Vinod Kambli: બેરોજગારનો સામનો કરી રહેલા પૂર્વ ક્રિકેટરે કહ્યું, સચિન તેંડુલકર બધું જાણે છે

સચિન તેંડુલકરનો બાળપણનો મિત્ર વિનોદ કાંબલી હાલમાં બેરોજગાર છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરે પોતાની ખરાબ આર્થિક સ્થિતિ વિશે પણ જણાવ્યું છે.

Vinod Kambli: બેરોજગારનો સામનો કરી રહેલા પૂર્વ ક્રિકેટરે કહ્યું, સચિન તેંડુલકર બધું જાણે છે
સચિન તેંડુલકરImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 4:37 PM

Vinod Kambli: એક સમયે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રહી ચૂકેલા વિનોદ કાંબલી (Vinod Kambli) હાલના દિવસોમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. 50 વર્ષીય વિનોદ કાંબલી કામની શોધમાં છે અને તેણે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (Mumbai Cricket Association)નો સંપર્ક પણ કર્યો છે. વિનોદ કાંબલીનું કહેવું છે કે તેનો મિત્ર સચિન તેંડુલકર (Sachin Tendulkar) તેના વિશે બધું જ જાણે છે. હાલમાં વિનોદ કાંબલી પાસે કોઈ જ કામ નથી. ક્રિકેટરે સચિન સાથે મળી 664 રનની ભાગેદારી નોંધાવી હતી અને એકલાએ 349 રન કર્યા હતા. આજે આ ક્રિકેટર બેરોજગાર છે.

વિનોદ કાંબલીએ મિડ ડેના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, હાલમાં તે બેરોજગાર છે. તેનો પરિવાર બીસીસીઆઈના પેન્શનથી ચાલી રહ્યું છે. કાંબલીએ કહ્યું કે, તેમનું પેન્શન 30 હજાર રુપિયા મહિનાનું છે આનાથી તેના પરિવારનું પેટ ભરે છે.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

વિનોદ કાંબલી સચિનની એકેડમીમાં કોચિંગ આપે છે

વિનોદ કાંબલીએ જણાવ્યું કે, તે સચિન તેંડુલકરના એકેડમીમાં મેન્ટર હતા. તેણે કહ્યું હું સવારે 5 વાગે ઉઠું છુ ત્યારબાદ ડીવાઈ પાટિલ સ્ટેડિય કેબ કરતો હતો. ત્યાં બીકેસી ગ્રાઉન્ડમાં રાત સુધી કોચિંગ આપતો હતો, આ મારા માટે ખુબ થાકી જનારું શેડ્યુલ હતુ. હું એક રિટાર્યડ ક્રિકેટર છું અને હવે હું સંપુર્ણ બીસીસીઆઈના પેન્શન પર નિર્ભર છું.

સચિનને મારી હાલત વિશે ખબર છે: કાંબલી

વિનોદ કાંબલીએ જણાવ્યું કે, સચિનને તેની હાલત વિશે ખબર છે. કાંબલીએ કહ્યું સચિન બધું જાણે છે પરંતુ હું તેના પર કોઈ આશા રાખતો નથી. તેણે મને તેંડુલકર મિડલસેક્સ ગ્લોબલ એકેડમીમાં કામ આપ્યું અને હું તેની સાથે ખૂબ જ ખુશ હતો. તે મારો ખૂબ સારો મિત્ર છે. તે હંમેશા મારી પડખે રહ્યો છે.

કાંબલીએ કહ્યું એ એવું કામ ઈચ્છે છે જેમાં તે યુવા ખેલાડીઓની મદદ કરી શકે. હું જાણું છુ કે,અમોલ મજૂમદાર મુંબઈના હેડ કોચ છે પરંતુ જ્યાં મારી જરુરત હશે, ત્યાં હું હાજર રહીશ. તમને જણાવી દઈએ કે, વિનોદ કાંબલીએ ભારત માટે 104 વનડે, 17 ટેસ્ટ મેચ રમી છે. તેના નામે 3561 ઈન્ટરનેશનલ રન છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">