365 કરોડનો આસામી છે સૌરવ ગાંગુલી, 48 રૂમના આલીશાન ઘરમાં રહે છે ‘દાદા’
ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીઓમાં સામેલ સૌરવ ગાંગુલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયર્ડ થયાને 15 વર્ષ થયા છે, છતાં તેમની કમાણીમાં કોઈ કમી થઈ નથી. આજે પણ તે કરોડોની કમાણી કરે છે.
BCCIના પૂર્વ અધ્યક્ષ અને ટીમ ઈન્ડિયાના મહાન કેપ્ટન સૌરવ ગાંગુલીએ ક્રિકેટમાં અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે. સાથે જ તેમણે કરોડો રૂપિયાની કમાણી પણ કરી છે. આજે પણ એડવર્ટાઇઝમેન્ટ જગતમાં ગાંગુલીનું નામ છે. અનેક મોટી બ્રાન્ડનો તે એમ્બેસેડર છે. સાથે જ IPLમાં અને ટેલિવિઝનમાં હાજરી આપવાના તે કરોડો લે છે.
ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ કપ્તાન
સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટના ઇતિહાસના સૌથી સફળ કપ્તાન છે. તેમની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાને શ્રેષ્ઠ ક્રિકેટરો મળ્યા છે. ટીમ ઈન્ડિયાએ વિદેશમાં જીતવાની અને લડાયક ક્રિકેટ રમવાની શરૂઆત ગાંગુલીની આગેવાનીમાં કરી હતી. સાથે જ તેમણે કેટલીક યાદગાર ઇનિંગ રમી ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવી હતી.
શાનદાર ક્રિકેટ કરિયર
ગાંગુલીએ ટીમ ઈન્ડિયા તરફથી વર્ષ 1992માં વનડેમાં અને 1996માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. ગાંગુલીએ 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આખી દુનિયામાં ‘દાદા’ તરીકે પ્રખ્યાત ગાંગુલીએ 113 ટેસ્ટ મેચ રમી છે અને 16 સદી અને 35 અર્ધસદી સહિત 7212 રન બનાવ્યા છે. જ્યારે 311 વનડેમાં 11363 રન બનાવ્યા છે અને 22 સદી પણ ફટકારી છે.
51 વર્ષના ગાંગુલીની 365 કરોડ નેટવર્થ
સૌરવ ગાંગુલીની નેટ વર્થ 365 કરોડ રૂપિયાથી વધુ છે. જ્યારે ગાંગુલીની વાર્ષિક કમાણી 25 કરોડ રુપિયાથી વધુ છે. સૌરવ ગાંગુલી અનેક બ્રાન્ડની જાહેરાત કરે છે, જેના તે કરોડો રૂપિયા ચાર્જ લે છે. આ સિવાય ગાંગુલી ઇન્ડિયન સુપર લીગ (ISL)માં કોલકતાની ટીમનો સહમાલિક પણ છે.
શો હોસ્ટ કરવાના 1 કરોડ
ક્રિકેટ સિવાય સૌરવ ગાંગુલી બંગાળી ટેલિવિઝન પર એક શો પણ હોસ્ટ કરે છે, જેનું નામ દાદાગિરી છે. આ શોને હોસ્ટ કરવા માટે ગાંગુલી એક સપ્તાહના 1 કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે. સૌરવ ગાંગુલી જે ભવ્ય મકાનમાં રહે છે તે 65 વર્ષ જૂનું છે. તેનું ઘર ચાર માળનું છે અને તેમાં કુલ 48 રૂમ છે.
લક્ઝરિયસ કારનો છે માલિક
સૌરવ ગાંગુલી પાસે 1.32 કરોડની BMW 730 LD, 84 લાખ રુપિયાની CLK convertible, 62 લાખની Merecedes GL, 56 લાખની Audi Q5 સહિત અનેક લક્ઝરિયસ કાર છે.