘોષનું વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમવાનું નિશ્ચિત છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મજબૂત બોલિંગ આક્રમણ

ઓલરાઉન્ડરોની વાત કરીએ તો, દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકર પ્લેઈંગ ઈલેવનમાં હોવાની ખાતરી છે. સ્પિનરોની વાત કરીએ તો શ્રેયંકા પાટિલ અને આશા જોયને તક મળી શકે છે. બોલિંગ સિવાય બેટથી પણ બંને સારું યોગદાન આપી શકે છે. ઝડપી બોલિંગની જવાબદારી રેણુકા ઠાકુર અને પૂજા પર રહેશે, બંને પાવરપ્લેમાં પોતાના અદભૂત સ્વિંગથી ધમાલ મચાવી શકે છે.

ટીમ ઈન્ડિયાની સૌથી મજબૂત પ્લેઈંગ ઈલેવન:

સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, હરમનપ્રીત કૌર, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, શ્રેયંકા પાટિલ, આશા જોય, રેણુકા સિંહ ઠાકુર.

યાસ્તિકા અને શ્રેયંકા ફિટ નથી

જો આ પ્લેઈંગ ઈલેવન ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતારશે તો આશા શોભના, રાધા યાદવ, હેમલતા, અરુંધતી રેડ્ડીનું પ્લેઈંગ 11માં સ્થાન મેળવવું મુશ્કેલ છે. યાસ્તિકા ભાટિયા અને શ્રેયંકા પાટીલ બંને ફિટ ન હોવા છતાં પ્લેઈંગ ઈલેવનમાં તેમને સ્થાન આવ્યું છે અને જો બંને ફીટ થશે તો ચોક્કસથી પ્લેઈંગ 11માં રમશે. ટીમ ઈન્ડિયા 3 રિઝર્વ ખેલાડીઓ સાથે UAE જઈ રહી છે. જેમાં ઉમા છેત્રી, સાયમા ઠાકોર અને તનુજા કંવરનું નામ સામેલ છે.

આ પણ વાંચો: રવીન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયામાંથી થયો બહાર, મોહમ્મદ સિરાજને લઈ આવ્યા ખરાબ સમાચાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">