જે સચિન ના કરી શક્યો, અગરકરે કરી બતાવ્યું હતું, જાણો આ ખાસ રેકોર્ડ વિશે
ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટર અજીત અગરકરે ટેસ્ટ ક્રિકેટમાં એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ નથી બનાવી શક્યા.
ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને હાલમાં જ BCCI દ્વારા ટીમ ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત થયેલ અજીત અગરકરે ટેસ્ટ, ODI અને T20 ત્રણેય ફોર્મેટમાં ભારત તરફથી રમી ક્રિકેટમાં પોતાની અલગ છાપ છોડી છે. બોલિંગની સાથે બેટિંગમાં પણ તેણે ખાસ ઇનિંગ રમી અનેક મેચમાં ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
ચીફ સિલેક્ટરની ક્રિકેટ કારકિર્દી
અજીત અગરકર એક સમયે ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વનો બોલર હતો. અગરકરે તેના કરિયરમાં ભારત તરફથી કુલ 221 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. અગરકરે 191 ODI મેચોમાં 288 વિકેટ ઝડપી છે અને 1269 રન બનાવ્યા છે. જ્યારે 26 ટેસ્ટમાં 58 વિકેટ ઝડપી છે અને 571 રન ફટકાર્યા છે. આ સિવાય 4 T20 મેચમાં 3 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. અગરકર 1999, 2003 અને 2007 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો હતો. 2007માં T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો તે સદસ્ય હતો.
Birthday boy, Ajit Agarkar hit a brilliant 💯 against England in a Test match at the Home of Cricket, Lords 🙌#India #England #ENGvIND pic.twitter.com/8x9ybVI30X
— Sportskeeda (@Sportskeeda) December 4, 2021
લોર્ડસમાં અગરકરની યાદગાર સદી
અગરકરે વર્ષ 2002માં ઈંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડસના મેદાન પર ટેસ્ટમાં સદી ફટકારી હતી. તે આ કમાલ કરનાર નવમો ભારતીય ખેલાડી બન્યો હતો. ખાસ વાત એ છે કે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ટેસ્ટમાં 51 સદી ફટકારી છે પરંતુ ક્રિકેટના મક્કા લોર્ડસમાં સદી નથી ફટકારી શક્યા. આ સિવાય અનેક મહાન બેટ્સમેન આ કમાલ નથી કરી શક્યા જે અગરકરે કર્યું હતું. અગરકરે ઈંગ્લેન્ડ સામે 109 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : ICC Test ranking : 107 દિવસથી ટેસ્ટ રમ્યો નથી છતાં કેન વિલિયમસન બન્યો નંબર 1 બેસ્ટમેન
Happy birthday Ajit Agarkar!
🔹 288 ODI wickets 🔹 1 x Test five-wicket haul 🔹 1 x Test 💯
He is also India’s third highest ODI wicket-taker of all time 🙌 pic.twitter.com/1dnx4g30Sj
— ICC (@ICC) December 4, 2019
ફાસ્ટેસ્ટ ફિફટીનો બનાવ્યો રેકોર્ડ
વન-ડેમાં કોઈ ભારતીય બેટર દ્વારા સૌથી ઝડપી ફિફટીનો રેકોર્ડ પણ અજીત અગરકરના નામે છે. તેણે 2000માં ઝીમ્બાબ્વે વિરુદ્ધ 21 બોલમાં ફિફટી ફટકારી હતી. આ ઇનિંગ્સમાં અગરકરે 25 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 67 રન બનાવ્યા હતા.