વાઈડ બોલ પર એમએસ ધોનીનો પત્ની સાક્ષી સાથે ઝઘડો થયો હતો, જુઓ વીડિયો
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂકેલા ધોનીનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે કહી રહ્યો છે કે, તે વાઈડ બોલ પર સ્ટંપ આઉટને લઈ સાક્ષી સાથે ઝગડો થયો હતો.
પૂર્વભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ધોની તેની પત્ની સાક્ષી સાથે થયેલા મીઠા ઝગડાને લઈ વાત કરી રહ્યો છે. વીડિયોમાં તે કહે છે કે, એક વખત તે અને સાક્ષી વનડે મેચ જોઈ રહ્યા હતા. જેમાં બેટ્સમેન આઉટ છે કે નોટ આઉટ છે તે મુદ્દે સાક્ષી કહી રહી હતી. આ રસપ્રદ ક્ષણ વિશે ધોની કહે છે કે અમે ટીવી પર ODI મેચ જોઈ રહ્યા હતા. બેટ્સમેન શોટ રમવા માટે આગળ આવે છે, પરંતુ બોલ ચૂકી જાય છે.
View this post on Instagram
સાક્ષી ધોની વચ્ચે મીઠો ઝગડો
અમ્પાયરે પહેલા હાથથી વાઈડનો ઈશારો કર્યો અને આઉટનો ઈશારો કર્યો હતો. સાક્ષી ધોનીનું માનવું હતુ કે, બેટ્સમેન આઉટ નથી. જ્યારે ધોનીએ કહ્યું તે આઉટ છે.સમગ્ર મામલાની વાત ત્યાંથી શરૂ થઈ હતી. જ્યારે સાક્ષીનું માનવું હતુ કે બોલ વાઈડ હોવાને કારણે બેટ્સમેન આઉટ નહીં થાય. આના પર ધોનીએ કહ્યું તેમ છતાં પોતાની વાત પર અડગ રહી હતી. જ્યારે બેટ્સમેન પેવેલિયન પરત ફરી ચૂક્યો હતો.
ધોની પોતાની વાતથી સાચો હતો. વાઈડ બોલ હોવા છતાં બેટ્સમેન સ્ટમ્પ આઉટ થયો હતો. તો ચાલો જાણીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના નિયમો શું કહે છે. આઈસીસીના નિયમ અનુસાર બેટ્સમેને વાઈડ વખતે સ્ટંપ આઉટ કરી શકાય છે. જો તે ક્રિઝ બહાર છે અને વિકેટકીપર બોલથી સ્ટંપ ઉડાવી દે છે તો અમ્પાયર બેટ્સમેનને આઉટ આપે છે.
ધોનીએ કહ્યું તમને કાંઈ ખબર નહીં
એમએસ ધોનીએ તેની પત્નીને સમજાવ્યું કે, “સ્ટમ્પ વાઈડ બોલ પર આઉટ થઈ શકે છે, પરંતુ નો બોલ પર નહીં. સાક્ષીએ કહ્યું તમને કાંઈ ખબર નથી રાહ જુઓ, થર્ડ અમ્પાયર તેને પરત બોલાવશે. ધોનીએ કહ્યું જ્યારે અમારી વચ્ચે આ વાતચીત થઈ રહી હતી, ત્યારે બેટ્સમેન બાઉન્ડ્રી લાઈન પર પહોંચી ગયો હતો.