RR vs DC Live Score Highlights, IPL 2022 : દિલ્હી કેપિટલ્સનો 8 વિકેટે રાજસ્થાન સામે વિજય, વોર્નરની અણનમ અડધી સદી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 11:18 PM

Rajasthan Royals vs Delhi Capitals Live Score Highlights in Gujarati: રાજસ્થાન અને દિલ્હી કેપિટલ્સની ટીમ બીજી વખત આમને-સામને છે. આ સિઝનમાં જ્યારે બંને પહેલીવાર ટકરાયા હતા ત્યારે જીત રાજસ્થાનની હતી.

RR vs DC Live Score Highlights, IPL 2022 : દિલ્હી કેપિટલ્સનો 8 વિકેટે રાજસ્થાન સામે વિજય, વોર્નરની અણનમ અડધી સદી
RR vs DC: મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડીયમમાં થશે ટક્કર

IPL 2022 માં આજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાઈ રહ્યા છે. બંને ટીમો પ્લેઓફની રેસમાં છે અને આજની મેચમાં જીત તેમની સ્થિતિ વધુ સુધારી શકે છે. રાજસ્થાન રોયલ્સની ટીમે 11 મેચમાં સાત જીત સાથે 14 પોઈન્ટ મેળવ્યા છે. આજની મેચમાં જીત સાથે, તે બીજા સ્થાને રહેલા લખનૌની નજીક જશે અને પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની નજીક જશે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સની ટીમ આજે જીત છતાં ટોપ ચારમાંથી બહાર રહેશે, પરંતુ તેના માટે રેસમાં ટકી રહેવા માટે આ જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે.

RR vs DC Playing XI, જુઓ

રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન-વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, રાસી વાન ડેર ડુસેન, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ સેન

દિલ્હી કેપિટલ્સ: ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), ડેવિડ વોર્નર, કેએસ ભરત, મિશેલ માર્શ, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, એનરિક નોરખિયા

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 11 May 2022 11:06 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: ઋષભ પંતે છગ્ગો ફટકાર્યો

    પંતે અંતમાં બે છગ્ગા ફટકારીને જીતને વધુ નજીક લાવી દીધી હતી.

  • 11 May 2022 11:04 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: મિશેલ માર્શની ઈનીંગ સમાપ્ત

    મિશેલ માર્શ આજે દિલ્હીના માટે હિરો સાબિત થયો છે. તેણે જ દિલ્હીને જીતની નજીર લાવીને મુક્યુ છે. 89 રનની ઈનીંગ રમીને તે પરત ફર્યો છે. દિલ્હીની આ બીજી વિકેટ છે.

  • 11 May 2022 11:01 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: બોલ્ટની મોંઘી ઓવર

    17મી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટને એક છગ્ગો અને 2 ચોગ્ગા સહવા પડ્યા હતા. મિશેલ માર્શે એક છગ્ગો અને ચોગ્ગો ફટકાર્યો હતો, જ્યારે વોર્નરે બાઉન્ડરી જમાવી હતી. આમ ઓવરમાં 15 રન બોલ્ટે ગુમાવ્યા હતા.

  • 11 May 2022 10:52 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: ચહલ પર વોર્નરના ચાર રન

    15મી ઓવર લઈને યુઝવન્દ્ર ચહલ આવ્યો હતો. આ ઓવરમાં તેણે 9 રન ગુમાવ્યા હતા. જેમાં તેણે એક બાઉન્ડરી પણ ગુમાવી હતી.

  • 11 May 2022 10:49 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: વોર્નરની બાઉન્ડરી

    14મી ઓવર લઈને કુલદીપ સેન આવ્યો હતો. તેની ઓવરના ત્રીજા બોલને ડેવિડ વોર્નરે એક્સ્ટ્રા કવર પર મોકલીને ચાર રન મેળવ્યા હતા. ઓવરમાં 7 રન મળ્યા હતા.

  • 11 May 2022 10:47 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: માર્શની બેક ટુ બેક બાઉન્ડરી

    13 મી ઓવરના ચોથા અને પાંચમા બોલને મિશેલ માર્શે બાઉન્ડરીની બહાર મોકલી દીધા હતા. રુમ બનાવીને માર્શે બોલને બેકવર્ડ પોઈન્ટ તરફ થી બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો. જ્યારે આગળના બોલને બેકવર્ડ સ્કેવર પર ચાર રન માટે મોકલ્યો હતો. ઓવરમાં 10 રન મળ્યા હતા.

