સારા તેંડુલકરે ભાભી સાનિયા ચંડોક સાથે ક્યુટ વીડિયો શેર કર્યો, જુઓ વીડિયો
બ્લેક ડ્રેસમાં સારા તેંડુલકરની સાદગી અને સ્ટાઈલ અલગ જ જોવા મળી હતી. તે હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ફોટો અને ફેશન માટે ચર્ચામાં રહે છે. ત્યારે સારાએ ભાભી સાથે ખુબ મસ્તી કરતો વીડિયો પોસ્ટ કર્યો છે.

ભારતીય ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરે 12 ઓક્ટોબરના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. સારા તેંડુલકરનો જન્મ 12 ઓક્ટોબર 1997માં થયો છે. સોશિયલ મીડિયા પર સારાના ચાહકોએ તેને શુભકામના પણ પાઠવી હતી.બર્થ ડે બાદ સારા તેંડુલકરે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો પોસ્ટ કર્યા હતા. બર્થ ડે સેલિબ્રેશનમાં તેની ભાભી અને ફ્રેન્ડ પણ જોવા મળી હતી. આ સાથે જન્દિવસ પર ભાઈ-ભાભી સાનિયા ચંદોક પણ જોવા મળ્યા હતા.
ભાભી-નણંદનો ક્યુટ વીડિયો
સાનિયા અને સારા બંન્ને વચ્ચે સારું બોન્ડ જોવા મળ્યું હતુ. બંન્ને અનેક વખત સાથે ઈવેન્ટ અને ફેમિલી ગેટ-ટુગેધરમાં જોવા મળે છે. બંન્ને બેસ્ટ ફ્રેન્ડ પણ છે. સારા તેંડુલકરે પોતાનો અભ્યાસ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પૂર્ણ કર્યો છે. તેમજ વધુ અભ્યાસ માટે લંડનની યૂનિવર્સિટી કોલેજમાં ગઈ હતી. તે મેડિકલ સાયન્સનો પણ અભ્યાસ કરી ચૂકી છે. સારા બોલિવુડમાં જોવા મળતી નથી પરંતુ તે હંમેશા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને મોડલિંગ પ્રોજકેટમાં જોવા મળે છે.
View this post on Instagram
સારાએ સોશિયલ મીડિયા પર આ વીડિયોની એક નાની ક્લિપ શેર કરી છે, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. વીડિયોમાં સાનિયા અને સારા તેમના પાલતુ કૂતરાઓ સાથે મસ્તી કરતી જોવા મળે છે. બંને તેમના પાલતુ પ્રાણીઓ પર પ્રેમ અને સ્નેહનો વરસાદ વરસાવી રહ્યા છે. ચાહકો સારા અને સાનિયાના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે.
View this post on Instagram
અર્જુન તેંડુલકરે હાલમાં ઘરેલું ક્રિકેટમાં ગોવા તરફથી રમે છે. તેમણે હાલમાં અલુરમાં થિમ્માપૈયા મેમોરિયલ ટૂર્નામેન્ટ દરમિયાન બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતુ. જ્યાં તેમણે કેએસસીએ ઈલેવન વિરુદ્ધ 3 વિકેટ લીધી હતી. અર્જુન તેંડુલકર આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો ભાગ છે.
