AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 SRH vs RCB Highlights : બેંગ્લોરની 8 વિકેટથી જીત, પ્લેઓફની આશા જીવંત

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 11:07 PM
Share

Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore IPL 2023 match Highlights in Gujarati : કલાસેનની આક્રમક પ્રથમ આઈપીએલ સેન્ચુરીને કારણે 20 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરબાદનો સ્કોર 5 વિકેટના નુકશાન સાથે 186 રન રહ્યો હતો. બેંગ્લોરના ઓપનર્સે આ ટાર્ગેટ આક્રમક અંદાજમાં ચેઝ કરવાનો મજબૂત પાયો નાંખ્યો હતો.

IPL 2023 SRH vs RCB Highlights  : બેંગ્લોરની 8 વિકેટથી જીત, પ્લેઓફની આશા જીવંત
IPL 2023 RCB vs SRH live score

હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે આઈપીએલ 2023ની 65મી મેચ રમાઈ હતી. બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચેની આ મેચ બેંગ્લોરની ટીમ માટે મહત્વની હતી. બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કલાસેનની આક્રમક પ્રથમ આઈપીએલ સેન્ચુરીને કારણે 20 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરબાદનો સ્કોર 5 વિકેટના નુકશાન સાથે 186 રન રહ્યો હતો. બેંગ્લોરના ઓપનર્સે આ ટાર્ગેટ આક્રમક અંદાજમાં ચેઝ કરવાનો મજબૂત પાયો નાંખ્યો હતો.

વિરાટ કોહલીએ ઈનિંગની શરુઆત 2 ચોગ્ગા સાથે કરી હતી. 17 મી ઓવર સુધી બેંગ્લોરની એક પણ વિકેટ પડી ન હતી. 187 રનનો ટાર્ગેટ બેંગ્લોરની ટીમે 20 ઓવરમાં 2 વિકેટના નુકશાન સાથે રોમાંચક અંદાજમાં ચેઝ કર્યો હતો. ભુવનેશ્વર અને કાર્તિકેની ઓવરમાં બેંગ્લોરના ઓપનર્સે એક ઓવરમાં 4 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ આજે 103 મીટરની સિક્સર પણ ફટકારી હતી. વિરાટ-ફાફ ડુ પ્લેસી વચ્ચે 17મી ઓવર સુધીમાં 172 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ સાથે બેંગ્લોરની ટીમે પ્લેઓફની આશા જીવંત રાખી છે. 13 મેચમાં 14 પોઈન્ટ સાથે બેંગ્લોરની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે પહોંચી છે. બેંગ્લોરની અંતિમ મેચ ગુજરાત સામે રમાશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 May 2023 11:02 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : અંતિમ ઓવરમાં બેંગ્લોરની જીત

    2 વિકેટના નુકશાન સાથે બેંગ્લોરની ટીમે 187 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો છે. આ સાથે બેંગ્લોરની ટીમે પ્લેઓફની આશા જીવંત રાખી છે. 13 મેચમાં 14 પોઈન્ટ સાથે બેંગ્લોરની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે પહોંચી છે. બેંગ્લોરની અંતિમ મેચ ગુજરાત સામે રમાશે.

  • 18 May 2023 10:54 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : કેપ્ટન ડુ પ્લેસી આઉટ

    બેંગ્લોરના કેપ્ટન ડુ પ્લેસી 47 બોલમાં 71 રન બનાવી આઉટ થયો છે. બેંગ્લોરને જીત માટે 10 બોલમાં 10 રનની જરુર.

  • 18 May 2023 10:49 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : વિરાટ કોહલી સેન્ચુરી ફટકારી આઉટ

    18 ઓવર બાદ બેંગ્લોરના સ્કોર 172/1. બેંગ્લોર તરફથી ડુ પ્લેસી 67 રન અમે મેક્સવેલ 0 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 12 બોલમાં 15 રનની જરુર. વિરાટ કોહલી 63 બોલમાં 100 રન ફટકારીને કેચ આઉટ થયો હતો.

  • 18 May 2023 10:45 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : 17 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 164/0

    બેંગ્લોર તરફથી વિરાટ કોહલી 92 રન અને ફાફ ડુ પ્લેસી 67 રન બનાવી રમી રહ્યાં છે.જીત માટે 18 બોલમાં 23 રનની જરુર.