  • 11 May 2022 10:33 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: માર્શે છગ્ગો જમાવ્યો

    મિશેલ માર્શે છગ્ગો જમાવી દીધો છે. તેણે 11મી ઓવરમાં બીજા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. યુઝવેન્દ્ર ચહલ આ ઓવર લઈને આવ્યો હતો. માર્શે આ સાથે જ પોતાની અડધી સદી પણ પુરુ કરી દીધી હતી. ઓવરમાં 9 રન આવ્યા હતા.

  • 11 May 2022 10:30 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: વોર્નરને જીવતદાન મળ્યુ

    યુઝવેન્દ્ર ચહલ નવમી ઓવરમાં આવ્યો અને તેણે 11 રન આપ્યા. ઓવરના બીજા બોલ પર વોર્નરે ડીપ સ્ક્વેર લેગ પર સિક્સર ફટકારી હતી. ઓવરના છેલ્લા બોલ પર વોર્નરને જીવનદાન મળ્યું હતું. બોલ સ્ટમ્પ સાથે અથડાયો અને બેલ્સની લાઈટો પણ ઝળહળી પણ પડી નહોતી.

  • 11 May 2022 10:19 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: ચહલ પર વોર્નરની સિક્સર

    ડેવિડ વોર્નરે 9મી ઓવરના બીજા બોલ પર છગ્ગો જમાવી દીધો હતો. ડીપ સ્કેવર લેગ પર તેણે આ છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 11 રન આપ્યા હતા.

  • 11 May 2022 10:17 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: કુલદીપ સેનની ખર્ચાળ ઓવર

    કુલદીપ સેને તેની પહેલી જ ઓવરમાં 16 રન આપ્યા હતા. ઓવરના ત્રીજા બોલ પર માર્શે કાઉ કોર્નર પર સિક્સર ફટકારી હતી. તે જ સમયે, તેણે પાંચમા બોલ પર વધુ એક છગ્ગો ફટકાર્યો. રાજસ્થાન માટે આ જોડીને તોડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે

  • 11 May 2022 10:17 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: પ્રસિદ્ધની મોંઘી ઓવર

    પ્રસિદ્ધ કૃષ્ણાંએ છઠ્ઠી ઓવરમાં 10 રન આપ્યા હતા. ઓવરના ત્રીજા બોલ પર મિશેલ માર્શે બેકવર્ડ સ્ક્વેર લેગ પર સિક્સર ફટકારી હતી. કૃષ્ણાની છેલ્લી ઓવર મેડન હતી.

  • 11 May 2022 09:58 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: બોલ્ટે 2 બાઉન્ડરી આપી

    ટ્રેન્ટ બોલ્ટ 5મી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરના પ્રથમ બોલ પર મિશેલ માર્શે ચોગ્ગો મેળવ્યો હતો. બાદમાં ડેવિડ વોર્નરે તેની પ્રથમ બાઉન્ડરી જમાવી હતી. આમ ઓવરમાં 2 વાઈડ બોલના એકસ્ટ્રા રન સાથે 12 રન મળ્યા હતા.

  • 11 May 2022 09:56 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: મિશેલની સિક્સર

    મિશેલ માર્શે છગ્ગો ફટકાર્યો હતો. ચોથી ઓવર લઈને આવેલા રવિચંદ્રન અશ્વિનના બોલ પર તેણે છ રન નોંધાવ્યા હતા. ઓવરમાં 11 રન મળ્યા હતા.

  • 11 May 2022 09:54 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: પ્રસિદ્ધની મેડન ઓવર

    કૃષ્ણાએ બીજી ઓવર નાખી જે વિકેટ મેડન હતી. આ ઓવરમાં મિચેલ માર્શ છ બોલમાં એક પણ રન બનાવી શક્યો નહોતો. જો રાજસ્થાન શરૂઆતમાં વિકેટ મેળવશે તો તે દિલ્હી પર દબાણ બનાવી શકશે

  • 11 May 2022 09:37 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: દિલ્હીને લાગ્યો પ્રથમ ઝટકો

    શ્રીકર ભરતે શૂન્ય રન પર જ વિકેટ ગુમાવી દીધી છે. ઓપનીંગ જોડી શૂન્ય પર જ તુટી ગઈ છે. ટ્રેન્ટ બોલ્ટે ભરતને વિકેટકીપર સંજુ સેમસના હાથમાં કેચ ઝડપાવી દીધો હતો. આમ દિલ્હીને શરુઆતે જ મુશ્કેલી આવી હતી.

