ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદ આવશે સદગુરૂ, ભારતીય ટીમનો વધારશે ઉત્સાહ
રવિવાર 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ કપ 2023નો મહા મુકાબલો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાશે. ત્યારે યોગી સદગુરૂએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને ભારતીય ટીમનો ઉત્સાહ વધાર્યો છે અને જીત માટે આર્શીવાદ આપ્યા છે.

ક્રિકેટ વર્લ્ડ કપનો ફિવર હાલમાં સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. આવતીકાલે એટલે કે 19 નવેમ્બર રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચનો મુકાબલો યોજાશે. બંને ટીમો પૂરજોશમાં છે. તેની વચ્ચે ચારેબાજુથી ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા ફેન્સ ચીયર કરી રહ્યા છે. ત્યારે જાણીતા યોગી સદગુરેએ પણ ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરવા માટે પોતાનો સંદેશ જાહેર કર્યો છે.
સદગુરૂએ સોશિયલ મીડિયા પર આપ્યો વીડિયો સંદેશ
ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ પહેલા સદગુરૂએ સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશમાં કહ્યું કે ભારતીય ટીમે શું શાનદાન પ્રદર્શન કર્યુ છે. આપણી ક્રિકેટ ટીમ રમતને ખુબ જ નવા લેવલ પર લઈ ગઈ છે. અનુભવી કેપ્ટન અને ખેલાડીઓના શાનદાર પ્રદર્શન, તેમના અનેક રેકોર્ડને જોતા આ મજબૂત ટીમને ફાઈનલમાં કોઈ ચિંતા ના હોવી જોઈએ.
Hit the damn ball and get them down under. Let us make it happen. -Sg #TeamIndia #CWC23 @BCCI pic.twitter.com/zSTzehUljH
— Sadhguru (@SadhguruJV) November 18, 2023
ભારતીય ટીમે શાનદાર રમત રમી છે: સદગુરૂ
સદગુરૂએ કહ્યું કે મને વિશ્વાસ છે કે તે ટોપ પર આવશે. જીત તેમને જ મળશે. તેમને શાનદાર રમત રમી છે. એક પણ મેચ હાર્યા નથી. જો કે તેમને ભારતીય ટીમને કેટલીક સલાહ પણ આપી છે. સદગુરૂએ કહ્યું કે મુખ્ય વાત એ છે કે આપણે ક્યારેય સામે વાળી ટીમને સરળ ના સમજવી જોઈએ અને તે કોણ છે તેની પણ ચિંતા ના કરવી જોઈએ. આપણી ચિંતા એ છે કે રમતને પુરી રીતે કેવી રીતે રમવી.
ભારતીય ટીમને શુભકામનાઓ, હું અમદાવાદ આવી રહ્યો છું
તેમને કહ્યું કે મને વિશ્વાસ છે કે આપણી ટીમ કોઈ ચિંતા વગર રમશે. જેનાથી સમગ્ર દેશને ગર્વ અને ખુશી મળશે. તેમને કહ્યું કે 1.4 બિલિયનથી વધારે લોકોની ખુશીનો મામલો છે. કોઈ ચિંતા મનમાં ના રાખો. બસ બોલને મારો, વિકેટ લઈ લો, બસ આટલુ જ. બાકી બધુ જ તેની રીતે થઈ જશે, જે આશ્ચર્યજનક કહેવાશે. તમામ ટીમના સભ્યોને મારી શુભકામનાઓ અને આર્શીવાદ. તેની સાથે જ તેમને તે પણ જાહેરાત કરી કે અમદાવાદમાં ફાઈનલ મેચમાં હું તમારી સાથે જ સ્ટેડિયમમાં મેચ જોવા આવી રહ્યો છું.