Shubman Gill: અમદાવાદમાં સદી બાદ શુભમન ગિલે બતાવ્યા પોતાના ઈરાદા, એક વિડીયોએ કર્યા ઈશારા ઈશારામાં બતાવ્યુ સપનુ
IPL 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સના ઓપનર શુભમન ગિલે શાનદાર સદી નોંધાવી હતી. ગિલનુ આઈપીએલમાં પ્રથમ શતક હતુ અને તે અગાઉ બે વાર ચૂક્યો હતો.
IPL 2023 તેના અંત તરફ આગળ વધી રહી છે અને તેનો રોમાંચ પણ સતત વધતો જઈ રહ્યો છે. ગુજરાત ટાઈટન્સના ઓપનર શુભમન ગિલે સોમવારે અમદાવાદમાં શાનદાર સદી નોંધાવી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ ટીમનો જીતનો હિરો ગિલ રહ્યો હતો. પ્રથમ વિકેટ શૂન્ય રને ગુમાવ્યા બાદ ગિલે રમતને સંભાળી લીધી હતી અને બીજી વિકેટ માટે 147 રનની ભાગીદારી રમત સાંઈ સુદર્શન સાથે મળીને રમી હતી. ગિલે અમદાવાદમાં મોદી સ્ટેડિયમમાં 101 રનની ઈનીંગ રમી હતી. સદી બાદ ગિલે હવે ઈશારા ઈશારામાં તેના ભવિષ્યના પ્લાનિંગ વિશે બતાવ્યુ હતુ.
સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે ગુજરાતની ટીમને મેદાને ઉતારી હતી. ગુજરાતની ટીમે શરુઆતમાં જ ઓપનર રિદ્ધીમાન સાહાની વિકેટ શૂન્ય રને ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ગિલ અને સુદર્શને રમતને સંભાળતા ગુજરાતની ટીમને રાહત સર્જાઈ હતી. આ બંને ખેલાડીઓ સિવાય ગુજરાતના બેટર્સે રીતસરનો ધબડકો કર્યો હતો. ટીમના પાંચ બેટર્સ ખાતુ ખોલાવી શક્યા નહોતા.
સદી બાદ વિડીયો શેર કર્યો
અમદાવાદમાં જીત સાથે ગુજરાતે પ્લેઓફમાં પોતાનુ સ્થાન જમાવ્યુ હતુ. આઈપીએલની વર્તમાન સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાતની ટીમ છે. ગિલની સોમવારે અમદાવાદમાં હૈદરાબાદ સામે જીત મેળવવા સાથે પ્લેઓફમાં સ્થાન મેળવ્યુ હતુ. આ જીતનો હિરો શુભમન ગિલ હતો. ગિલે 58 બોલનો સામનો કરીને 11 ચોગ્ગાની મદદ વડે સદી નોંધાવી હતી.
સદી બાદ ગિલે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં ગિલ આકાશ તરફ જોઈ રહ્યો છે. આકાશમાં તારાઓ છે અને ગિલ તેને જોતા જોતા જ પોતાની દાઢી પર હાથ રાખીને કંઈક વિચારતા વિચારતા પરત ફરી જાય છે. ગિલના આ વિડીયોનો મતલબ એવો નિકળી રહ્યો છે તે, વિશ્વમાં છવાઈ જવા ઈચ્છે છે અને એક સ્ટાર ક્રિકેટર તરીકે સામે આવવાનુ સપનુ જોઈ રહ્યો છે.
View this post on Instagram
આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં ગિલ વનડે બેવડી સદી અને ટી20 ફોર્મેટમાં સદી નોંધાવી ચુક્યો છે. આ પહેલા તે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન ટેસ્ટ સદી નોંધાવી હતી. આમ ગિલ શાનદાર ફોર્મમાં હાલમાં જોવા મળી રહ્યો છે.