  • 11 May 2022 09:36 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: દિલ્હીની બેટીંગ ઈનીંગ શરુ

    ડેવિડ વોર્નર અને શ્રીકર ભરત બંને ઓપનીંગ જોડી ક્રિઝ પર આવી છે. ટ્રેન્ટ બોલ્ટ ઈનીંગની પ્રથમ ઓવર લઈને આવ્યો છે. દિલ્હી સામે 161 રનનુ લક્ષ્ય છે.

  • 11 May 2022 09:35 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: રાજસ્થાને 160 રન બનાવ્યા

    રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલા આર અશ્વિને 50 રન બનાવ્યા હતા જ્યારે પડિકલે 48 રનની મહત્વની ઇનિંગ રમી હતી. આ સિવાય યશસ્વી જયસ્વાલે 19 રન બનાવ્યા હતા.

  • 11 May 2022 09:14 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: પડિકલ આઉટ

    પડિકલ 48 રન નોંધાવી ને પરત ફર્યો છે. તે એનરિક નોરખિયાનો શિકાર થયો હતો. તેનો કેચ નાગરકોટીએ ઝડપ્યો હતો.

  • 11 May 2022 09:07 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: ચેતન સાકરિયાએ પરાગનો કર્યો શિકાર

    રિયાન પરાગ પણ સસ્તામાં પરત ફર્યો છે. ચેતન સાકરિયાએ તેને પરત કરી દીધો હતો. પરાગ 9 રન બનાવીને આઉટ થયો હતો. ચેતને તેને રોવમેન પોવેલના હાથમાં કેચ ઝડપાવ્યો હતો.

  • 11 May 2022 09:06 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: રિયાન પરાગે છગ્ગો ફટકાર્યો

    17મી ઓવર લઈને આવેલા નોરખિયાની ઓવરમાં ક્રિઝ પર આવેલા રિયાન પરાગે તેના ત્રીજા અને ઓવરના ચોથા બોલ પર છગ્ગો ફટર્યો હતો. 92 મીટર લાંબો છગ્ગો ડીપ બેકવર્ડ સ્કેવર લેગ પર ફટકાર્યો હતો. ઓવરના અંતમાં પડિકલે બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 14 રન મળ્યા હતા.

  • 11 May 2022 08:58 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: સંજુ સેમસન આઉટ

    એનરિક નોરખિયાએ રાજસ્થાનના કેપ્ટનને આઉટ કર્યો હતો. 17મી ઓવરના પહેલા બોલ પર સંજુ સેમસને મિડ-વિકેટ પર બોલ રમ્યો પરંતુ તે ઇચ્છતો હતો તેમ બન્યું નહીં. તેણે ચાર બોલમાં છ રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં બાઉન્ડ્રી ફટકારી હતી

  • 11 May 2022 08:56 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: ઠાકુરે બે બાઉન્ડરી સહન કરી

    16મી ઓવર લઈને શાર્દુલ ઠાકુર આવ્યો હતો. ઓવરમા તેણે પહેલા સંજુ સેમસન અને બાદમાં પડિકલના બેટથી એમ બે વારાફરતી બાઉન્ડરીનો માર સહવો પડ્યો હતો. ઓવરમાં 9 રન ગુમાવ્યા હતા.

  • 11 May 2022 08:51 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: પડિકલની બેક ટુ બેક બાઉન્ડરી

    15 મી ઓવર લઈને આવેલા મિશેલ માર્શને બે બાઉન્ડરી ફટકારી હતી. ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર બાઉન્ડરી નોંધાવી હતી. ઓવરમાં રાજસ્થાને અશ્વિનની વિકેટ ગુમાવી હતી. ઓવરમાં 9 રન મળ્યા હતા.