  • 18 May 2023 10:37 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : 15 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 150/0

    બેંગ્લોર તરફથી વિરાટ કોહલી 82 રન અને ફાફ ડુ પ્લેસી 63 રન બનાવી રમી રહ્યાં છે.જીત માટે 30 બોલમાં 37 રનની જરુર. ભુવનેશ્વરની ઓવરમાં વિરાટ કોહલીએ સતત 4 ચોગ્ગા ફટકાર્યા. 15 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 150/0

  • 18 May 2023 10:31 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : 14 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 132/0

    બેંગ્લોર તરફથી વિરાટ કોહલી 65 રન અને ફાફ ડુ પ્લેસી 63 રન બનાવી રમી રહ્યાં છે.જીત માટે 36 બોલમાં 55 રનની જરુર ,14 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 132/0

  • 18 May 2023 10:20 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : ફાફ ડુ પ્લેસી અને વિરાટ કોહલીએ ફિફટી પૂરી કરી

    ફાફ ડુ પ્લેસી અને વિરાટ કોહલીએ ફિલિપ્સની ઓવરમાં ફિફટી પૂરી કરી. ફાફ ડુ પ્લેસીએ આઈપીએલ 2023માં 8મી ફિફટી ફટકારી હતી. જ્યારે વિરાટ કોહલીએ આઈપીએલ કરિયરની 51મી ફિફટી ફટકારી હતી. 13 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 117/0

  • 18 May 2023 10:13 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : 10 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 95/0

    બેંગ્લોર તરફથી વિરાટ કોહલી 46 રન અને ફાફ ડુ પ્લેસી 47 રન બનાવી રમી રહ્યાં છે.જીત માટે 60 બોલમાં 92 રનની જરુર. 10 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 95/0

  • 18 May 2023 10:09 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : 9 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 90/0

    બેંગ્લોર તરફથી વિરાટ કોહલી 46 રન અને ફાફ ડુ પ્લેસી 42 રન બનાવી રમી રહ્યાં છે.જીત માટે 66 બોલમાં 97 રનની જરુર. 9 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 90/0. 8.5 ઓવરનો બોલ નો બોલ જાહેર થયો હતો. આ બોલ પર હૈદરાબાદના ખેલાડી મંયક ડાંગરે શાનદાર કેચ પકડયો હતો.

  • 18 May 2023 09:58 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : 7 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 72/0

    બેંગ્લોર તરફથી વિરાટ કોહલી 35 રન અને ફાફ ડુ પ્લેસી 36 રન બનાવી રમી રહ્યાં છે.જીત માટે 78 બોલમાં 115 રનની જરુર. 7 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 72/0

  • 18 May 2023 09:51 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : 6 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 64/0

    બેંગ્લોર તરફથી વિરાટ કોહલી 29 રન અને ફાફ ડુ પ્લેસી 34 રન બનાવી રમી રહ્યાં છે.જીત માટે 84 બોલમાં 123 રનની જરુર. 6 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 64/0

  • 18 May 2023 09:47 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : 5 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 59/0

    બેંગ્લોર તરફથી વિરાટ કોહલી 28 રન અને ફાફ ડુ પ્લેસી 30 રન બનાવી રમી રહ્યાં છે. ભુવનેશ્વરની ઓવરમાં 1 સિક્સર અને 1 ચોગ્ગો જોવા મળ્યો. 5 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 59/0

  • 18 May 2023 09:43 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : 4 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 45/0

    બેંગ્લોર તરફથી વિરાટ કોહલી 27 રન અને ફાફ ડુ પ્લેસી 17 રન બનાવી રમી રહ્યાં છે. કાર્તિક ત્યાગીની ઓવરમાં 4 ચોગ્ગા જોવા મળ્યા. આ ઓવરમાં કુલ 18 રન મળ્યા. કલાસેને ફાફ ડુ પ્લેસીનો એક કેચ છોડ્યો હતો. 4 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 45/0

  • 18 May 2023 09:33 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : 2 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 20/0

    બેંગ્લોર તરફથી કોહલી અને ફાફ ઓપનિંગ માટે આપ્યા છે. 2 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 20/0 આ ઓવરમાં કોહલીએ ફરી 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 18 May 2023 09:25 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : વિરાટ કોહલીએ ચોગ્ગા સાથે ઈનિંગની શરુઆત કરી

    બેંગ્લોર તરફથી કોહલી અને ફાફ ઓપનિંગ માટે આપ્યા છે. 1 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 8/0 આ ઓવરમાં કોહલીએ પ્રથમ 2 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 18 May 2023 09:09 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : બેંગ્લોરને જીત માટે મળ્યો 187 રનનો ટાર્ગેટ

    બેંગ્લોરના બોલર સિરાજે અંતિમ ઓવરમાં માત્ર 4 રન આપ્યા. 20 ઓવર બાદ હૈદરાબાદની ટીમે 5 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં હૈદરબાદ તરફથી અભિષેક શર્મા એ 11 રન, રાહુલ ત્રિપાઠીએ 15 રન, માર્કરમે 18 રન, હેનરિક કલાસેને 104 રન , હેરી બ્રુકે 27 રન અને ફિલિપ્સે 5 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 8 સિક્સર અને 15 ચોગ્ગા જોવા મળ્યા હતા.

