Ambati Rayudu MLC: અંબાતી રાયડૂને અમેરિકાની લીગમાંથી નામ પરત ખેંચી લેશે, BCCI નો આ નિર્ણય બન્યો કારણ?

Ambati Rayudu Retirement: અંબાતી રાયડૂએ વિદેશી લીગમાં રમવા માટે થઈને ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી હતી. અંબાતી રાયડૂ અમેરિકાની મેજર લીગ ક્રિકેટમા રમનાર હતો.

Ambati Rayudu MLC: અંબાતી રાયડૂને અમેરિકાની લીગમાંથી નામ પરત ખેંચી લેશે, BCCI નો આ નિર્ણય બન્યો કારણ?
અંબાતી રાયડૂને અમેરિકાની લીગમાંથી નામ પરત ખેંચ્યુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 6:55 PM

અંબાતી રાયડૂએ ભારતીય ક્રિકેટ લીગ આઈપીએલમાંથી નિવૃત્તી જાહેર કરી હતી. અંબાતી રાયડૂએ વિદેશી લીગમાં રમવા માટે થઈને ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી હતી. અંબાતી રાયડૂ અમેરિકાની મેજર લીગ ક્રિકેટમા રમનાર હતો. જ્યા તે ટેક્સસ સુપર કિંગ્સ ટીમમાં સમાલે થયો હતો. પરંતુ હવે મેજર લીગ ક્રિકેટ લીગમાંથી નહીં રમે. તેણે લીગમાંથી પોતાનુ નામ પરત ખેંચી લીધુ છે. રાયડૂએ પોતાનુ નામ પરત લેવાનો નિર્ણય જાહેર કર્યો છે.

અમેરિકાની મેજર લીગ ક્રિકેટની કેટલીક ટીમને ભારતીય પ્રીમિયર લીગની જ કેટલીક ફ્રેન્ચાઈઝીઓએ ખરીદી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ એક ટીમ ખરીદી હતી. જે ટીમનુ નામ ટેક્સાસ સુપર કિંગ્સ રાખવામાં આવ્યુ છે. અંબાતી રાયડૂ આ ટીમનો હિસ્સો બન્યો હતો. તેણે ફ્રેન્ચાઈઝી સાથે કરાર કર્યા હતા. પરંતુ આ દરમિયાન જ અંબાતી રાયડૂએ લીગ ક્રિકેટમાંથી પોતાનુ નામ પરત ખેંચવાની વાત કરી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કયા કારણે નામ પરત ખેંચ્યુ

આઈપીએલ 2023 દરમિયાન જ અંબાતી રાયડૂએ બતાવ્યુ હતુ કે, આ સિઝન તેના માટે અંતિમ સિઝન છે. રાયડૂએ આઈપીએળની ફાઈનલ પહેલા જ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. એ વખતે જ નિવૃત્તીનુ કારણ પણ સામે આવ્યુ હતુ કે, રાયડૂ વિદેશી લીગમાં રમવા માટેનુ મન બનાવી ચૂક્યો છે. જોકે આ દરમિયાન જ બાદમાં ટેક્સાસ સુપર કિંગ્સમાં નામ આવતા જ બધુ સ્પષ્ટ થઈ ગયુ હતુ. જોકે હવે તે લીગની પ્રથમ સિઝનમાં નહીં રમવા માટેનો નિર્ણય કરી ચૂક્યો છે. જોકે સમાચાર એજન્સીએ રાયડૂનુ નામ પરત ખેંચવાનુ કારણ અંગત દર્શાવ્યુ હતુ.

હાલમાં જ ભારતીય ક્રિકેટ બોર્ડના એપેક્સ કાઉન્સિલની મિટીંગ દરમિયાન ખેલાડીઓની વિદેશી લીગમાં રમવાને લઈ પોલીસે તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તી લઈને વિદેશી લીગમાં રમી શકતા હતા. પરંતુ હવે બીસીસીઆઈ હવે નિયમમાં ફેરફાર કરીને કૂલીંગ પિરીયડ તૈયાર કરી શકે છે. આમ કરવાથી ભારતીય ક્રિકેટ છોડીને સીધા જ વિદેશી લીગમાં રમવા પહોંચતા ખેલાડીઓ પર રોક લાગી શકે છે. આમ આ દરમિયાન જ રાયડૂએ પોતાના નામને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ  Ahmedabad: ગૃહિણીઓ માટે આંચકા રુપ સમાચાર, હજુ આટલો સમય શાકભાજીનો વધુ ભાવ ખર્ચવા તૈયાર રહેવુ પડશે!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">