Virat Kohli : કોહલીની 7, 77 અને 26000ની ટ્રીક બાંગ્લાદેશને નુકસાન પહોંચાડશે, ભારતમાં આવું પહેલીવાર થશે
વિરાટ કોહલી વર્લ્ડ કપમાં શાનદાર ક્રિકેટ રમી રહ્યો છે. હવે સામે બાંગ્લાદેશ છે, જે વિરાટના મનપસંદ હરીફોમાંથી એક છે. આ ટીમ સામે વનડેમાં સ્કોર બનાવવો એ હંમેશા વિરાટની ઓળખ રહી છે. બાંગ્લાદેશ સામેની છેલ્લી 15 વનડેમાં તે આવું જ કરતો રહ્યો છે. ગુરુવારે બાંગ્લાદેશ સામે વિરાટ પૂણેના મેદાનમાં સાતમી વાર રમવા ઉતરશે અને 77 રન બનાવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 26000 રન પૂરા કરશે !
ક્રિકેટ (Cricket) એ 11 ખેલાડીઓની રમત છે. પરંતુ, કેટલીકવાર આ રમતમાં એક વ્યક્તિ પણ આખી ટીમને પાછળ છોડી દે છે. પુણેમાં યોજાનારી બાંગ્લાદેશ (Bangladesh) સામેની મેચમાં ભારત તરફથી વિરાટ કોહલી એકમાત્ર યોદ્ધા બની શકે છે. તેનું કારણ તેમની રણનીતિ છે, જે શાકિબ અલ હસનની સેનાને હરાવી શકે છે. વિરાટ કોહલી (Virat Kohli)ની આ રણનીતિ તેના આંકડાઓ સાથે જોડાયેલી છે.
વિરાટ કોહલીનું ‘મિશન 77’
વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25933 રન છે. હાલમાં, તે શ્રીલંકાના મહેલા જયવર્દને બાદ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્સમેનોમાં 5માં નંબર પર છે. પરંતુ, જો તે આજે બાંગ્લાદેશ વિરૂદ્ધ 77 રન બનાવશે તો 26 હજાર રનના આંકડાને સ્પર્શવાની સાથે શ્રીલંકાના જયવર્દનેને પાછળ છોડી થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવા મામલે ચોથા સ્થાને પહોંચી જશે.
પુણેમાં રમાયેલી 7 વનડેમાં વિરાટે તોફાન મચાવ્યું હતું
મોટી વાત એ છે કે વિરાટ કોહલી માટે 77 રન બનાવવું આસાન છે કારણ કે જે જગ્યાએ મેચ યોજવાની છે ત્યાં તેનો રેકોર્ડ ઘણો મજબૂત છે. પુણેમાં રમાયેલી છેલ્લી 7 મેચોમાં વિરાટ કોહલીની બેટિંગ એવરેજ 64ની રહી છે અને તેના નામે આ મેદાનમાં બે સદી પણ સામેલ છે.
બાંગ્લાદેશ સામે 15 વનડેમાં વિરાટનો દમદાર રેકોર્ડ
આટલું જ નહીં આજે તે જે ટીમ સામે રમવા જઈ રહ્યો છે તેની સામે વિરાટનું બેટ જોરદાર ચાલે છે. બાંગ્લાદેશ સામે અત્યાર સુધી રમાયેલી 15 વનડેમાં વિરાટે 67.25ની બેટિંગ એવરેજ અને 101.25ની સ્ટ્રાઈક રેટથી 800થી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બાંગ્લાદેશ સામે 4 સદી પણ ફટકારી છે.
આ પણ વાંચો : Pakistan : પાકિસ્તાનની ટીમ પ્રેક્ટિસ કરી રહી તેના થોડા કિલોમીટર દૂર થયો વિસ્ફોટ, જુઓ Video
ભારતમાં આવું પહેલીવાર થશે
વિરાટ ભારતની ધરતી પર પહેલીવાર બાંગ્લાદેશનો સામનો કરતો જોવા મળશે. આ પહેલા રમાયેલી 15 મેચોમાંથી તેણે 11 બાંગ્લાદેશમાં રમી હતી. 2 મેચ ઈંગ્લેન્ડમાં રમી હતી જ્યારે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકામાં 1 મેચ બાંગ્લાદેશમાં સામે રમી હતી. અહીં નોંધનીય બાબત એ છે કે ભારતની બહારના મેદાનો પર વિરાટે બાંગ્લાદેશ સામે ધમાકેદાર બેટિંગ કરી છે તો ભારતમાં વિરાટ કેવી બાંગ્લાદેશી બોલરોની શું હાલત કરશે?