RCB vs MI Cricket Highlights Score, IPL 2022 : બેંગ્લોરની જીતની હેટ્રિક, મુંબઈની સતત ચોથી હાર, અનુજના આક્રમક 66 અને કોહલીના 48 રન.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 11:27 PM

IPL 2022 : અનુજ (66 રન) અને વિરાટ કોહલી ( 48 રન) ની શાનદાર ઇનિંગને પગલે બેંગ્લોરને મુંબઈ ટીમને 7 વિકેટે હરાવીને લીગમાં સતત ત્રીજી જીત મેળવી હતી.

RCB vs MI Cricket Highlights Score, IPL 2022 : બેંગ્લોરની જીતની હેટ્રિક, મુંબઈની સતત ચોથી હાર, અનુજના આક્રમક 66 અને કોહલીના 48 રન.
RCB vs MI IPL 2022

IPL 2022 માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વચ્ચે મેચ છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ લીગમાં હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. જ્યારે બેંગ્લોરની ટીમ અત્યાર સુધી કુલ ત્રણ મેચમાંથી પહેલી મેચ હારી ચુકી હતી અને ત્યાર બાદની બંને મેચમાં જીત મેળવી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Apr 2022 11:24 PM (IST)

    Bangalore vs Mumbai Match : બેંગ્લોરની શાનદાર જીત

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર પ્રદર્શન કરતા મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું. મુંબઈ ટીમની આ સતત ચોથી હાર હતી જ્યારે બેંગ્લરો ટીમની આ સતત ત્રીજી જીત હતી.

  • 09 Apr 2022 11:13 PM (IST)

    Bangalore vs Mumbai Match : બેંગ્લોરનો મોટો ઝટકો

    શાનદાર બેટિંગ કરી રહેલ અનુજ રાવત રન આઉટ થઇ ગયો છે. તેણે 47 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી આક્રમક 66 રન બનાવ્યા હતા.

  • 09 Apr 2022 11:12 PM (IST)

    Bangalore vs Mumbai Match : અનુજનો વધુ એક છગ્ગો

    અનુજ રાવતે આજે પોતાની શાનદાર બેટિંગ બતાવી છે અને ખાસ કરીને સિક્સ ફટકારવામાં તે એકદમ જબરદસ્ત દેખાઈ રહ્યો છે. આ વખતે અનુજે જયદેવ ઉનડકટની ઓવરના બીજા બોલ પર સ્ટેપ્સનો ઉપયોગ કર્યો અને બોલને ડીપ મિડવિકેટની બહાર મોકલી દીધો. અનુજની આ છઠ્ઠી સિક્સર છે.

  • 09 Apr 2022 10:45 PM (IST)

    Bangalore vs Mumbai Match : અનુજ રાવતનો શાનદાર છગ્ગો

    કોહલી બાદ અનુજ રાવતે પણ ફ્લિકની અજાયબી બતાવી. અનુજની કલાત્મક શૈલીથી થમ્પીની ઓવરનો પાંચમો બોલ ફ્લિક કર્યો અને ડીપ સ્ક્વેર લેગ પર સિક્સર ફટકારી. આ તેનો ચોથો છગ્ગો હતો.

  • 09 Apr 2022 10:28 PM (IST)

    Bangalore vs Mumbai Match : મુંબઈને પહેલી સફળતા મળી

    બેંગ્લોરને પહેલો ઝટકો લાગ્યો છે. સુકાની ફાફ ડુ પ્લેસિસ આઉટ થઇ ગયો. જયદેવ ઉનડકટે તેની બીજી ઓવરમાં પ્રથમ સફળતા મેળવી છે. ડુ પ્લેસિસે ઉનડકટની ઓવરનો પહેલો જ બોલ પર આઉટ થયો હતો.

  • 09 Apr 2022 10:06 PM (IST)

    Bangalore vs Mumbai Match : બસીલ થંપીની વધુ એક સારી ઓવર

    બસિલ થમ્પીએ સળંગ 2 સારી ઓવર લઈને મુંબઈને મેચમાં સારી શરૂઆત અપાવી છે. ચોથી ઓવરમાં બોલિંગ પર પાછા ફરતા થમ્પીએ ગતિ અને લેન્થનો સારો ઉપયોગ કર્યો અને ડુપ્લેસીસ અને અનુજને સ્ટમ્પની રેખાથી ભટક્યા વિના બાંધી રાખ્યા. બીજી સારી ઓવર, જેમાંથી માત્ર 5 રન આવ્યા.

  • 09 Apr 2022 09:26 PM (IST)

    Bangalore vs Mumbai Match : મુંબઈએ 151 રન કર્યા

    બેંગ્લોર સામે મુંબઈએ શરૂઆતના ધબડકા બાદ સુર્યકુમારે બાજી સંભાળી હતી અને ટીમનો 151 ના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. આમ બેંગ્લોરને જીતવા માટે 152 રનનો લક્ષ્યાંક આપ્યો. સુર્ય કુમારે 37 બોલમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી આક્રમક 68* રનની ઇનિંગ રમી હતી.

