RCB vs DC IPL 2023 Highlights : બેંગ્લોરની બીજી જીત, દિલ્હીની સતત પાંચમી હાર, કોહલી-પાંડેની ફિફટી, દિલ્હીની હેટ્રિક વિકેટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 7:25 PM

Royal Challengers Bangalore vs Delhi Capitals IPL 2023 Highlights in Gujarati : 175નો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી દિલ્હીની ટીમ ઓછા રનોમાં જ ધરાશાઈ થઈ ગઈ હતી. મનિષ પાંડેએ દિલ્હી માટે 50 રનની લડાયક ઈનિંગ રમી હતી. પણ અંતે દિલ્હીની 23 રનથી હાર થઈ હતી.

RCB vs DC IPL 2023 Highlights : બેંગ્લોરની બીજી જીત, દિલ્હીની સતત પાંચમી હાર, કોહલી-પાંડેની ફિફટી, દિલ્હીની હેટ્રિક વિકેટ
RCB vs DC IPL 2023 Live Score Updates

બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલ 2023ની 20મી મેચ રમાઈ હતી. બેંગ્લોરની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. વિરાટ કોહલીની 47મી આઈપીએલ ફિફટીને કારણે 20 ઓવરના અંતે બેંગ્લોરનો સ્કોર 6 વિકેટના નુકશાન સાથે 174 રન રહ્યો હતો. 175નો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી દિલ્હીની ટીમ ઓછા રનોમાં જ ધરાશાઈ થઈ ગઈ હતી. મનિષ પાંડેએ દિલ્હી માટે 50 રનની લડાયક ઈનિંગ રમી હતી. પણ અંતે દિલ્હીની 23 રનથી હાર થઈ હતી.

20 ઓવરના અંતે દિલ્હી કેપિટલ્સનો સ્કોર 9 વિકેટના નુકશાન સાથે 151 રન રહ્યો હતો.આ સાથે જ બેંગ્લોરની  આઈપીએલ 2023 આજે બીજી જીત થઈ હતી. 4 મેચમાં 2 હાર અને 2 જીત સાથે હાલમાં આ ટીમ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે. જ્યારે દિલ્હીની ટીમ સતત પાંચમી હાર સાથે 0 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં બેંગ્લોરની ટીમ તરફથી વિરાટ કોહલીએ 20 રન , ફાફ ડુ પ્લેસિસે 20 રન, મહિપાલ લોમરે 26 રન, ગ્લેન મેક્સવેલે 24 રન, શાહબાઝ અહેમદે 20 રન , દિનેશ કાર્તિક ગોલ્ડન ડક, હર્ષલ પટેલે 6 રન અને અનુજ રાવતે 15 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં બેંગ્લોરે 8 સિક્સર અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.

બીજી ઈનિંગમાં બેંગ્લોર તરફથી વિજયકુમાર વૈશકે 4 ઓવરમાં 20 રન આપી 3 વિકેટ લીધી હતી. સિરાજે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે વેઈન પાર્નેલ, હર્ષલ પટેલ અને હસરંગાએ 1-1 વિકેટ લીધી હતી.બીજી ઈનિંગમાં વિરાટ કોહલી અને અનુજ રાવત જેવા ખેલાડીઓની શાનદાર ફિલ્ડિંગ જોવા મળી હતી.

દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી કુલદીપ યાદવે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે એક મેડન ઓવર પણ નાંખી હતી. લગ્ન કરીને પરત ફરેલા મિચેલ માર્શે 2 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટેલે 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં દિલ્હી તરફથી કેપ્ટન  ડેવિડ વોર્નરે 19 રન, મિશેલ માર્શે 0 રન, યશ ધુલે 1 રન, પૃથ્વી શોએ 0 રન મનીષ પાંડેએ 50 રન, અક્ષર પટેલે 21 રન, અમન હાકિમ ખાને 18 રન, લલિત યાદવે 4 રન, અભિષેક પોરેલે 5 રન કુલદીપ યાદવે 7 રન, એનરિચ નોર્ટજે 23 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 2 સિક્સર અને 18 ચોગ્ગા જોવા મળ્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Apr 2023 07:18 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત

    20 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 150/9. દિલ્હી કેપિટલ્સની આઈપીએલ 2023માં સતત પાંચમી હાર થઈ છે.

  • 15 Apr 2023 07:06 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 19 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 139/9

    19 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 139/9. આ ઓવરમાં 2 ચોગ્ગા પણ જોવા મળયા અંતિમ ઓવરમાં જીત માટે 6 બોલમાં 36 રનની જરુર.

  • 15 Apr 2023 07:02 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 18 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 130/9

    18 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 130/9. બેંગ્લોરની ટીમ જીતની નજીક, દિલ્હીની ટીમ આજે સતત પાંચમી મેચ હારશે. જીત માટે 12 બોલમાં 45 રનની જરુર

  • 15 Apr 2023 06:57 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 17 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 123/8

    દિલ્હી કેપિટલ્સ તરફથી હાલમાં અનન 18 રન અને નોખ્યા 3 રન સાથે રમી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સની ટીમને જીત માટે 18 બોલમાં 52 રનની જરુર. 17 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 123/8

  • 15 Apr 2023 06:49 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : દિલ્હી કેપિટલ્સની આઠમી વિકેટ પડી

    દિલ્હી કેપિટલ્સની આઠમી વિકેટ પડી, લલિત યાદવ 4 રન બનાવી આઉટ થયો છે. 15.5 ઓવરમાં દિલ્હી કેપિટલ્સનો સ્કોર 110/8

  • 15 Apr 2023 06:40 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : મનિષ પાંડેની સાતમી વિકેટ

    હસરંગાની ઓવરમાં મનિષ પાંડે ફિફટી ફટકારી આઉટ થયો. બેંગ્લોરની ટીમ જીત તરફ અગ્રેસર થઈ. 14 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 98 /7. જીત માટે 36 બોલમાં 77 રનની જરુર.

