AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: હાઇકોર્ટે ખુદ જજ સામે કેસ નોંધવા આપ્યો આદેશ, જજના સગીર પુત્રની મર્સિડીઝની ટક્કરથી આધેડનું થયું હતું મોત

એક જજના સગીર પુત્ર દ્વારા મર્સિડીઝ કારથી 55 વર્ષીય આધેડને કચડીને મારી નાખવાની ઘટના સામે આવી છે. આ ગંભીર મામલે હાઇકોર્ટે પોલીસને અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ વિરુદ્ધ કેસ નોંધવાની સત્તાવાર પરવાનગી આપી દીધી છે.

Breaking: હાઇકોર્ટે ખુદ જજ સામે કેસ નોંધવા આપ્યો આદેશ, જજના સગીર પુત્રની મર્સિડીઝની ટક્કરથી આધેડનું થયું હતું મોત
Image Credit source: AI Generate
| Updated on: Oct 26, 2026 | 5:56 PM
Share

કેરળ હાઇકોર્ટે પોલીસને એક એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સામે ગુનો નોંધવાની મંજૂરી આપી છે. આરોપ છે કે જજનો 17 વર્ષનો સગીર પુત્ર કાર ચલાવી રહ્યો હતો અને તેની કારની ટક્કરથી 55 વર્ષીય વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. આ કાર અકસ્માત એક દિવસ પહેલાં ચેરાનેલ્લુર નામના વિસ્તાર નજીક સર્જાયો હતો.

પોલીસે પોતે હાઇકોર્ટ સમક્ષ જજ વિરુદ્ધ કેસ નોંધવાની મંજૂરી માંગી હતી, જેના પગલે કોર્ટે પોતાના વહીવટી સ્તરે આ આદેશ આપ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા જયબાલકૃષ્ણન (55) ના પરિવારજનોએ ચેરાનેલ્લુર પોલીસ સ્ટેશન બહાર ભારે ધરણાં-પ્રદર્શન કર્યા હતા. જજના સગીર પુત્રને રવિવારે જ જામીન મળી ગયા હતા અને તે મુક્ત થઈ ગયો હતો. પરંતુ પીડિત પરિવારના આકરા વિરોધ પ્રદર્શન બાદ પોલીસે તેને ફરીથી કસ્ટડીમાં લીધો છે.

આરોપી સામે નોંધાઈ હતી હળવી કલમો

પોલીસના જણાવ્યા અનુસાર, એક એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજના નામે નોંધાયેલી મર્સિડીઝ કારને તેમનો સગીર પુત્ર અતિશય પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. આરોપ છે કે આ બેફામ દોડતી કારે જયબાલકૃષ્ણનની સ્કૂટીને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી, જેના પરિણામે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

અકસ્માત બાદ પોલીસે શરૂઆતમાં સગીર આરોપી સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને મોતનું કારણ બનવા (કલમ 106) સંબંધિત હળવો કેસ નોંધ્યો હતો, જેના કારણે તેને કિશોર ન્યાય કાયદા (જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ) હેઠળ તાત્કાલિક જામીન મળી ગયા હતા અને તે છૂટી ગયો હતો.

પોલીસની આ ઢીલી કામગીરીથી રોષે ભરાયેલી મૃતક જયબાલકૃષ્ણનની પુત્રીએ સોમવારે સવારે મીડિયા સમક્ષ કહ્યું હતું કે આરોપી જજનો પુત્ર હોવાથી પોલીસે તેની સાથે નરમાઈભર્યું વલણ દાખવ્યું છે. તેણીએ સંકલ્પ વ્યક્ત કર્યો કે તે પોતાના પિતાને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી કાનૂની લડત લડશે અને વગદાર જજ કે તેમના સગીર પુત્રને આ ગંભીર ગુનાની જવાબદારીમાંથી બચવા નહીં દે.

તેણીએ વધુમાં ઉમેર્યું હતું કે તેમને સ્થાનિક પોલીસ પર કોઈ ભરોસો રહ્યો નથી, કારણ કે ન્યાયાધીશનો પરિવાર હોવાથી પોલીસે આરોપી સામે કડક પગલાં લેવાને બદલે તેને છાવરવાનો પ્રયાસ કર્યો હતો.

E100 ફ્લેક્સ-ફ્યુઅલને મળી મંજૂરી, તમારી કાર પર શું થશે અસર? 10 કે 15 વર્ષ જૂની ગાડીઓ અંગે સરકારે શું આપી સ્પષ્ટતા

Follow Us
નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાવાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર
નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાવાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર
CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને પાઠવી શુભકામના
CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને પાઠવી શુભકામના
અમદાવાદમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર 2 આરોપી ઝડપાયા
અમદાવાદમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર 2 આરોપી ઝડપાયા
ગીરગઢડાના રહેણાંક વિસ્તારમાં સિંહણ અને બાળસિંહની લટાર ! Video
ગીરગઢડાના રહેણાંક વિસ્તારમાં સિંહણ અને બાળસિંહની લટાર ! Video
ભરૂચમાં ST બસનો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં ! Video
ભરૂચમાં ST બસનો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં ! Video
અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી, AQI 254ને પાર
અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી, AQI 254ને પાર
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
ડાકોરમાં રણછોડરાયજીનો અન્નકૂટ લૂંટાયો; 700 વર્ષ જૂની પરંપરા
ડાકોરમાં રણછોડરાયજીનો અન્નકૂટ લૂંટાયો; 700 વર્ષ જૂની પરંપરા
અમદાવાદમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિશાન પર
અમદાવાદમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિશાન પર
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">