AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: રોહિત બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને આપશે તક, આ હશે બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11!

ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023માં તેની અત્યાર સુધીની ત્રણેય મેચો જીતી છે. હવે ટીમ ઈન્ડિયાની નજર સતત ચોથી જીત હાંસલ કરવા પર છે અને સામે બાંગ્લાદેશની ટીમ છે. રોહિત શર્મા આ ટીમ સામે જીતવા માટે થોડો ફેરફાર કરે તો નવાઈ નહીં. જેમાં તે બેન્ચ સ્ટ્રેન્થ ચેક કરવા પ્રયાસ કરશે અને સૂર્યકુમાર યાદવ અને મહોમ્મદ શમીને પ્લેઈંગ 11માં તક આપી શકે છે.

IND vs BAN: રોહિત બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને આપશે તક, આ હશે બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11!
Shami, Rohit, Suryakumar
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2023 | 1:15 PM
Share

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારતીય ક્રિકેટ ટીમની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાનને હરાવી ટીમ ઈન્ડિયા (Team India) બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે અને સતત ચોથી મેચમાં જીત મેળવવા પ્રયાસ કરશે. પૂણેમાં બાંગ્લાદેશ (Bangladesh) સામે રોહિત બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને તક આપશે.

સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ 11 મેદાનમાં ઉતાર્યું

પ્રથમ ત્રણ મેચમાં ટીમ ઈન્ડિયાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ-11 મેદાનમાં ઉતાર્યું હતું. આ ટીમે ભારતને નિરાશ ન કર્યું અને ટીમને ત્રણ મેચમાં જીત અપાવી. હવે બાંગ્લાદેશ સામેની ચોથી મેચમાં રોહિત પોતાના બાકી રહેલા ખેલાડીઓને તક આપી શકે છે. કારણ કે બાંગ્લાદેશ બહુ મજબૂત ટીમ નથી. અલબત્ત આ ટીમ પહેલા પણ ભારતને હરાવી ચૂકી છે પરંતુ બાંગ્લાદેશ માટે ટીમ ઈન્ડિયાને ભારતમાં હરાવવું લગભગ અશક્ય છે.

શમી-સૂર્યકુમારને મળશે તક?

આ મેચમાં રોહિત પોતાના પ્લેઈંગ-11માં બે ફેરફાર કરી શકે છે. મોહમ્મદ શમી આ વર્લ્ડ કપમાં હજુ સુધી એક પણ મેચ રમ્યો નથી. પુણેમાં બાંગ્લાદેશ સામે તેને તક મળી શકે છે. તે શાર્દુલ ઠાકુરની જગ્યાએ ટીમમાં આવી શકે છે. જો શમીને તક મળે છે તો તે તેના માટે પણ સારું રહેશે. તે લયમાં આવી શકશે, નહીંતર જો મોટી મેચમાં તેની જરૂર પડશે તો મેદાન પર આવીને તેની સંપૂર્ણ લય પાછી મેળવવી સરળ નથી.

સૂર્યકુમાર યાદવને બેટિંગમાં તક મળી શકે છે. તે શ્રેયસ અય્યરના સ્થાને ટીમમાં આવી શકે છે. અય્યરે પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી. તેને આરામ આપવામાં આવી શકે છે અને પ્લેઈંગ-11માં તેની જગ્યાએ સૂર્યકુમાર જોવા મળી શકે છે.

આ પણ વાંચો : Virat Kohli : કોહલીની 7, 77 અને 26000ની ટ્રીક બાંગ્લાદેશને નુકસાન પહોંચાડશે, ભારતમાં આવું પહેલીવાર થશે

ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશને હળવાશથી નહીં લે

જોકે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે. બાંગ્લાદેશ જ્યારે તેમનો દિવસ હોય ત્યારે કોઈપણ ટીમને હરાવી શકે છે. આ બાંગ્લાદેશની ટીમમાં ઉલટફેર કરવાની ક્ષમતા છે અને તેથી જ કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પ્લેઈંગ 11માં વધુ પ્રયોગ કરવાનું ટાળશે. પરંતુ બેન્ચ સ્ટ્રેન્થને તક આપવા માટે કેટલાક ફેરફારોની શક્યતા છે.

ટીમ ઈન્ડિયાના સંભવિત પ્લેઈંગ 11:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">