RCB vs GT IPL Match Result: ગુજરાત ટાઈટન્સનો બેંગ્લોર સામે 6 વિકેટ વિજય, વિરાટ કોહલીની અડધી સદી એળે ગઈ

Royal Challengers Bangalore vs Gujarat Titans IPL Match Result: વિરાટ કોહલીએ આજે સારુ પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી, જોકે ગુજરાત ટાઈટન્સની ટીમે 6 વિકેટે જીત મેળવી લેતા તેની અડધી સદી એળે ગઈ હતી.

RCB vs GT IPL Match Result: ગુજરાત ટાઈટન્સનો બેંગ્લોર સામે 6 વિકેટ વિજય, વિરાટ કોહલીની અડધી સદી એળે ગઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 7:59 PM

IPL 2022 માં આજે શનિવારે ડબલ હેડર દિવસ છે, જેની પ્રથમ મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાત ટાઈટન્સ ટીમે 6 વિકેટે મેચને જીતી લીધી હતી. બેંગ્લોરે પ્રથમ બેટીંગ કરતા 170 રનનો સ્કોર 6 વિકેટે ખડક્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. જવાબમાં ગુજરાત ટીમના બેટ્સમેનોએ પણ મક્કમતા પુર્વક લક્ષ્યનો પિછો કરીને અંતિમ ઓવરમાં જીત મેળવી હતી.

રિદ્ધીમાન સાહા અને શુભમન ગિલે પ્રથમ વિકેટની ભાગીદારી રમત અડધી સદી સાથે કરી હતી. જોકે સાહાનો શિકાર હસારંગાએ કર્યો હતો. જોકે સાહાએ 22 બોલમાં 29 રન સાથે સારી શરુઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. ગિલે 28 બોલમાં 31 રન કર્યા હતા. તેણે એક છગ્ગો ફટકાર્યો હતો.

ત્યાર બાદ સાંઈ સુદર્શને 14 બોલનો સામનો કરીને 20 રન ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યાએ ફરી એકવાર આજે સસ્તામાં વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે માત્ર 3 રન જ કર્યા હતા. આમ 4 વિકેટ 95 રનના સ્કોર પર ગુજરાતે ગુમાવી દીધી હતી. આમ મેચ એક સમયે રોમાંચક તબક્કા તરફ આગળ વધી હતી, પરંતુ તેવટીયા અને મિલરે મહત્વની ભૂમિકા ટીમ માટે નિભાવી હતી.

આજનું રાશિફળ તારીખ 14-09-2024
આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી
કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે
ભારતના નથી તો બટેટા આવ્યા ક્યાંથી ?
સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીનો બોલિવુડમાં છે દબદબો

ડેવિડ મિલર અને રાહુલ તેવટીયા બંનેએ મેચને ગુજરાત ટાઈટન્સની બનાવી રાખવા માટેનો સફળ પ્રયાસ કરી બંને અંત સુધી ક્રિઝ પર રહ્યા હતા. બંનેએ આક્રમક અંદાજ વડે રમત રમીને બોલ અને રન વચ્ચેના અંતરને ઘટાડીને જીતને નજીક લાવી દીધી હતી. મિલરે 24 બોલમાં 39 રન નોંધાવ્યા હતા. જ્યારે રાહુલે 25 બોલમાં 43 રન કર્યા હતા.

બેંગ્લોરે ટોસ જીતીને બેટિંગ કરવી ભારે પડી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને તેના નિર્ણયને ટીમે ઢાંકી દીધો. કેપ્ટન સાહેબ બીજી ઓવરમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયા. પરંતુ આ પછી વિરાટ કોહલી અને રજત પાટીદારે શાનદાર બેટિંગ કરીને ટીમને સંભાળી હતી. વિરાટ કોહલી ધીમો દેખાતો હતો પરંતુ તે આવતાની સાથે જ પાટીદારે તેના સ્ટ્રોક લગાવ્યા હતા. બંને વચ્ચે 74 બોલમાં 97 રનની ભાગીદારી થઈ હતી. વિરાટ કોહલીએ સિઝનની પ્રથમ અડધી સદી ફટકારી હતી પરંતુ તે ખૂબ જ ધીમી હતી. તેના બેટમાંથી 45 બોલમાં અડધી સદી ફટકારી હતી. બીજી તરફ પાટીદારે 29 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જોકે, આ બંને ખેલાડીઓ અડધી સદી ફટકારીને આઉટ થઈ ગયા હતા. મિલરે 18 બોલમાં 33 રન બનાવ્યા અને કોઈક રીતે આરસીબીને 170 રન સુધી લઈ ગયા.

આ પણ વાંચો : Rohit Sharma Birthday: રોહિત શર્મા ગરીબીમાં ઉછર્યો હતો, આ માણસે તેની જીંદગી બદલી નાંખી, હિટમેનના ‘મસીહા’ ની કહાની

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીને 4 વર્ષ સુધી તક માટે તરસાવી દીધો, હવે લખનૌમાં મોકો મળતા જ છવાઈ જવા લાગ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
g clip-path="url(#clip0_868_265)">