  • 09 Apr 2022 09:20 PM (IST)

    Bangalore vs Mumbai Match : સુર્યકુમારની અડધી સદી પુરી

    સૂર્યકુમાર યાદવે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી. મુંબઈના આ ધાકડ બેટ્સમેને સિરાજની ઓવરને લોંગ ઓન પર જબરદસ્ત છગ્ગો ફટકાર્યા બાદ પછીના બોલ પર એક રન લેતાની સાથે તેની અડધી સદી પૂરી કરી. સૂર્યાએ માત્ર 32 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.

  • 09 Apr 2022 09:09 PM (IST)

    Bangalore vs Mumbai Match : સુર્યકુમાર યાદવનો વધુ એક છગ્ગો

    સૂર્યકુમાર યાદવે મુંબઈ ટીમને વધુ સારી સ્થિતિમાં મુકી છે અને તે સતત ગતિ વધારી રહ્યો છે. તેણે હસરાંગાના બોલ પર બેક ફૂટ પર જબરદસ્ત સ્લોગ સ્વીપ રમ્યો અને બોલને બાઉન્ડ્રીની બહારના સ્ટેન્ડમાં ખૂબ દૂર ધકેલ્યો. આ સાથે મુંબઈના 100 રન પણ પૂરા થઈ ગયા છે.

  • 09 Apr 2022 08:58 PM (IST)

    Bangalore vs Mumbai Match : સુર્ય કુમારનો શાનદાર છગ્ગો

    મુંબઈને સન્માનજનક સ્કોર સુધી લઈ જવા માટે સૂર્યકુમાર પર જવાબદારી છે અને તે અત્યારે સારું રમી રહ્યો છે. 15મી ઓવરમાં શાહબાઝ અહેમદની ઓવરના ત્રીજા બોલ પર સૂર્યાએ સ્ટેપ્સનો ઉપયોગ કર્યો અને ઇનસાઇડ-આઉટ શોટ રમ્યો અને બોલને 6 રનમાં મોકલ્યો.

  • 09 Apr 2022 08:49 PM (IST)

    Bangalore vs Mumbai Match : સુર્યકુમાર યાદવનો ચોગ્ગો

    લાંબા સમય બાદ મુંબઈને બાઉન્ડ્રી મળી છે અને તે ટીમના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન સૂર્યકુમાર યાદવના બેટમાંથી આવી છે. સૂર્યકુમારે તેની સામે 3 વિકેટો પડતી જોઈ છે અને આવી સ્થિતિમાં તેના પર મોટી જવાબદારી છે. સૂર્યાએ આકાશના છેલ્લા બોલ પર કવરના ઉપરથી 4 રન માટે મોકલ્યો. આ સાથે, આકાશનો ખૂબ જ સફળ સ્પેલ સમાપ્ત થયો. જેમાં તેને 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 1 વિકેટ મળી. 1 ઓવર મેડન પણ હતી.

  • 09 Apr 2022 08:33 PM (IST)

    Bangalore vs Mumbai Match : પાંચમી વિકેટ પડી

    મુંબઈના સ્ટાર કેરોન પોલાર્ડ પહેલા બોલ પર જ આઉટ થઇ ગયો. હસરંગાની ઓવરમાં પહેલા જ બોલ પર LBW આઉટ થતાં મુંબઈની અડધી ટીમ 62 રનના સ્કોર પર આઉટ થઇ ગઇ હતી.

  • 09 Apr 2022 08:28 PM (IST)

    Bangalore vs Mumbai Match : ત્રીજી વિકેટ પડી

    ઇશાન કિશન 26 રન બનાવી આઉટ થયો. આકાશ દીપે ઝડપી વિકેટ.

  • 09 Apr 2022 08:11 PM (IST)

    Bangalore vs Mumbai Match : સુકાની આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝટકો લાગ્યો છે અને કેપ્ટન રોહિત શર્મા પેવેલિયન પરત ફર્યો. બેંગ્લોરને અંતે સફળતા મળી અને તે છેલ્લી સિઝનના પર્પલ કેપ વિજેતા હર્ષલ પટેલ દ્વારા કરવામાં આવી. તેની પહેલી જ ઓવરમાં હર્ષલે ગતિમાં ફેરફાર કરીને રોહિતને દંગ કરી દીધો અને બેંગ્લોરના કેપ્ટને બોલરને એક સરળ કેચ આપ્યો. હર્ષલે પણ કોઈ ભૂલ ન કરી અને સારી લયમાં દેખાતા રોહિતની ઇનિંગ્સનો અંત આણ્યો.

  • 09 Apr 2022 07:29 PM (IST)

    Bangalore vs Mumbai Match : મુંબઈ ટીમની પ્લેઇંગ XI

    મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા (સુકાની), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ડેવાલ્ડ બ્રેવિસ, કિરોન પોલાર્ડ, રમનદીપ સિંહ, જયદેવ ઉનડકટ, મુરુગન અશ્વિન, બાસિલ થમ્પી અને જસપ્રિત બુમરાહ.

  • 09 Apr 2022 07:17 PM (IST)

    Bangalore vs Mumbai Match : બેંગ્લોરની પ્લેઇંગ XI

    બેંગ્લોર ટીમની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છેઃ ફાફ ડુ પ્લેસિસ (સુકાની), અનુજ રાવત, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ડેવિડ વિલી, શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.

  • 09 Apr 2022 07:14 PM (IST)

    Bangalore vs Mumbai Match : બેંગ્લોર ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

Published On - Apr 09,2022 7:10 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">