AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુવરાજ સિંહે બતાવ્યુ કળિયુગનું સત્ય, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયાના જમાનામાં દરેક વ્યક્તિ પોતાની જાતને પરફેક્ટ બતાવવા માટે સોશિયલ મીડિયા પર દેખાડો કરતા હોય છે. કળિયુગની આ જ વાસ્તવિક્તાનો વીડિયો યુવરાજ સિંહે રમૂજી અંદાજમાં શેયર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

યુવરાજ સિંહે બતાવ્યુ કળિયુગનું સત્ય, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
Yuvraj Singh viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2023 | 10:35 PM
Share

દિગ્ગજ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ ભલે ક્રિકેટના મેદાનથી દૂર છે, પણ સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલમાં યુવરાજ સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવરાજ સિંહ ગોલ્ફ રમતો જોવા મળે છે. આ વીડિયોના કેપ્શનમાં યુવરાજ સિંહ ખાસ વાક્ય લખ્યુ છે. જેને કારણે આ વીડિયો વધારે રસપ્રદ બન્યો છે.

યુવરાજ સિંહ વર્ષ 2011માં ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.યુવરાજ સિંહે ટેસ્ટ , વનડે અને ટી20 ફોર્મેટમાં ભારતીય ટીમનું પ્રતિનિધત્વ કર્યુ હતુ. લાંબા સમય સુધી તેણે આઈપીએલમાં પંજાબ કિંગ્સ , પુણે, બેંગ્લોર, મુંબઈ અને દિલ્હીની ટીમ તરફથી શાનદાર રમત રમી હતી.

યુવરાજ સિંહ શેયર કર્યો રસપ્રદ વીડિયો

યુવરાજ સિંહે ભારત માટે 40 ટેસ્ટ મેચમાં 33.93ની એવરેજથી 1900 રન બનાવ્યા છે. યુવરાજ સિંહે 304 ODI મેચોમાં 87.68ની સ્ટ્રાઈક રેટ અને 36.56ની એવરેજથી 8701 રન બનાવ્યા છે. જ્યારે યુવરાજ સિંહે 58 આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં 136.38ની સ્ટ્રાઈક રેટ અને 28.02ની એવરેજથી 1177 રન બનાવ્યા છે. ભારત માટે યુવરાજ સિંહે ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં અનુક્રમે 3 અને 14 સદી ફટકારી છે.

આ સિવાય IPLની 132 મેચોમાં યુવરાજ સિંહે 24.77ની એવરેજ અને 129.72ની સ્ટ્રાઈક રેટથી 2750 રન બનાવ્યા છે. યુવરાજ સિંહે IPLમાં 13 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે. ઉપરાંત, યુવરાજ સિંહ ભારતીય ટીમનો ભાગ હતો જેણે T20 વર્લ્ડ કપ 2007 અને ODI વર્લ્ડ કપ 2011 જીત્યો હતો.

આ પણ વાંચોઃ રોકાણકારો ફરી રડ્યા! અમદાવાદની કંપની સામે છેતરપિંડી આચર્યાની ઈડર પોલીસે ફરિયાદ નોધી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">