  • 11 May 2022 08:47 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: અશ્વિન આઉટ

    અશ્વિને શાનદાર અડધી સદી ફટકાર્યા બાદ વિકેટ ગુમાવી દીધી છે. તેણે 38 બોલની ઈનીંગમાં પુરા 50 રન કર્યા હતા. પરંતુ ત્યાર બાદ તે મિશેલ માર્શનો શિકાર બન્યો હતો. તે ડેવિડ વોર્નરના હાથમાં કેચ આઉટ થયો હતો.

  • 11 May 2022 08:44 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: અશ્વિનની પ્રથમ T20 અડધી સદી

    રવિચંદ્રન અશ્વિને તેની ટી20 કરિયરની પ્રથમ અડધી સદી નોંધાવી છે. 37 બોલમાં ફીફટી નોંધાવી હતી. જે દરમિયાન તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગા જમાવ્યા હતા. 14મી ઓવરમાં ફીફટી પુરી કરવા અગાઉ તેણે ત્રીજા બોલ પર પણ ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 10 રન મેળવ્યા હતા.

  • 11 May 2022 08:37 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: પડિકલે રિવર્સ સ્વિપ છગ્ગો ફટકાર્યો

    13મી ઓવરમાં દેવદત્ત પડિકલે અક્ષર પટેલની ઓવરમાં એક બાદ એક બે સળંગ છગ્ગા જમાવ્યા હતાય ઓવરના ચોથા બોલ પર રિવર્સ સ્વિપ શોટ લગાવી શાનદાર છગ્ગો જમાવી દીધો હતો. ત્યાર બાદ લોંગ ઓફ પર વધુ એક છગ્ગો ફટકાર્યો હતો. જે 89 મીટર લાંબો હતો. ઓવરમાં 14 રન આવ્યા હતા.

  • 11 May 2022 08:31 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: અશ્વીનને જમાવ્યો છગ્ગો

    અશ્વિને વધુ એક છગ્ગો જમાવી દીધો છે. તેણે 12મી ઓવરના પાંચમાં બોલ પર આ છગ્ગો ફટકાર્યો હતો. કુલદીપ યાદવ આ ઓવર લઈને આવ્યો હતો. જેની પર લોંગ ઓફ પર 87 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 11 રન આવ્યા હતા.

  • 11 May 2022 08:30 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: રાજસ્થાને 10 ઓવરમાં 68 રન બનાવ્યા

    કુલદીપ યાદવે 10મી ઓવરમાં ચાર રન આપ્યા હતા. ઓવરના છેલ્લા બોલ પર કુલદીપે એલબીડબ્લ્યુની અપીલ કરી હતી પરંતુ કેપ્ટન પંત તૈયાર નહોતો. રાજસ્થાને 10 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 68 રન બનાવ્યા હતા.

  • 11 May 2022 08:29 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: પડિકલે બે ચોગ્ગા ફટકાર્યા

    પડિકલે ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. તે જ સમયે, ઓવરના પાંચમા બોલ પર, તેણે ફાઇન લેગ પર બીજો ચોગ્ગો માર્યો. આ ઓવરમાં મિશેલ માર્શે 10 રન આપ્યા હતા.

  • 11 May 2022 08:12 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: જયસ્વાલ આઉટ

    યશસ્વી જયસ્વાલ 19 રન બનાવીને પરત ફર્યો છે. મિશેલ માર્શે તેનો શિકાર કર્યો હતો. જયસ્વાલ લલિત યાદવના હાથમાં તે ડીપ સ્કેવર લેગમાં કેચ ઝડપાયો હતો.

  • 11 May 2022 08:01 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: અશ્વિન રંગમાં, જમાવી સિક્સર

    અશ્વિને બેટ ખોલીને રંગ જમાવી દીધો છે. આગળની ઓવરમાં 2 બાઉન્ડરી ફટકારી દીધા બાદ ઓવરમાં ત્રીજા બોલ પર ઓફ સાઈડમાં બાઉન્ડરી ફટકારી હતી. બાદમાં ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. આમ અક્ષર પટેલની ઓવરમાં 11 રન આવ્યા હતા.

