IPLમાં ધમાલ મચાવનાર રિંકુ સિંહને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમમાં ન મળ્યું સ્થાન
ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં પાંચ મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા જાહેરાત કરવામાં આવ્યા બાદ કભી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાયો છે.
IPL 2023માં આ વર્ષે અનેક યુવા ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવાની દાવેદારી નોંધાવી હતી. જેમાં અમુક ખેલાડી સફળ થયા છે જ્યારે કેટલાક ખેલાડીઓ હજી પણ આ તકની રાહ જોઈ રહ્યા છે. જેમાં એક નામ કોલકાતા નાઈટ રાઈડર્સના રિંકુ સિંહનું છે.
વિન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
BCCIએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે, જેમાં અનેક યુવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને મુકેશ કુમાર જેવા યુવા સ્ટાર્સ સામેલ છે. આ ટીમની કમાન હાર્દિક પંડયાના હાથમાં છે, જ્યારે વાઇસ કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવને જવાબદારી સોંપવામાં આવી છે.
Rinku Singh in IPL 2023:
•Innings – 14 •Runs – 474 •Average – 59.25 •Strike rate – 149.54 •Fifties – 4 •Most Sixes in 20th overs.
Feel for Rinku Singh has done incredibly well in IPL and domestic cricket as well. But he hasn’t selected, hope he will get chance in future. pic.twitter.com/Utur9Ly5nL
— CricketMAN2 (@ImTanujSingh) July 5, 2023
રિંકુ સિંહની અવગણવામાં કરવામાં આવી
T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા અનેક દાવેદારો હતા, જેમાં રિંકુ સિંહનું નામ સૌથી ઉપર હતું. છતાં તેની અવગણના કરવામાં આવી છે અને તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. આ સિવાય અન્ય એક યુવા ખેલાડી જીતેશ શર્માને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.
આ પણ વાંચો : જે સચિન ના કરી શક્યો, અગરકરે કરી બતાવ્યું હતું, જાણો આ ખાસ રેકોર્ડ વિશે
રિંકુ સિંહનું IPL 2023માં શાનદાર પ્રદર્શન
IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા રિંકુ સિંહે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. રિંકુ સિંહે IPLમાં એક ઓવરમાં 5 સિક્સર ફટકારીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. આ સિવાય પણ આખી સિઝનમાં દમદાર બેટિંગ અને લાજવાબ ફિલ્ડિંગથી રિંકુ સિંહે અનેક એવોર્ડ પણ જીત્યા હતા. છતાં તેને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
Alert🚨: #TeamIndia‘s squad for T20I series against the West Indies announced. https://t.co/AGs92S3tcz
— BCCI (@BCCI) July 5, 2023
T20 સિરીઝ માટેની ભારતીય ટીમ:
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન, મુકેશ કુમાર.