Jofra Archer Injury: એશિઝ સિરીઝ સાથે ઈંગ્લીશ સમરથી બહાર થયો જોફ્રા આર્ચર, આ કારણથી થયો બહાર
England Cricket Team: એશિઝ સિરીઝ જૂનથી શરુ થઈ રહી છે અને એ પહેલા જ ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે.ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો સ્ટાર બોલર એશિઝ સિરીઝમાં રમી શકશે નહીં.
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને એશિઝ સિરીઝ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડનો સ્ટાર ઝડપી બોલર જોફ્રા આર્ચર ઈજાને લઈ સિરીઝથી બહાર થઈ ચૂક્યો છે. જોફ્રા આ સિવાય ઈંગ્લીશ સમરથી પણ બહાર થઈ ચુક્યો છે. જોફ્રાને કોણીમાં ઈજા છે અને જેને લઈ પરેશાન બની ચૂક્યો છે. IPL 2023 ની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને ઝટકો લાગ્યો હતો. જોફ્રા સિઝનમાંથી બહાર થવા મજબૂર બન્યો હતો. હવે તે ઈંગ્લીશ સમર અને એશિઝ સિરીઝથી બહાર થયો છે.
આ અંગેની સત્તાવાર જાણકારી ઈંગ્લેન્ડના ક્રિકટ બોર્ડે એક નિવેદન વડે આપી છે. જોફ્રા આર્ચર રેડ બોલ ક્રિકેટ ફોર્મેટથી માર્ચ 2021 થી રમ્યો નથી. આમ ટેસ્ટ ક્રિકેટથી જોફ્રા આર્ચર લાંબા સમયથી દૂર છે. આંતર રાષ્ટ્રીય ક્રિકેટથી જોફ્રા લગભગ 2 વર્ષથી રમવાથી દૂર રહ્યો છે. તે આ દરમિયાન કોણી અને પીઠની ઈજાને લઈ પરેશાન રહ્યો છે. આ વર્ષે જ તે પરત ફર્યો હતો, પરંતુ તે ફરીથી ઈજાને લઈ બહાર થવા મજબૂર થયો છે.
ઈંગ્લેન્ડ અને સસેક્સ ટીમ મેડિકલ દેખરેખ રાખશે
ઝડપી બોલર જોફ્રા આર્ચર ઈજાને લઈ ક્રિકેટના મેદાનથી દૂર રહેવા માટે મજબૂર છે. આ દરમિયાન જોફ્રા આર્ચર ઈંગ્લેન્ડ અને સસેક્સ ટીમની મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ રહેશે. આમ તે ઈજામાંથી સ્વસ્થ થવા માટે તેણે લાંબો સમય પસાર કરવો પડશે. ઈસીબીના નિવેદન મુજબ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને સસેક્સ દ્વારા મળીને આર્ચરને ઈજામાંથી સ્વસ્થ થવા માટે કામ કરશે. ECB ના મેનેજિંગ ડાયરેક્ટર રોબ કીએ કહ્યું છે કે આર્ચર માટે આ સમય ખૂબ જ મુશ્કેલીનો છે. તેણે કહ્યું કે તે સારી પ્રગતિ કરી રહ્યો છે પરંતુ કોણીની ઈજા ફરીથી થઈ જેના કારણે તે પરેશાન થઈ ગયો.
We know you’ll be back stronger, Jof ❤️
💬 “We wish him the best of luck with his recovery. I’m sure we’ll see Jofra back to his best and winning games for England.”
🎙️ @RobKey612 pic.twitter.com/vL90D4TETA
— England Cricket (@englandcricket) May 16, 2023
આર્ચર ગયા અઠવાડિયે જ IPL છોડ્યા બાદ પરત ફર્યો હતો. ઈસીબીએ કહ્યું કે જ્યારે આર્ચર રમી રહ્યો હતો ત્યારે તેને ઘણી તકલીફ થઈ રહી હતી અને તે પીડામાં હતો. આ કારણોસર તે સ્વદેશ પરત ફર્યો હતો.આઈપીએલમાં પણ તે કોણીની ઈજાની સારવાર માટે મધ્યમાં બેલ્જિયમ ગયો હતો.