  • 11 May 2022 08:01 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: રવિચંદ્રન અશ્વિનની 2 બાઉન્ડરી

    અશ્વિને પાંચમી ઓવરમાં બે ચોગ્ગા જમાવી દીધા હતા. શાર્દૂલ ઠાકુર આ ઓવર લઈને આવ્યો હતો. તેમે બીજા બોલ પર મીડ વિકેટ પરથી પહેલી બાઉન્ડરી જમાવી હતી. જ્યારે ચોથા બોલ પર એક્સ્ટ્રા કવર પર બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 9 રન મળ્યા હતા.

  • 11 May 2022 07:58 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: નોરખીયાની મોંઘી ઓવર

    નોરખિયા ચોથી ઓવર નાખવા આવ્યો અને તેણે 12 રન આપ્યા. જયસ્વાલે મિડ-ઓફમાં ઓવરનો પહેલો બોલ રમ્યો અને ચોગ્ગો ફટકાર્યો. ઓવરના છેલ્લા બોલ પર તેણે થર્ડ મેન પર સિક્સર ફટકારી હતી. રાજસ્થાનની દૃષ્ટિએ આ પહેલી સારી ઓવર હતી.

  • 11 May 2022 07:46 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: જોસ બટલર સસ્તામાં પરત ફર્યો

  • 11 May 2022 07:40 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: બટલરે બાઉન્ડરી ફટકારી

    આજની મેચના પ્રથમ બાઉન્ડરી. જોસ બટલરે એનિરક નોર્ખિયાનુ સ્વાગત બાઉન્ડરી વડે કર્યુ હતુ. તે બીજી ઓવર લઈને આવ્યો હતો. જેના બોલ પર બટલરે ચાર રન મેળવ્યા હતા. 143 પ્રતિકલાકની ગતિએ નાંખેલો બોલ લો ફુલ ટોસ હતો. બીજી ઓવરમાં રાજસ્થાનને 5 રન મળ્યા હતા.

  • 11 May 2022 07:36 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: રાજસ્થાનની બેટીંગ શરુ

    જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ બંને ઓપનીંગ જોડી તરીકે ક્રિઝ પર આવ્યા છે. બંનેએ સિંગલ-સિંગલ રન વડે પ્રથમ ઓવરને પસાર કરી હતી. પ્રથમ ઓવર લઈને ચેતન સાકરીયા આવ્યો હતો. તેણે 5 રન પ્રથમ ઓવરમાં આવ્યા હતા.

  • 11 May 2022 07:24 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: દિલ્હીની પ્લેઈંગ ઈલેવન

    દિલ્હી કેપિટલ્સ: ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), ડેવિડ વોર્નર, કેએસ ભરત, મિશેલ માર્શ, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, એનરિક નોરખિયા

  • 11 May 2022 07:23 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: રાજસ્થાનની પ્લેઈંગ ઈલેવન

    રાજસ્થાન રોયલ્સ ટીમમાં શિમરોન હેટમાયરની જગ્યાએ વેન ડેર ડ્યુસેનનો સમાવેશ કરવામાં આવ્યો છે

    રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન-વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, રાસી વાન ડેર ડુસેન, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ સેન

  • 11 May 2022 07:06 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: દિલ્હીએ ટોસ જીત્યો, રાજસ્થાનની પ્રથમ બેટીંગ

    દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેણે આગળ કહ્યું, 'અમે પહેલા બેટિંગ કરીશું. વિકેટ એકદમ સૂકી છે, અહીં પછી ઝાકળ પડશે. અમે આનો લાભ લેવા માંગીએ છીએ.

  • 11 May 2022 07:04 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: છેલ્લી મેચમાં વિવાદ થયો હતો

    આ સિઝનની 34મી મેચમાં દિલ્હી અને રાજસ્થાનનો સામનો થયો હતો જ્યાં રનોનો વરસાદ થઈ રહ્યો હતો. તે મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં બે વિકેટે 222 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 207 રન જ બનાવી શકી હતી. જોકે, મેચની છેલ્લી ઓવરમાં નો બોલને લઈને ભારે હોબાળો થયો હતો.

  • 11 May 2022 07:03 PM (IST)

    Rajasthan vs Delhi, LIVE Score: દિલ્હી અને રાજસ્થાન વચ્ચે ટક્કર

    દિલ્હી કેપિટલ્સ ટીમ આજે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. આ સિઝનમાં બંને ટીમો બીજી વખત આમને-સામને છે

Published On - May 11,2022 6:47 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">