  • 18 May 2023 08:58 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : કલાસેને આઈપીએલ કરિયરની પ્રથમ સેન્ચુરી ફટકારી

    હૈદરાબાદ તરફથી હેરી બ્રુક 26 રન અને ફિલિપ્સ 4 રન સાથે રમી રહ્યાં છે. કલાસેન 51 બોલમાં 104 રન બનાવીને આઉટ થયો છે. તેણે આ ઈનિંગમાં 8 ચોગ્ગા અને 6 સિક્સર ફટકારી હતી. 19 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 182/4

  • 18 May 2023 08:55 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : 18 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 167/3

    હૈદરાબાદ તરફથી હેરી બ્રુક 25 રન અને કલાસેન 96 રન સાથે રમી રહ્યાં છે. 18 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 167/3

  • 18 May 2023 08:51 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : 17 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 160/3

    હૈદરાબાદ તરફથી હેરી બ્રુક 16 રન અને કલાસેન 93 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં કલાસેને 2 સિક્સર ફટકારી. શહબાદ અહેમદની ઓવરમાં કુલ 29 રન હૈદરાબાદને મળ્યા. 17 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 160/3

  • 18 May 2023 08:45 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : 16 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 141/3

    હૈદરાબાદ તરફથી હેરી બ્રુક 16 રન અને કલાસેન 79 રન સાથે રમી રહ્યાં છે. હર્ષલ પટેલની ઓવરમાં 1 ચોગ્ગો જોવા મળ્યો. 16 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 141/3

  • 18 May 2023 08:41 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : 15 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 133/3

    હૈદરાબાદ તરફથી હેરી બ્રુક 14 રન અને કલાસેન 73 રન સાથે રમી રહ્યાં છે. કર્ણ શર્માની ઓવરમાં 2 સિક્સર અને 1 ચોગ્ગો જોવા મળ્યો. 15 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 133/3

  • 18 May 2023 08:30 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : કેપ્ટન માર્કરમ આઉટ

    શાહબેઝ અહેમદની ઓવરમાં કેપ્ટન માર્કરમ આઉટ થયો છે. તેણે આજે 18 રન બનાવ્યા છે. 14 ઓવરમાં હૈદરાબાદનો સ્કોર – 112/3

  • 18 May 2023 08:24 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : કલાસેનની ફટકારી ફિફટી

    11 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 94/2. હૈદરાબાદ તરફથી કેપ્ટન માર્કરમ 16 રન અને કલાસેન 52 રન સાથે રમી રહ્યાં છે. કલાસેન અને માર્કરમે હૈદરાબાદની ઈનિંગ સંભાળી છે. કલાસેને આઈપીએલ 2023માં ત્રીજી ફિફટી ફટકારી છે.

  • 18 May 2023 08:19 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : 10 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 81/2

    હૈદરાબાદ તરફથી કેપ્ટન માર્કરમ 14 રન અને કલાસેન 40 રન સાથે રમી રહ્યાં છે. કલાસેન અને માર્કરમે હૈદરાબાદની ઈનિંગ સંભાળી છે. અહીંથી તેમની નજર મોટો ટાર્ગેટ ઊભો કરવા પર રહેશે. 10 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 81/2

  • 18 May 2023 08:10 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : 8 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 65/2

    હૈદરાબાદ તરફથી કેપ્ટન માર્કરન 8 રન અને કલાસેન 30 રન સાથે રમી રહ્યાં છે. કલાસેને હૈદરાબાદરની પારી સંભાળીને 6 ચોગ્ગા ફટકાર્યા છે. 8 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 65/2

  • 18 May 2023 08:02 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : 6 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 49/2

    હૈદરાબાદ તરફથી કેપ્ટન માર્કરન 2 રન અને કલાસેન 20 રન સાથે રમી રહ્યાં છે. કલાસેને હૈદરાબાદરની પારી સંભાળીને 2 ચોગ્ગા ફટકાર્યા છે. : 6 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 49/2

  • 18 May 2023 07:54 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : બંને ઓપનર્સ આઉટ થયા

    અભિષેક વર્મા બાદ બ્રેસવેલની ઓવરમાં રાહુલ ત્રિપાઠી 15 રન બનાવી આઉટ થયો છે. આમ હૈદરાબાદના બંને ઓપનર્સ આઉટ થયા છે.

