Rinku Singh, IPL 2023: અમદાવાદના 5 છગ્ગા ફટાકરવા શુ કર્યુ હતુ? અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યા બાદ રિંકૂ સિંહે બતાવ્યુ ‘રાઝ’

KKR vs PBKS: પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં રિંકૂ સિંહે ઈડન ગાર્ડન્સ પર વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. અંતિમ બોલ પર 2 રનની જરુર હતી અને રિંકૂએ બાઉન્ડરી માટે શોટ રમ્યો હતો.

Rinku Singh, IPL 2023: અમદાવાદના 5 છગ્ગા ફટાકરવા શુ કર્યુ હતુ? અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યા બાદ રિંકૂ સિંહે બતાવ્યુ 'રાઝ'
Rinku Singh tell how to deal with last ball
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 10:49 AM

IPL 2o23 માં રોમાંચક મેચ ખૂબ જોવા મળી છે. મેચ અંતિમ ઓવર સુધી જ નહીં અંતિમ બોલ સુધી પહોંચવા છતાં કઈ બાજુ પરિણામ આવશે કહેવુ મુશ્કેલ બની જતુ હોય છે. ઈડન ગાર્ડન્સમાં સોમવારે આવી જ મેચ જોવા મળી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં અંતિમ બોલ પર પરિણામ સામે આવ્યુ હતુ. પાંચમા બોલ પર વિકેટ પડી હતી અને અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જબરદસ્ત રોમાંચ ભરી અંતિમ ઓવર સોમવારે જોવા મળી હતી. અંતિમ બોલ પર ચોગ્ગો રિંકૂ સિંહે ફટકાર્યો હતો. જે ચોગ્ગો ફટકારી જીત અપાવ્યા બાદ અંતિમ બોલને લઈ તેણે રાઝ ખોલ્યા હતા.

અંતિમ ઓવર કે અંતિમ બોલમાં જીત પાકી કરાવી આપવાનુ કામ આ સિઝનમાં રિંકૂ સિંહ કરી રહ્યો છે. સિઝનમાં બીજી વાર તેણે આ કમાલ મુશ્કેલ સમયમાં કરી દેખાડ્યો છે. રિંકૂએ અંતિમ બોલ પર જીતનો રસ્તો શોધી નિકાળ્યો હતો અને એ કામ સોમવારે કરી દેખાડી ખૂબ વાહવાહી લૂંટી હતી. તેણે મેચ બાદ બતાવ્યુ હતુ કે, મુશ્કેલ કામ આસાનીથી કેવી રીતે કરી લેતો હોય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રિંકૂએ બતાવ્યુ રાઝ

તમને જે સવાલ થાય છે એ સવાલનો જવાબ રિંકૂ સિંહે આપ્યો છે. પંજાબ કિંગ્સની પહેલા ધુલાઈ રસેલ અને રિંકૂએ કરી હતી અને બાદમાં અંતિમ બોલ પર મેચ પહોંચતા ના સુપર ઓવરનો મોકો કે ના ખતરો. બસ રિંકૂએ ચોગ્ગો ફટકારી પ્લેઓફની રેસમાં કોલકાતાને બનાવી રાખ્યુ. આમ કામ કર્યા બાદ તેણે જે વાત કહી એ વાત તમામ યુવા ક્રિકેટરોએ શિખ રુપ લેવા જેવી છે. તેની વાત મહત્વની હતી, જેનાથી તેણે કોલકાતાનુ કામ બનાવી આપ્યુ છે.

કોલકાતાને જીત અપાવનારા રિંકૂ સિંહે કહ્યું, “હું છેલ્લા બોલ વિશે વધુ વિચારતો નથી. હું તેને તેની યોગ્યતા પર રમું છું. જ્યારે મેં એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારી ત્યારે પણ મેં તેના વિશે બહુ વિચાર્યું ન હતું. મને મારી જાત પર વિશ્વાસ છે કે હું મેચ પૂરી કરી શકીશ.”

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

પંજાબ કિંગ્સ સામે રિંકૂ સિંહે 10 બોલની ઈનીંગ જ રમી હતી, પરંતુ આ દરમિયાન તેણે 21 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 210 રનની સ્ટ્રાઈક રેટ હતી. રિંકૂએ આ ઈનીંગ દરમિયાન 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

આ પણ વાંચોઃ  MI vs RCB, IPL 2023: મુંબઈ અને બેંગ્લોર વચ્ચે વચ્ચે આજે મરણીયો જંગ, વાનખેડેમાં જીત ટીમને ટોપ-4 માં પહોંચાડશે!

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">