AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Records : ગુજરાત ટાઇટન્સના સ્ટાર બેટ્સમેનએ મચાવી ધમાલ, વિરાટ કોહલીના રેકોર્ડની કરી બરાબરી!

IPL 2026માં ગુજરાત ટાઇટન્સના યુવા બેટ્સમેન સાઈ સુદર્શન સતત સારૂં પ્રદર્શન કરી રહ્યો છે. ગઈ કાલે 29મે રાજસ્થાન રોયલ્સ સામે રમવામાં આવેલી બીજી ક્વોલિફાયર મેચમાં વધુ એક શાનદાર અડધી સદી મારી હતી. તેના સાથે જ તે પોતાની ટીમને ફાઇનલની નજીક પહોંચાડવામાં મહત્વની ભૂમિકા પણ ભજવી.

IPL Records : ગુજરાત ટાઇટન્સના સ્ટાર બેટ્સમેનએ મચાવી ધમાલ, વિરાટ કોહલીના રેકોર્ડની કરી બરાબરી!
Sai Sudharsan & Virat KohliImage Credit source: X
| Updated on: May 30, 2026 | 9:50 AM
Share

ગુજરાત ટાઇટન્સનો બેટ્સમેન સાઇ સુદર્શન IPL 2026માં બેટથી સતત સારૂં પ્રદર્શન કરી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામે બીજા ક્વોલિફાયરમાં વધુ એક શાનદાર અડધી સદી મારી હતી. ગુજરાત ટાઇટન્સ ટીમને ફાઇનલમાં પહોંચવામાં તે મુખ્ય ભૂમિકા ભજવી. સાથે જ તે વિરાટ કોહલીના નામે રહેલા રેકોર્ડની પણ બરાબરી કરી છે. સુદર્શન હવે એક જ IPL સિઝનમાં સૌથી વધુ અડધી સદી મારનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં કોહલીની બરાબરી સાથે છે.

વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી

આ અડધી સદી સાથે સુદર્શને IPL 2026માં પોતાની આઠમી અડધી સદી પૂર્ણ કરી. અગાઉ IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા વિરાટ કોહલીએ પણ એક સિઝનમાં આઠ અડધી સદી મારી હતી. સુદર્શને આ સિઝનમાં અત્યાર સુધી 16 મેચમાં આઠ અડધી સદી અને એક સદી મારી છે. IPLના 19 વર્ષના ઇતિહાસમાં, કોહલી અને સુદર્શન સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન એક જ સિઝનમાં આઠ અડધી સદી મારવાની સિદ્ધિ હાંસલ કરી નથી.

IPLમાં સૌથી વધુ અડધી સદી મારવાનો રેકોર્ડ કોના નામે છે?

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરના નામે IPL સિઝનમાં સૌથી વધુ અડધી સદી મારવાનો રેકોર્ડ છે. વોર્નરે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે IPL 2016માં નવ અડધી સદી મારી હતી. વોર્નરે IPL 2019 માં આઠ અડધી સદી અને એક સદી પણ મારી હતી. વોર્નર, વિરાટ કોહલી અને સાઈ સુદર્શન સિવાય, ફક્ત કેન વિલિયમસન (2018) અને ફાફ ડુ પ્લેસિસ (2023) એ એક જ IPL સિઝનમાં આઠ અડધી સદી ફટકારી છે.

ગિલ અને સુદર્શનની મજબૂત પાર્ટનરશીપ

ગઈ કાલે 29મેના દિવસે ન્યૂ ચંદીગઢમાં રમાયેલી IPL 2026ના બીજા ક્વોલિફાયર મેચમાં સાઇ સુદર્શને 32 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી. તેણે આ ઇનિંગમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો હતો. તેની અડધી સદીથી રાજસ્થાન રોયલ્સે આપેલા 215 રનના મોટા ટાર્ગેટને સરળતાથી હાસલ કરવામાં ટીમને મદદ મળી. ટાર્ગેટનો પીછો કરવા માટે ગુજરાત ટાઇટન્સને મજબૂત શરૂઆત આપવામાં શુભમન ગિલ અને સાઇ સુદર્શને 77 બોલમાં 167 પાર્ટનરશીપ કરી હતી.

50+ સ્કોરમાં કોહલી નંબર 1

જ્યારે IPL સિઝનમાં 50 કે તેથી વધુ રન બનાવવાની વાત આવે છે, ત્યારે વિરાટ કોહલી હજુ પણ યાદીમાં સૌથી આગળ છે. તેણે IPL 2016માં 11 વખત 50થી વધુ રન બનાવ્યા હતા, 16 મેચમાં 4 સદી અને 7 અડધી સદી મારી હતી. તેણે તે જ સિઝનમાં 973 રન બનાવીને ઓરેન્જ કેપ પણ જીતી હતી. સાઈ સુદર્શને હવે IPL 2026 માં 9 વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. તે IPL સિઝનમાં 9 વખત 50+ રન બનાવનાર વિરાટ કોહલી (2016) અને ડેવિડ વોર્નર (2016 અને 2019) પછી ફક્ત ત્રીજો બેટ્સમેન બન્યો છે.

આ પણ વાંચો, આવો છે 6 ફૂટ અને 5 ઈંચના ક્રિકેટર, 5 વખત નેટ બોલર રહ્યો જુઓ પરિવાર

Follow Us
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
g clip-path="url(#clip0_868_265)">