SA vs BAN, 2nd Test: બાંગ્લાદેશને મોટો ફટકો, Shakib Al Hasan ટેસ્ટ સીરિઝમાંથી આઉટ
SA vs BAN, બીજી ટેસ્ટ: બાંગ્લાદેશે મોટો અપસેટ સર્જીને દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી 2-1થી જીતી લીધી. હવે ટીમની નજર ટેસ્ટ શ્રેણી પર છે.
બાંગ્લાદેશ (Bangladesh Cricket) અને દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) વચ્ચે બીજી ટેસ્ટ મેચ 8 એપ્રિલથી શરૂ થશે. જેના કારણે બાંગ્લાદેશને મોટો ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના મુખ્ય પસંદગીકાર મિન્હાજુલ આબેદિને શુક્રવારે પુષ્ટિ કરી હતી કે બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન (Shakib Al Hasan) ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં. 35 વર્ષીય ખેલાડી શાકિબ અલ હસને પારિવારિક સમસ્યાઓના કારણે ત્રીજી ODI પછી દક્ષિણ આફ્રિકાથી ઘરે પરત ફરવાની ફરજ પડી હતી. જોકે, બીસીબીને આશા હતી કે ક્રિકેટર શાકિબ અલ હસન દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાકિબ અલ હસન શુક્રવારે અમેરિકા જશે.
મિન્હાજુલ આબેદીને ક્રિકબઝને કહ્યું, “તે (શાકિબ) દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ નહી રહે. તેણે અમને કહ્યું કે તે યુએસએ જશે કારણ કે તેને ત્યાં તેના પરિવારને જોવાની જરૂર છે.” અગાઉ, બાંગ્લાદેશના વન-ડે ટીમના સુકાની તમીમ ઈકબાલે દક્ષિણ આફ્રિકા સામે ઐતિહાસિક વન-ડે શ્રેણી જીત્યા બાદ પારિવારિક સમસ્યાઓ હોવા છતાં ટીમ સાથે હોવા બદલ શાકિબની પ્રશંસા કરી હતી.
સાઉથ આફ્રિકા vs બાંગ્લાદેશનો ટેસ્ટ કાર્યક્રમ
31 માર્ચ – 4 એપ્રિલઃ પહેલી ટેસ્ટ મેચ (હોલીવુડબેટ કિંગ્સમીડ, ડરબન) 8-12 એપ્રિલઃ બીજી ટેસ્ટ મેચ (સેન્ટ જોર્જ પાર્ક ક્રિકેટ ગ્રાઉન્ડ ગક્બેરહા)
શાકિબના ક્રિકેટ રેકોર્ડની પર એક નજર
બાંગ્લાદેશના સ્ટાર ઓલ રાઉન્ડર શાકિબ અલ હસન (Shakib Al Hasan) ના ક્રિકેટ રેકોર્ડની વાત કરીએ તો તેણે ત્યાર સુધી 59 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 4 હજારથી વધુ રન કર્યા છે. જ્યારે 218 વન-ડે મેચમાં 6660 રન કર્યા છે. તો બોલિંગની વાત કરીએ ત્યારે તેણે ટેસ્ટ અને વન-ડેમાં 200-200 થી વધુ વિકેટ ઝડપી ચુક્યો છે.
આ પણ વાંચો : IPL 2022: કિરોન પોલાર્ડે સિક્સ મારીને મુંબઈ ઈન્ડિયન્સની બસનો કાચ તોડી નાખ્યો, વાયરલ થઈ રહ્યો છે વીડિયો
આ પણ વાંચો : IPL 2022, PBKS v KKR: ઉમેશ યાદવના તરખાટ સામે પંજાબ ના ‘કિંગ્સ’ ઘૂંટણીયે, કોલકાતા સામે 137 રનમાં સમેટાયુ