AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR મેનેજમેન્ટના આંધળા પ્રયોગો! હીરા જેવા ખેલાડીઓ બહાર અને ફ્લોપ પ્લેયર્સ અંદર, શું પંજાબ આનો ફાયદો ઉઠાવશે?

IPL 2026 માં અત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે કંઈ પણ બરાબર નથી ચાલી રહ્યું. KKR માટે આ સમય ખરેખર 'બેડ ફેઝ' સમાન છે, જ્યાં ટીમની રણનીતિ અને ખેલાડીઓના સિલેક્શન પર સતત સવાલો ઊઠી રહ્યા છે. આવા કપરા સમયે તેમનો સામનો શાનદાર ફોર્મમાં ચાલી રહેલી પંજાબ કિંગ્સ સામે છે.

KKR મેનેજમેન્ટના આંધળા પ્રયોગો! હીરા જેવા ખેલાડીઓ બહાર અને ફ્લોપ પ્લેયર્સ અંદર, શું પંજાબ આનો ફાયદો ઉઠાવશે?
| Updated on: Apr 05, 2026 | 5:46 PM
Share

IPL 2026ના 12મા મુકાબલામાં 06 એપ્રિલને સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) શાનદાર ફોર્મમાં ચાલી રહેલી પંજાબ કિંગ્સ સામે ટકરાશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.

3 વખતની ચેમ્પિયન KKRને મુસ્તફિઝુર રહેમાન, હર્ષિત રાણા, આકાશ દીપ અને મથીશા પથિરાના જેવા ફાસ્ટ બોલરોની ખોટ વર્તાઈ રહી છે. આ સીઝનમાં કોલકાતાએ અત્યાર સુધી 2 મેચ રમી છે અને બંનેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, ફોર્મમાં ચાલી રહેલી પંજાબ કિંગ્સ જીતની હેટ્રિક લગાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

KKRની રણનીતિ પર સવાલો

ન્યૂઝીલેન્ડના ત્રણ ટોપ ખેલાડીઓ ફિન એલન, ટિમ સીફર્ટ અને રચિન રવિન્દ્ર કોલકાતાની ટીમમાં હોવા છતાં KKR તેમનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી. માત્ર ફિન એલનને જ તક મળી રહી છે. ગત ટી20 વર્લ્ડ કપમાં બીજા સૌથી વધુ રન બનાવનાર સીફર્ટ અને સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર બેન્ચ પર બેઠા છે.

કેમેરોન ગ્રીન બોલિંગ નથી કરી રહ્યો

ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને ટીમમાં જોડવામાં આવ્યો છે પરંતુ તે બોલિંગ નથી કરી રહ્યો. અનુભવી ટી20 ખેલાડી રોવમેન પોવેલને બહાર રાખવાના નિર્ણય પર પણ સવાલો ઊઠી રહ્યા છે. કોલકાતા માટે બોલિંગ તો ચિંતાનો વિષય છે જ સાથે સાથે બેટિંગમાં પણ તેમનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. રહાણેને ઓપનિંગમાં પ્રમોટ કરવાનો નિર્ણય મિશ્ર રહ્યો છે અને નંબર 5 પછી બેટિંગ લાઈનઅપ નબળી દેખાય છે.

પંજાબમાં બધું જ બરાબર

પંજાબ કિંગ્સમાં હાલ બધું જ બરાબર ચાલી રહ્યું છે. ઈડન ગાર્ડન્સની પરિસ્થિતિઓને સારી રીતે સમજનાર શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમ મેદાનમાં ઉતરશે. યુવા ખેલાડી કૂપર કોનોલીએ ત્રીજા નંબરે બેટિંગ કરતા બે મેચમાં 108 રન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું છે. સાથે જ પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે વિસ્ફોટક શરૂઆત અપાવી છે. અર્શદીપ સિંહ, માર્કો જેન્સેન અને વિજયકુમાર વૈશાકની બોલિંગ સારી છે. વધુમાં અનુભવી લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ પણ બોલિંગમાં મજબૂતી આપી રહ્યો છે.

પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, નેહલ વઢેરા, માર્કસ સ્ટોઈનિસ, માર્કો જેન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ઇમ્પેક્ટ પ્લેયર: સૂર્યાંશ શેડગે, પ્રિયાંશ આર્ય, વિષ્ણુ વિનોદ, પ્રવીણ દુબે, હરપ્રીત બ્રાર.

કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમેરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અનુકૂલ રોય, સુનીલ નરેન, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી, બ્લેસિંગ મુઝરબાની.

ઇમ્પેક્ટ પ્લેયર: ફિન એલન, મનીષ પાંડે, સૌરભ દુબે, રોવમેન પોવેલ, તેજસ્વી દહિયા.

આ પણ વાંચો: એક જ પરિવારની બે પેઢીઓને આઉટ કરી રચ્યો ‘નવો ઇતિહાસ’, 21 વર્ષના ગાળામાં પિતા-પુત્ર બંનેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">