અમ્પાયર સામે દલીલ કરવી કેપ્ટનને ભારે પડી, આઈસીસીએ 2 મેચ માટે કર્યો સસ્પેન્ડ
વાનિન્દુ હસરંગાએ મેદાન પરના અમ્પાયર સાથે દુર્વ્યવહાર કર્યો છે. જેથી શ્રીલંકાના કેપ્ટન વાનિંદુ હસરંગાને 2 મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેમણે અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી20 મેચ દરમિયાન અમ્પાયરની સાથે દુવ્યવહાર કર્યો હતો.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શનિવારના રોજ શ્રીલંકાના કેપ્ટન વાનિંદુ હસરંગા પર 2 મેચ પર પ્રતિબંધ લગાવ્યો છે. શ્રીલંકાના ટી 20 કેપ્ટન વાનિંદુ હસરંગાને અફઘાનિસ્તાન વિરુદ્ધ સીરિઝ દરમિયાન ઓન-ફીલ્ડ અમ્પાયરની સાથે દુવ્યવ્હાર કરવા માટે શનિવારના રોજ સજા મળી છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ હાર્યા બાદ હસરંગાના નો-બોલ કોલને લઈ અમ્પાયર લિંડન હૈનિબલ સાથે ઉગ્ર વાતચીત થઈ હતી. ત્યારબાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં પણ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.
કેપ્ટન હસરંગા આ સમયે ખુબ નારાજ જોવા મળ્યો
ત્રીજી ટી 20 મેચમાં શ્રીલંકાને છેલ્લા 3 બોલ પર જીતવા માટે 11 રનની જરુર હતી. તે સમયે અફઘાનિસ્તાનના કામિંડુ મેન્ડિસને કમરથી ઉપર ફાસ્ટ બોલ નાંખ્યા. તે સમયે અમ્પાયર હૈનિબલે ક્રિકેટમાં નિયમ અનુસાર આ બોલને નો બોલ આપ્યો ન હતો. મેંડિસે બોલ રમ્યો નહિ અને ફરી શ્રીલંકાને 2 બોલ પર 11 રનની જરુર હતી. કેપ્ટન હસરંગા આ સમયે ખુબ નારાજ જોવા મળ્યો હતો. તેમણે હેનીબલ પર પ્રહાર કરતા કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે યોગ્ય નથી.
કોડ ઓફ કંડ્કટ હેઠળ કલમ 2.13માં દોષી સાબિત
આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું કે, હસરંગાને આઈસીસીના કોડ ઓફ કંડ્કટ હેઠળ કલમ 2.13માં દોષી સાબિત થાય છે. આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ખેલાડી, પ્લેયર સપોર્ટ સ્ટાફ, અમ્પાયર અથવા મેચ રેફરી દ્વારા વ્યક્તિગત ગેરવર્તણૂકથી સંબંધિત છે. ICCએ કહ્યું કે હસરંગાના ખાતામાં પાંચ ડીમેરિટ પોઈન્ટ જમા થવાને કારણે આ બે મેચનું સસ્પેન્શન બદલવામાં આવ્યું છે.
શ્રીલંકાને છેલ્લી ટી 20માં અફઘાનિસ્તાન વિરુદ્ધ 3 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ અફઘાનિસ્તાને 2-1થી સીરિઝ જીતી લીધી હતી.હસરંગા હવે આગામી મહિને બાંગ્લાદેશ વિરુદ્ધ 2 ટી 20 મેચ રમી શકશે નહિ.
આ પણ વાંચો : IND vs ENG: ધ્રુવ જુરેલે સેલ્યુટ લગાવી મનાવ્યો પ્રથમ ટેસ્ટ અડધી સદીનો જશ્ન, જાણો સેલિબ્રેશનનું કારણ