AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્મા T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ માટે ફિટ, પંત-કાર્તિક પર મોટું અપડેટ

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup)ની બીજી સેમિફાઇનલમાં ભારત-ઇંગ્લેન્ડ ટકરાશે, કેપ્ટન રોહિત શર્મા મેચ માટે ફિટ છે.

રોહિત શર્મા T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ માટે ફિટ, પંત-કાર્તિક પર મોટું અપડેટ
રોહિત શર્મા T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ માટે ફિટImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 11:54 AM
Share

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup)ની બીજી સેમીફાઈનલ માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે. રોહિત શર્મા મંગળવારે પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. થ્રો ડાઉન સ્પેશિયાલિસ્ટ રઘુનો બોલ રોહિત શર્માના હાથમાં વાગ્યો જેના પછી તે ખૂબ જ ઈજામાં જોવા મળ્યો, જોકે તે પછી તેણે ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી. હવે રોહિત શર્માએ પોતાની ઈજા અંગે અપડેટ આપી છે. રોહિત શર્માએ કહ્યું કે તે સંપૂર્ણ રીતે ફિટ છે અને સેમીફાઈનલમાં રમશે.

રોહિત શર્માએ આગળ કહ્યું કે, મને મંગળવારના રોજ બોલ વાગ્યો હતો પરંતુ હવે હું એકદમ ફિટ છું. રોહિતે આ સિવાય દિનેશ કાર્તિક અને ઋષભ પંતના મુદ્દા પર મોટી વાત કહી છે. કોણ પ્લેઈંગ ઈલેવનમાં રમશે તે વાત હજુ સ્પષ્ટ નથી.

કાર્તિક અને પંતમાંથી કોણ રમશે સેમીફાઈનલ ?

રોહિત શર્મા અને દિનેશ કાર્તિકના સિલેક્શનના મુદ્દા પર રોહિત શર્માએ કહ્યું કે, બંન્ને રહેશે. રોહિત શર્માએ સ્પષ્ટ જણાવ્યું નથી કે, પ્લેઈંગ ઈલેવનમાં કોણ રમશે. મીડિયા રિપોર્ટસ અનુસાર ઋષભ પંતને કાર્તિકના સ્થાન પર એન્ટ્રી મળી શકે છે. કાર્તિક આ ટૂર્નામેન્ટમાં નિષ્ફળ રહ્યો છે અને ડાબા હાથના બેટ્સમેન તરીકે રિષભ પંત થોડો ઉંચો લાગે છે.

સૂર્યકુમારની પ્રશંસા કરી

રોહિત શર્માએ સૂર્યકુમારની પ્રશંસા કરી હતી. સૂર્યા પર રોહિત શર્માએ કહ્યું દરેક સમયે ખુલ્લીને રમવાની આદત છે પછી ભલે સ્કોર 10- રન પર 2 વિકેટ પડી ગઈ કે પછી 100 રન પર 2 વિકેટ પડી હોય તેને કોઈ ફરક પડતી નથી. સૂર્યકુમારને દબાવ પસંદ છે. તેને વધુ દબાવમાં આવી રમવાની મજા આવે છે સાથે રોહિત શર્માએ ખુલાસો કર્યો કે, સૂર્યકુમાર યાદવને મોટું મેદાન પસંદ છે કારણ કે, નાના મેદાન પર ગેપ જોવા મળતો નથી.

ઈંગ્લેન્ડ મજબૂત પ્રતિસ્પર્ધી છે : રોહિત

રોહિત શર્માએ ઈંગ્લેન્ડને મજબૂત પ્રતિસ્પર્ધી ગણાવી હતી. તેમના મતે ઈંગ્લિશ ટીમ ખતરનાક છે અને તેઓ કોઈને પણ હરાવી શકે છે. તે જ સમયે, રોહિત શર્માએ કહ્યું, ‘નોકઆઉટ મેચોમાં પ્રદર્શન કરવું મહત્વપૂર્ણ છે તમે એક ખરાબ નોકઆઉટ મેચથી ખેલાડીની આખી કારકિર્દી ખરાબ કહી શકતા નથી.

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
g clip-path="url(#clip0_868_265)">