Rohit Sharma, IPL 2023: રોહિત શર્માની કંગાળ રમત જારી, લખનૌ સામે સસ્તામાં પરત ફર્યો, હિટમેન 14મી વાર ફ્લોપ

LSG vs MI: રોહિત શર્માએ અંતિમ મેચમાં વાનખેડેમાં શાનદાર અડધી સદી નોંધાવી હતી. પરંતુ ચેપોકમાં હિટમેન સસ્તામાં જ પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત પોતાની લયને એલિમિનેટરમાં જાળવી શક્યો નહોતો.

Rohit Sharma, IPL 2023: રોહિત શર્માની કંગાળ રમત જારી, લખનૌ સામે સસ્તામાં પરત ફર્યો, હિટમેન 14મી વાર ફ્લોપ
Rohit Sharma batting IPL Play off record
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 10:50 PM

મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે એલિમિનેટર ચેન્નાઈના ચેપોકમાં રમાઈ રહી છે. આ દરમિયાન રોહિત શર્મા લખનૌ સામે સસ્તામાં જ પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. મુંબઈએ અંતિમ લીગ મેચમાં સુકાની રોહિત શર્માની અડધી સદીની રમત જોવા મળી હતી. મુંબઈના કેપ્ટન રોહિતે આજે ચેપોકમાં વાનખેડે જેવુ પ્રદર્શન કરવામાં સફળતા મેળવી નહોતી. રોહિત ફરી એકવાર પ્રભાવિત કરનારી રમત રમી નહોતી. છેલ્લા કેટલાક વર્ષથી રોહિતનો ચાલી રહેલો પ્લોઓફમાં નબળા પ્રદર્શનનો સિલસિલો IPL 2023 ની સિઝનમાં પણ જળવાઈ રહ્યો હતો.

રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. આમ લખનૌ સામે ચેપોકમાં પ્રથમ બેટિંગ કરતા 183 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. રોહિત શર્મા મુંબઈની બેટિંગ ઈનીંગની ચોથી ઓવરમાં વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. રોહિત નવીન ઉલ હકનો શિકાર થયો હતો.

પ્લેઓફમાં ફરી એકવાર રોહિત ફ્લોપ

મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વાર ચેમ્પિયન રહી છે. જોકે પ્લેઓફમાં મુંબઈનો કેપ્ટન ફ્લોપ રહેતો જોવા મળી રહ્યો છે. બુધવારે રોહિત શર્મા ચેપોકમાં એલિમિનેટર મેચ રમવા માટે મેદાને ઉતર્યો અને વધુ એકવાર ફ્લોપ રહ્યો હતો. રોહિતનો પ્લેઓફમાં સિલસિલો રહ્યો છે, એ જ પ્રમાણે તે બુધવારે પણ સસ્તામાં આઉટ થઈને પરત ફર્યો હતો. ચેપોકમાં લખનૌ સામે 10 બોલનો સામનો કરીને માત્ર 11 રન નોંધાવી તે પરત ફર્યો હતો. જેમાં એક છગ્ગો અને એક ચોગ્ગો તેણે ફટકાર્યો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આઈપીએલમાં અત્યાર સુધીમાં ક્વોલિફાયર અને એલિમિનેટર મેચમાં મળીને કોઈ માટી ઈનીંગ પોતાના નામે નોંધાવી નથી. પ્લેઓફમાં તેણે રમેલી 14 મેચની ઈનીંગમાં 125 રન નોંધાવ્યા છે. એટલે કે ફક્ત 9.61 ની સરેરાશ અને 88 ના સ્ટ્રાઈક રેટથી રન નોંધાવ્યા છે. પ્લેઓફમાં સૌથી મોટો સ્કોર રોહિત શર્માનાનો માત્ર 26 રનનો જ રહ્યો છે.

IPL Final માં આવો છે રેકોર્ડ

અત્યાર સુધીમાં IPL Final ની 6 મેચ રોહિત શર્મા રમી ચુક્યો છે. આ દરમિયાન રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી છે. ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટને બેટ ખોલીને રમત બતાવી છે. 6 ઈનીંગમાં 30ની સરેરાશથી 183 રન હિટમેન નોંધાવી ચુક્યો છે. જ્યારે બે વાર ફાઈનલ મેચમાં તે અડધી સદી નોંધાવી ચુક્યો છે. જે બંને વાર મુંબઈ ચેમ્પિયન બની શક્યુ છે. આમ જ્યારે જ્યારે મુંબઈની ટીમ ફાઈનલમાં પહોંચી છે, ત્યારે રોહિત શર્માની બેટ સારુ ચાલ્યુ છે.

આ પણ વાંચોઃ MS Dhoni Controversy: ધોનીને કયા નિયમને લઈ અંપયાર સાથે વાંધો પડ્યો? ચર્ચામાં માહી ચાલ ખેલી ગયો! કયા નિયમે કરાવી દીધી રકઝક જાણો-Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">