AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson Birthday: સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા 11 વર્ષમાં કરી કરોડોની કમાણી

સંજુ સેમસન 31 વર્ષનો થઈ ગયો છે. IPLના દૃષ્ટિકોણથી સેમસન માટે આ સીમાચિહ્નરૂપ બની શકે છે. કારણ કે તે પહેલીવાર CSKમાં સામલે થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે તેણે રાજસ્થાન રોયલ્સ સાથે કેટલા પૈસા કમાયા?

Sanju Samson Birthday: સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા 11 વર્ષમાં કરી કરોડોની કમાણી
Sanju SamsonImage Credit source: PTI
| Updated on: Nov 11, 2025 | 7:12 PM
Share

સંજુ સેમસનનું નામ છેલ્લા કેટલાક દિવસોથી સમાચારમાં છે. અને તેનું કારણ તેનું વિન્ડો ટ્રેડિંગ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CSK રવિન્દ્ર જાડેજા અને સેમ કરનના બદલામાં સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સ સાથે ટ્રેડ કરી શકે છે. જો આ ટ્રેડ ડીલ અપેક્ષા મુજબ સાકાર થાય છે, તો આ પહેલીવાર હશે જ્યારે સંજુ સેમસન IPLમાં પીળી જર્સીમાં રમતો જોવા મળશે. હવે મોટો પ્રશ્ન એ છે કે CSKમાં જોડાતા પહેલા સંજુ સેમસને રાજસ્થાન રોયલ્સ તરફથી કેટલા પૈસા કમાયા છે? આ રકમ 100 કરોડ કે 150 કરોડ નથી, પરંતુ કંઈક બીજું છે.

સંજુ રાજસ્થાન રોયલ્સ માટે 11 સિઝન રમ્યો

સંજુ સેમસન અને રાજસ્થાન રોયલ્સ કુલ 11 સિઝનથી જોડાયેલો છે. તે પહેલીવાર 2013, 2014 અને 2015 સિઝન માટે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો હતો. ત્યારબાદ તે 2016 અને 2017 સિઝનમાં દિલ્હી ફ્રેન્ચાઈઝી માટે રમ્યો હતો. 2018 થી IPL 2025 સુધી તે RR સાથે રહ્યો. સંજુ સેમસન 2012 સિઝનમાં KKRમાં હતો પરંતુ તેણે રમવાની તક મળી નહીં.

11 વર્ષમાં 93 કરોડની કમાણી કરી

એ સ્પષ્ટ છે કે સંજુ સેમસન પોતાના 14 વર્ષના IPL કરિયરમાં 11 વર્ષ રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો છે. આ 11 વર્ષમાં તેણે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા કરોડોની કમાણી કરી છે. 11 વર્ષમાં તેની કુલ કમાણી ₹93 કરોડ રહી છે. તેની સિંગલ સિઝનની સૌથી વધુ કમાણી ₹18 કરોડ, IPL 2025માં આવી હતી.

2025માં સૌથી વધુ 18 કરોડ રૂપિયા મળ્યા

2013માં જ્યારે રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસન સાથે કરાર કર્યો, ત્યારે RR એ તેને 1 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ તેને આગામી બે સિઝન માટે 4 કરોડ રૂપિયા મળ્યા. બે વર્ષ બાદ ફરી જ્યારે તે 2018માં રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો, ત્યારે તેને 8 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા. આગામી ત્રણ સિઝન માટે તેને આ જ રકમ મળી. 2022માં સંજુ સેમસનની ફી વધારીને 14 કરોડ રૂપિયા કરવામાં આવી. તેને 2024 સુધી રાજસ્થાન રોયલ્સ તરફથી આ રકમ મળી. 2025માં તેને 18 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

CSK સેમસનની ચોથી IPL ટીમ બની શકે

રાજસ્થાન રોયલ્સ તરફથી કુલ ₹93 કરોડની કમાણી કર્યા પછી, સંજુ સેમસન હવે ચેન્નાઈ સુપર કિંગ્સમાં જવાનો હોવાના અહેવાલ છે. જો આવું થાય તો ચેન્નાઈ સુપર કિંગ્સ તેની ચોથી IPL ટીમ હશે.

આ પણ વાંચો: Womens World Cup 2025: વર્લ્ડ કપ વિજેતા વડોદરાની રાધા યાદવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સન્માન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">