Indian Women’s Cricket Team : ન્યૂઝીલેન્ડમાં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ બદલાયું, કોરોનાના ખતરાને કારણે લેવા પડ્યા પગલાં

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women Cricket Team) ન્યુઝીલેન્ડ પ્રવાસ પર 50 ઓવરના વર્લ્ડ કપ પહેલા પાંચ વનડે અને એક T20 મેચ રમવાની છે.

Indian Women's Cricket Team : ન્યૂઝીલેન્ડમાં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ બદલાયું, કોરોનાના ખતરાને કારણે લેવા પડ્યા પગલાં
Indian Women's Cricket Team (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 3:54 PM

કોવિડ-19 સંક્રમણ (Covid-19 Cases) ના જોખમને ઘટાડવા માટે, ન્યુઝીલેન્ડ ક્રિકેટે (New Zealand Cricket) ગુરુવારે (27 જાન્યુઆરી) ક્વિન્સટાઉનમાં ભારતીય મહિલા ટીમ (Indian Women Cricket Team) સામે આગામી છ મેચોની યજમાની કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય મહિલા ટીમ, હાલમાં ન્યુઝીલેન્ડમાં છે, તેણે 9 ફેબ્રુઆરીથી ક્વિન્સટાઉનમાં જોન ડેવિસ ઓવલ ખાતે યજમાન ટીમ સામે પાંચ ODI અને એક T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટે ગુરુવારે આ સુધારેલા સમયપત્રકની જાહેરાત કરી હતી.

માર્ચ-એપ્રિલમાં યોજાનાર વર્લ્ડ કપ પહેલા આ સિરીઝ ભારત માટે ઘણી મહત્વની રહેશે. દ્વિપક્ષીય શ્રેણીની શરૂઆત સૌપ્રથમ નેપિયરના મેકલીન પાર્ક ખાતે એક માત્ર T20I મેચથી થવાની હતી, ત્યાર બાદ બે દિવસ પછી તે જ સ્થળે પ્રથમ ODI રમવાની હતી. બીજી અને ત્રીજી વન-ડે નેલ્સનના સૅક્સટન ઓવલમાં (14 અને 16 ફેબ્રુઆરીએ) રમવાની હતી જ્યારે છેલ્લી બે વન-ડે ક્વીન્સટાઉન (22 અને 24 ફેબ્રુઆરીએ) રમવાની હતી.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રકમાં અન્ય ફેરફારો ઉપરાંત, દક્ષિણ આફ્રિકાની પુરૂષ ટીમ તેમના સમગ્ર પ્રવાસ દરમિયાન ક્રાઈસ્ટચર્ચમાં રહેશે. તે તેની બંને ટેસ્ટ મેચ હેગલે ઓવલ ખાતે રમશે, જ્યારે અગાઉ તેણે બીજી મેચ વેલિંગ્ટન ખાતે રમવાની હતી. દક્ષિણ આફ્રિકાએ હાલમાં જ આ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે ટ્વિટર પર આ અંગેની માહિતી આપી

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ શ્રેણીમાં ફેરફાર

ઓસ્ટ્રેલિયા નેપિયર ખાતે ન્યુઝીલેન્ડની પુરૂષ ટીમ સામે ત્રણ T20Iની યજમાની કરશે જ્યારે નેધરલેન્ડની પુરૂષ ટીમ માઉન્ટ મોંગનુઇ (એક T20 અને એક ODI) અને હેમિલ્ટન (બે ODI)ની મુલાકાત લેશે. તમામ મેચો પૂર્વ નિર્ધારિત તારીખે જ રાખવામાં આવી છે. સ્થળોમાં ફેરફાર મુસાફરી ઘટાડવા અને કોવિડ-19 વેરિઅન્ટ ઓમિક્રોનનું જોખમ ઘટાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાનો ન્યુઝીલેન્ડ પ્રવાસ કોરોના સંબંધિત અપડેટ્સને કારણે સ્થગિત કરવામાં આવ્યો હતો.

ન્યુઝીલેન્ડ ક્રિકેટના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ વ્હાઇટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કોવિડ-19ના હોટસ્પોટથી બચવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે, જેમાં મુસાફરીમાં ઘટાડો, રહેવાની જગ્યામાં ફેરફાર અને સલામત વાતાવરણમાં કામ કરવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ

Ravi Bishnoi: ક્રિકેટ માટે પિતાની વિરુદ્ધ ગયો, અભ્યાસ છોડી દીધો, સતત રિજેક્શન બાદ ટીમ ઈન્ડિયામાં મળી તક

આ પણ વાંચોઃ

Krunal Pandya નુ ટ્વીટર એકાઉન્ટ થયુ હેક, બીટકોઇન મેળવવા માટે વેચવા મુક્યુ હોવાની હેકરે કરી પોસ્ટ

g clip-path="url(#clip0_868_265)">