સચિન-કપિલ દેવ-ગાવસ્કર સહિત દિગ્ગજ ક્રિકેટરોએ કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા, જુઓ Video

સચિન તેંડુલકર, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર સહિત 10 દિગ્ગજ ક્રિકેટરો વારાણસીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમના શિલાન્યાસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચી ગયા છે. વારાણસી પહોંચીને આ ક્રિકેટરોએ કાશી વિશ્વનાથ મંદિરમાં જઈને પ્રાર્થના કરી હતી. આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહ અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ ત્યાં હાજર હતા.

સચિન-કપિલ દેવ-ગાવસ્કર સહિત દિગ્ગજ ક્રિકેટરોએ કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા, જુઓ Video
Sachin at Kashi Vishwanath temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 6:23 PM

વારાણસી (Varanasi) માં ક્રિકેટના દિગ્ગજ સ્ટાર્સ એકસાથે એક જ મંચ પર જોવા મળ્યા હતા. સચિન તેંડુલકર (Sachin Tendulkar), સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, વિશ્વનાથ, દિલીપ વેંગસરકર જેવા તમામ મોટા નામો એક જ શહેરમાં હતા. આ તમામ મહાન ક્રિકેટરો ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના શિલાન્યાસ પ્રસંગે વારાણસીમાં હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ 30 એકરમાં બનવા જનાર ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. ભારતીય ક્રિકેટના 10 મોટા દિગ્ગજ તેના સાક્ષી બનવા વારાણસી પહોંચ્યા હતા.

દિગ્ગજ ક્રિકેટરોએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી

શિવની નગરી કાશીમાં પહોંચ્યા બાદ તમામ ક્રિકેટ મહાનુભાવોએ શિવની પૂજા કરી હતી અને મહાદેવના દર્શન કર્યા હતા. સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ સહિત સ્ટાર ક્રિકેટરોએ કાશી વિશ્વનાથ મંદિર પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહ અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ ત્યાં હાજર હતા.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

વારાણસીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ

સ્ટેડિયમના શિલાન્યાસ સમારોહના પ્રસંગે, વારાણસી પહોંચેલા તમામ ક્રિકેટરોએ કાશી વિશ્વનાથ મંદિરમાં જઈને ભગવાન ભોલેની પૂજા કરી હતી. કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા દરમિયાન, શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરાયેલા તમામ ક્રિકેટરો હાજર જોવા મળ્યા હતા.

ક્રિકેટ મહાનુભાવોએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી

BCCI પ્રમુખ રોજર બિન્ની સહિત કુલ 10 પૂર્વ ક્રિકેટરો સ્ટેડિયમના શિલાન્યાસ સમારોહમાં ભાગ લેવા માટે વારાણસી પહોંચ્યા છે. બધાએ વારાફરતી ભગવાન શિવને જળ અર્પણ કર્યું અને તેમની પૂજા કરી. આ સમય દરમિયાન સચિન તેંડુલકર લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હતો, જે લાલ રંગના કુર્તામાં પણ સુંદર લાગી રહ્યો હતો. કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ સચિન તેંડુલકરે સ્ટેજ પર પીએમ મોદીને NAMO નામની ભારતીય ટીમની જર્સી ભેટમાં આપી હતી.

આ પણ વાંચો : IND vs PAK : U19 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર નહીં થાય, ICCએ લીધો મોટો નિર્ણય

450 કરોડમાં સ્ટેડિયમ તૈયાર થશે

ક્રિકેટના દિગ્ગજો ઉપરાંત, BCCIના સચિવ જય શાહ અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ પૂજા કરનારાઓમાં સામેલ હતા. બધાએ ભગવાન ભોલેનાથની પૂજા કરી. વારાણસીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ 450 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યું છે, જેમાંથી 330 કરોડ રૂપિયા BCCI આપવાનું છે, જ્યારે 120 કરોડ રૂપિયા યુપી સરકાર આપશે. આ સ્ટેડિયમની ખાસ વાત એ હશે કે તેની ડિઝાઇન ભગવાન શિવની થીમ પર આધારિત હશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">