AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માએ ગૌતમ ગંભીર પર સાધ્યું નિશાન ! ચેમ્પિયન્સ ટ્રોફી જીતનો શ્રેય દ્રવિડને આપ્યો

કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ રોહિત શર્માના નિવેદનથી ક્રિકેટ જગતમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતવા છતાં, રોહિતે વર્તમાન કોચ ગૌતમ ગંભીરને નહીં, પણ પૂર્વ કોચ રાહુલ દ્રવિડને જીતનો શ્રેય આપ્યો. રોહિતે આ ટિપ્પણી દ્વારા પરોક્ષ રીતે ગંભીરના યોગદાન પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. શું આ નિવેદન ને વચ્ચે બધું બરાબર 'ના' હોવાના સંકેત છે?

રોહિત શર્માએ ગૌતમ ગંભીર પર સાધ્યું નિશાન ! ચેમ્પિયન્સ ટ્રોફી જીતનો શ્રેય દ્રવિડને આપ્યો
Gautam Gambhir & Rohit SharmaImage Credit source: PTI
| Updated on: Oct 08, 2025 | 7:11 PM
Share

ભારતીય ટીમમાંથી વનડે કેપ્ટન તરીકે હટાવાયા બાદ રોહિત શર્મા સતત ચર્ચામાં છે. T20 વર્લ્ડ કપ 2024 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીત્યા પછી પણ, BCCIએ રોહિતને ODI ટીમની કેપ્ટનશીપથી દૂર કરી અને તેના સ્થાને યુવા ખેલાડી શુભમન ગિલને જવાબદારી સોંપી. T20 બાદ હવે ODIમાં પણ રોહિતના કપ્તાની ગુમાવવાની સાથે ઘણા સવાલો ઊભા થયા છે. આ બધા વચ્ચે રોહિતે મોટું નિવેદન સામે આપ્યું છે જેમાં તેણે ગૌતમ ગંભીર પર નિશાન સાધ્યું છે.

રોહિત શર્માનું મોટું નિવેદન

રોહિત શર્મા તાજેતરમાં “CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ” કાર્યક્રમમાં હાજર રહ્યો હતા, જ્યાં તેણે જણાવ્યું કે, “મને મારી ટીમ ખૂબ જ પસંદ છે અને હું તેમના સાથે રમવાનું એન્જોય કરું છું. આપણે છેલ્લા ઘણાં વર્ષોથી આ સફર પર છીએ. ઘણીવાર ટ્રોફી જીતવાની નજીક આવ્યા છતાં સફળ નહોતા થયા. પછી અમે વિચાર્યું કે હવે કંઈક અલગ કરવું પડશે. આ નિર્ણય ફક્ત એક કે બે ખેલાડીઓ નહીં, પણ આખી ટીમે મળીને લીધો હતો. દરેક ખેલાડીએ આ વિચારધારાને સ્વીકારી અને તેનો અમલ કર્યો.”

રાહુલ દ્રવિડની કરી પ્રશંસા

રોહિતે વધુમાં કહ્યું કે, “T20 વર્લ્ડ કપ માટે તૈયારી દરમ્યાન રાહુલ ભાઈ (દ્રવિડ)ની પ્રક્રિયાઓ અમને ખૂબ ઉપયોગી બની. તે પ્રક્રિયાને અમે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પણ ચાલુ રાખી.” અહીં નોંધનીય છે કે T20 વર્લ્ડ કપ દરમિયાન કોચ રાહુલ દ્રવિડ હતો, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ગૌતમ ગંભીર મુખ્ય કોચ હતો. છતાં રોહિતે પોતાના નિવેદનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની સફળતાનું શ્રેય દ્રવિડને આપ્યું.

ગૌતમ ગંભીર પર સાધ્યું નિશાન

આ નિવેદનથી એવું લાગી રહ્યું છે કે રોહિત શર્માએ ગૌતમ ગંભીરના કોચિંગ વિશે સીધું કંઈ નહોતું કહ્યું, પરંતુ દ્રવિડના કાર્યકાળ દરમિયાન સ્થપાયેલી પ્રક્રિયાઓની ખુલ્લેઆમ પ્રશંસા કરીને ગંભીરના યોગદાન અંગે સવાલ ઉભા કર્યા છે. સાથે જ વિરાટ, રોહિત અને અન્ય સિનિયર ખેલાડીઓની ટીમમાંથી છુટ્ટી પાછળ કોનો હાથ હોઈ શકે અને કોચ સાથેના અણબનાવની વાતોને પણ વેગ આપ્યો છે. કોઈનું નામ લીધા વિના થયેલ આ ટિપ્પણી બાદ ક્રિકેટજગતમાં નવી ચર્ચા શરુ થઈ ગઈ છે .

આ પણ વાંચો: 172 બોલમાં એક પણ રન નહીં, સ્ટાર બેટ્સમેનોનું ખરાબ ફોર્મ, વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું વધ્યું ટેન્શન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
g clip-path="url(#clip0_868_265)">