IPL 2022 ને લઇને સૌરવ ગાંગુલીએ BCCI નું જણાવ્યું પ્લાનિંગ, જાણો ક્યા શહેરોમાં રમાશે લીગની મેચ

બીસીસીઆઈએ કોરોનાના કારણે આઈપીએલ-2020નું આયોજન યુએઈમાં કરાવ્યું હતું અને આઈપીએલ-2021ની અડધી સિઝન કોરોનાના કારણે યુએઈમાં રમાડવામાં આવી હતી.

IPL 2022 ને લઇને સૌરવ ગાંગુલીએ BCCI નું જણાવ્યું પ્લાનિંગ, જાણો ક્યા શહેરોમાં રમાશે લીગની મેચ
Sourav Ganguly (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 6:44 PM

છેલ્લા 2 વર્ષ વિશ્વ માટે ઘણા ખરાબ સાબિત થયા છે. તેનું મુખ્ય કારણ કોરોનાની મહામારી. કોરોનાએ પુરી દુનિયામાં કોહરામ મચાવી દીધો છે અને તમામ કાર્યક્રમ બગાડી દીધા છે. કોરોનાની અસર ક્રિકેટમાં પણ પડી છે. આ મહામારીના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નું આયોજન છેલ્લા 2 વર્ષથી ભારતની બહાર થઇ રહ્યું છે. આઈપીએલ 2020ની સંપુર્ણ સિઝન સંયુક્ત અરબ અમીરાત (UAE) માં રમાઈ હતી. તો આઈપીએલ 2021ની પહેલી 29 મેચ ભારતમાં રમાઈ હતી. પણ કોરોનાનો કહેર વધી જતાં લીગ રોકી દેવી પડી હતી અને ત્યારબાદ ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં લીગની બાકીની મેચ યુએઈમાં આયોજીત કરી હતી.

આ વખતે પણ ભારતીય ક્રિકેટ બોર્ડ આઈપીએલને ભારતમાં આયોજીત કરવાનો પ્લાન કરી રહી છે. આઈપીએલની તૈયારી પણ શરૂ કરી દીધી છે. હરાજી માટે ખેલાડીઓનુ અંતિમ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં આ હરાજી થવાની છે. આઈપીએલની તૈયારી પર બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ માહિતી આપી હતી.

આ છે બીસીસીઆઈનું પ્લાઇનિંગ

સૌરવ ગાંગુલીએ સ્પોર્ટસ્ટાર સાથે વાત કરતા જણાવ્યું કે આઈપીએલના પ્લાનિંગ પર વાત કરતા કહ્યું કે આ વખતે આઈપીએલની 15મી સિઝનનું આયોજન બોર્ડ ભારતમાં જ કરવા માંગે છે. જો કોરોનાનો કહેર ઓછો હશે તો. જ્યા સુધી સ્થળની વાત છે તો અમે મહારાષ્ટ્રમાં મુંબઈ અને પુનામાં આયોજીત કરવાનું વિચારી રહ્યા છીએ. નોકઆઉટ મેચના આયોજન સ્થળ માટે પછીથી નિર્ણય કરીશું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આઈપીએલની હરાજી પર તમામની નજર

12 અને 13 ફેબ્રુઆરીએ થનારી હરાજીમાં 590 ખેલાડીઓ બોલી લગાવશે. બીસીસીઆઈએ ગત મંગળવારે હરાજી માટે અંતિમ લિસ્ટ જાહેર કર્યું હતું. આ હરાજી માટે કુલ 1214 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. નક્કી કરાયેલા 590 ખેલાડીઓમાં 228 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલા, 355 અનકેપ્ડ ખેલાડીઓ છે. તો વિદેશી ખેલાડીઓમાં 47 ખેલાડી ઓસ્ટ્રેલિયાના, બીજા ક્રમે વેસ્ટ ઇન્ડિઝના 34 ખેલાડીઓ, સાઉથ આફ્રિકાના 33 ખેલાડીઓ, ઇંગ્લેન્ડના 24, શ્રીલંકાના 23 અને અફઘાનિસ્તાનના 17 ખેલાડીઓની પસંદગી હરાજી માટે થઇ છે.

બાંગ્લાદેશ અને આયરલેન્ડના પણ ખેલાડીઓ આ લિસ્ટમાં છે. આ બંને દેશના 5-5 ખેલાડીઓનું નામ લિસ્ટમાં છે. તો નામિબિયાના 3 ખેલાડીઓ, સ્કોટલેન્ડના 2 ખેલાડીઓ, ઝિમ્બાબ્વે, નેપાળ અને અમેરિકાના 1-1 ખેલાડીઓની પસંદગી થઇ છે.

આ પણ વાચો : ધોનીનો નવો અવતાર સામે આવ્યો, ‘અથર્વ’ બનીને જંગ લડશે, પસંદ આવી રહ્યો છે લોકોને ધોનીનો નવો લુક

આ પણ વાચો : India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગલુરુમાં રમાશે પિંક-બોલ ટેસ્ટ મેચ, BCCI અધ્યક્ષ ગાંગુલીએ આપી જાણકારી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">