AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘રિષભ પંત’ ન્યુઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટ રમશે કે નહીં? સતત ત્રીજી મેચમાંથી બહાર થયો, ટીમની મુશ્કેલીઓ વધી

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે. ફિટનેસની સમસ્યાથી ઝઝૂમી રહેલ સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતની મેદાન પર વાપસીની રાહ વધુ લાંબી થઈ ગઈ છે.

'રિષભ પંત' ન્યુઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટ રમશે કે નહીં? સતત ત્રીજી મેચમાંથી બહાર થયો, ટીમની મુશ્કેલીઓ વધી
| Updated on: Nov 01, 2026 | 8:26 PM
Share

ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝની તૈયારીમાં લાગેલી ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની મેદાન પર વાપસીની રાહ વધુ લાંબી થઈ શકે છે. સાઇડ સ્ટ્રેનની ઈજાથી ઝઝૂમી રહેલ પંત ‘ન્યુઝીલેન્ડ A’ સામેની ત્રીજી અને છેલ્લી અનઓફિશિયલ ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ ગયો છે.

તેને સાવચેતીના ભાગરૂપે આ મુકાબલામાં ન ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં 19 નવેમ્બરથી શરૂ થનાર ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરીઝના પ્રથમ મુકાબલામાં તેના રમવાને લઈને પણ શંકા ઊભી થઈ છે.

રિષભ પંતને અગાઉ પણ ‘ન્યુઝીલેન્ડ એ’ સામેની શરૂઆતની બંને મેચમાંથી પણ બહાર રહેવું પડ્યું હતું. તેને ઇરાની કપ દરમિયાન સાઇડ સ્ટ્રેનની તકલીફ થઈ હતી, ત્યારથી તે ક્રિકેટના મેદાનથી દૂર છે. ભારતીય ટીમ માટે આ ઈજા એવા સમયે ચિંતાનો વિષય બની ગઈ છે, જ્યારે તેણે ન્યુઝીલેન્ડ સામે બે મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે.

રિષભ પંતની વાપસી પર ટકેલી નજર

BCCI ના એક સૂત્રના જણાવ્યા મુજબ, પંતને ન્યુઝીલેન્ડ એ સામેની ત્રીજી અનઓફિશિયલ ટેસ્ટમાંથી સાવચેતીના ભાગરૂપે બહાર રાખવામાં આવેલ છે. જો કે, તેણે નેટ્સ પર સ્કિલ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે અને હાલમાં તેને કોઈપણ પ્રકારનો દુખાવો અનુભવાઈ રહ્યો નથી. એવામાં સ્પર્ધાત્મક ક્રિકેટમાં તેની વાપસીને લઈને કોઈ નિશ્ચિત સમયસીમા નક્કી કરવામાં આવી નથી.

પંત માટે ‘ન્યુઝીલેન્ડ એ’ સામેના આ મુકાબલા ટેસ્ટ સિરીઝની તૈયારીના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતા. આ મેચો દ્વારા તેને લાંબા ફોર્મેટમાં પોતાની લય અને ફિટનેસ મેળવવાની તક મળી શક્તિ હતી. જો કે, સતત ત્રણ મુકાબલામાંથી બહાર રહેવાને કારણે હવે તેની પાસે ટેસ્ટ સિરીઝ પહેલા પ્રેક્ટિસનો સમય ઘણો ઓછો રહી ગયો છે.

19 નવેમ્બરથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝનો પહેલો મુકાબલો 19 નવેમ્બરથી વેલિંગ્ટનમાં રમાશે. આ સ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટની નજર પંતની ફિટનેસ પર ટકેલી હશે. તેની વાપસી ક્યારે થશે? તેને લઈને હાલમાં સ્થિતિ સ્પષ્ટ નથી.

ઉલ્લેખનીય છે કે, રિષભ પંત હવે ભારતીય ટીમ માટે માત્ર ટેસ્ટ ફોર્મેટમાં જ રમી રહ્યો છે. તે અગાઉથી જ મર્યાદિત ઓવરોની ટીમમાંથી પોતાનું સ્થાન ગુમાવી ચૂક્યો છે. આવી સ્થિતિમાં ટેસ્ટ ક્રિકેટમાં તેની ઉપલબ્ધતા ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

મેચ હાર્યા તો શું થયું? 400 ના આંકડા સાથે ટીમ ઈન્ડિયાએ રચી દીધો ‘ઈતિહાસ’, વિરોધી ટીમના હોશ ઊડી ગયા

Follow Us
અમદાવાદમાં કરિયાણું લેવા ગયેલા લોકો અચાનક DJના તાલે ઝૂમ્યા
અમદાવાદમાં કરિયાણું લેવા ગયેલા લોકો અચાનક DJના તાલે ઝૂમ્યા
પાટીદારના દીકરાઓને લઈને ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન
પાટીદારના દીકરાઓને લઈને ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન
બનાસકાંઠામાં જળસંકટ, ખેતી પર માઠી અસર, સરેરાશ વાવેતર ઘટવાની ભીતિ
બનાસકાંઠામાં જળસંકટ, ખેતી પર માઠી અસર, સરેરાશ વાવેતર ઘટવાની ભીતિ
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત
ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે
ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે
સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ
સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ
મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
સુરતની બાંધણી સાડીની દુકાનમાં ચોરી કરતી ચાર મહિલાઓની ગેંગ ઝડપાઈ! Video
સુરતની બાંધણી સાડીની દુકાનમાં ચોરી કરતી ચાર મહિલાઓની ગેંગ ઝડપાઈ! Video
રેલવે ફાટક બંધ કરવાનું ભૂલ્યું તંત્ર! ખુલ્લા ફાટક પરથી પસાર થઈ ટ્રેન
રેલવે ફાટક બંધ કરવાનું ભૂલ્યું તંત્ર! ખુલ્લા ફાટક પરથી પસાર થઈ ટ્રેન
વ્યારા સુગર મિલ: બાકી લેણાં મુદ્દે 800થી વધુ ખેડૂતોના ધરણાં
વ્યારા સુગર મિલ: બાકી લેણાં મુદ્દે 800થી વધુ ખેડૂતોના ધરણાં
g clip-path="url(#clip0_868_265)">