  • 18 May 2023 07:51 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : બેંગ્લોરની પહેલી સફળતા મળી

    બ્રેસવેલની ઓવરની પહેલી જ બોલ પર બેંગ્લોરને સફળતા મળી. ઓપનર અભિષેક શર્મા 11 રન બનાવી કેચ આઉટ થયો છે. તેણે  આ ઈનિંગમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 18 May 2023 07:49 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : મેચનો પહેલો સિક્સર

    હૈદરાબાદ તરફથી અભિષેક શર્મા 11 રન અને રાહુલ ત્રિપાઠી 15 રન સાથે રમી રહ્યાં છે. પાર્નેલની ઓવરમાં આ મેચનો પહેલો સિક્સર ત્રિપાઠીએ ફટકાર્યો. 4 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર – 27/0

  • 18 May 2023 07:40 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : આજની મેચનો પહેલો ચોગ્ગો

    હૈદરાબાદ તરફથી અભિષેક શર્મા 2 રન અને રાહુલ ત્રિપાઠી 4 રન સાથે રમી રહ્યાં છે. પાર્નેલની ઓવરમાં આ મેચનો પહેલો ચોગ્ગો ત્રિપાઠીએ ફટકાર્યો. 2 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર – 7/0

  • 18 May 2023 07:36 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : હૈદરાબાદની બેટિંગ શરુ

    ટોસ હારીને હૈદરાબાદની ટીમ બેટિંગ માટે ઉતરી છે. હૈદરાબાદ તરફથી રાહુલ ત્રિપાઠી અને અભિષેક શર્મા ઓપનિંગ માટે આવ્યા છે. બેંગ્લોર માટે સિરાજે પહેલી ઓવર નાંખી છે. 1 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 2/0

  • 18 May 2023 07:11 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવનમાં હેરી બ્રૂકની વાપસી

    સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એઇડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), હેરી બ્રુક, ગ્લેન ફિલિપ્સ, અબ્દુલ સમદ, કાર્તિક ત્યાગી, મયંક ડાગર, ભુવનેશ્વર કુમાર, નીતિશ રેડ્ડી

    સનરાઇઝર્સ હૈદરાબાદ સબ્સ: મયંક માર્કંડે, ટી નટરાજન, વિવંત શર્મા, સનવીર સિંહ, અકેલ હોસીન

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમર, અનુજ રાવત (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, માઈકલ બ્રેસવેલ, વેઈન પાર્નેલ, હર્ષલ પટેલ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર સબ્સ: દિનેશ કાર્તિક, વિજયકુમાર વૈશક, હિમાંશુ શર્મા, સુયશ પ્રભુદેસાઈ, કેદાર જાધવ

  • 18 May 2023 07:05 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત્યો ટોસ

     

    હૈદરાબાદની ટીમના હોમ ગ્રાઉન્ડ પર બેંગ્લોરની ટીમે ટોસ જીત્યો છે. તેમણે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે.

  • 18 May 2023 06:54 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : બેંગ્લોર માટે આજે ‘કરો યા મરો’ જેવો જંગ

    પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સની ટીમ 12 મેચમાં 6 જીત-6 હાર અને 12 પોઈન્ટ સાથે પાંચમાં ક્રમે છે. પ્લેઓફની રેસમાં બની રહેવા માટે બેંગ્લોરની ટીમે આજની અને ગુજરાત સામેની લીગ સ્ટેજની અંતિમ મેચ જીતવી જરુરી છે. હૈદરાબાદની ટીમ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે.

  • 18 May 2023 06:40 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : ટૂંક સમયમાં થશે ટોસ

    હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે 7.30 કલાકે બેંગ્લોર અને હૈદરાબાદની ટીમો વચ્ચે મેચ શરુ થશે. આ મેચનો ટોસ સાંજે 7 કલાકે થશે.

  • 18 May 2023 06:33 PM (IST)

    IPL 2023 SRH vs RCB Live Score : આજે બેંગ્લોર-હૈદરાબાદ વચ્ચે જંગ

    IPL 2023ની 65મી મેચમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થશે. પ્લેઓફના સમીકરણોની દૃષ્ટિએ પણ આ મેચ ઘણી ટીમો માટે મહત્વપૂર્ણ છે. હૈદરાબાદ પહેલાથી જ બહાર છે પરંતુ બેંગ્લોર પાસે હજુ તક છે. આજે બેંગ્લોરની ટીમે કોઈપણ પરિસ્થિતિમાં વિજય મેળવવો પડશો, જેથી તેની આશાઓ અકબંધ રહે. આ સાથે જ હૈદરાબાદ બાકીની મેચો જીતીને સન્માન સાથે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જવાનો પ્રયાસ કરશે.

Published On - May 18,2023 6:32 PM

g clip-path="url(#clip0_868_265)">