  • 15 Apr 2023 06:31 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : અક્ષર પટેલની વિકેટ પડી

    અક્ષર પટેલની વિકેટ પડી, વિજયકુમારની ઓવરમાં અક્ષર પટેલ 21 રન બનાવી કેચ આઉટ થયો. 12.2 ઓવરમાં દિલ્હીનો સ્કોર 80/6

  • 15 Apr 2023 06:21 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 10 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 57/5

    દિલ્હી કેપિટલ્સ તરફથી હાલમાં મનિષ પાંડે 30 રન અને અક્ષર પટેલ 2 રન સાથે રમી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સની ટીમને જીત માટે 60 બોલમાં 118 રનની જરુર. 10 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 57/5

  • 15 Apr 2023 06:13 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : દિલ્હી કેપિટલ્સની અડધી ટીમ પવેલિયનમાં

    હર્ષલ પટેલની ઓવરમાં પરેલ 5 રન બનાવી આઉટ થયો છે. 8.5 ઓવરમાં દિલ્હી કેપિટલ્સની ટીમે 53/5. દિલ્હી કેપિટલ્સની અડધી ટીમ પવેલિયનમાં પહોંચી ગઈ છે. જીત માટે 67 બોલમાં 122 રન બાકી છે.

  • 15 Apr 2023 06:09 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 8 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 51/4

    દિલ્હી કેપિટલ્સ તરફથી હાલમાં અભિષેક 4 રન અને મનિષ પાંડે 27 રન સાથે રમી રહ્યો છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. 8 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 51/4

  • 15 Apr 2023 05:56 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : કેપ્ટન વોર્નર 19 રન બનાવી આઉટ

    કેપ્ટન વોર્નર 19 રન બનાવી કેચ આઉટ થયો છે. વિરાટ કોહલીએ આજે બીજો કેચ પકડીને પોતાની ટીમને ચોથી સફળતા આપાવી છે. 5.4 ઓવરમાં દિલ્હીનો સ્કોર 30/4

  • 15 Apr 2023 05:54 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 5 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 25/5

    સતત વિકેટ બાદ દિલ્હીની ટીમ મુશ્કેલીમાં. દિલ્હી તરફથી હાલમાં મનિષ પાંડે 9 રન અને ડેવિડ વોર્નર 15 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં સતત ત્રણ ચોગ્ગા ડેવિડ વોર્નરની બેટથી જોવા મળ્યા. 5 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 25/5

  • 15 Apr 2023 05:40 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : દિલ્હી કેપિટલ્સની ત્રીજી વિકેટ પડી

    દિલ્હી કેપિટલ્સની ત્રીજી વિકેટ પડી, યશ ધુલ બોલર મોહમ્મદ સિરાજની ઓવરમાં 1 રન બનાવી આઉટ થયો. આ નિર્ણય પર રિવ્યૂ પણ લેવામાં આવ્યો હતો, પણ અમ્પાયરનો નિર્ણય સાચો રહ્યો અને યશ ધુલ આઉટ જાહેર થયો હતો.

  • 15 Apr 2023 05:35 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : મિચેલ માર્શ 0 રન બનાવી આઉટ

    મિચેલ માર્શ 0 રન બનાવી આઉટ, પારનેલની ઓવરમાં વિરાટ કોહલીએ મિચેલ માર્શનો કેચ પકડી આઉટ કર્યો. 2 ઓવરમાં દિલ્હી કેપિટલ્સનો સ્કોર 2/2

  • 15 Apr 2023 05:29 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : દિલ્હી કેપિટલ્સની પ્રથમ વિકેટ પડી

    દિલ્હી કેપિટલ્સની પ્રથમ વિકેટ પડી, પ્રથમ ઓવરની ત્રીજી બોલ પર ઈમ્પેક્ટ પ્લેયર અનુજ રાવતે પૃથ્વી શોને 0 રન પર રન આઉટ કર્યો છે. 1 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 1/1

  • 15 Apr 2023 05:12 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 20 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 174/6

    દિલ્હીની ટીમને પ્રથમ જીત મેળવવા માટે 175 રનનો ટાર્ગેટ મળ્યો છે. 20 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 174/6

  • 15 Apr 2023 05:04 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 19 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 166/6

    બેંગ્લોર તરફથી અનુજ રાવત 13 રન અને શાહબાજ અહેમદ 17 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 ચોગ્ગા પ જોવા મળ્યા.19 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 166/6

  • 15 Apr 2023 05:01 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 18 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 154/6

    બેંગ્લોર તરફથી અનુજ રાવત 11 રન અને શાહબાજ અહેમદ 7 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો પ જોવા મળ્યો. 18 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 154/6

  • 15 Apr 2023 04:55 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 17 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 146/6

    બેંગ્લોરની ટીમ મોટો સ્કોર ઉભો કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. હાલમાં બેંગ્લોર તરફથી અનુજ રાવત 4 રન અને શાહબાજ અહેમદ 7 રન સાથે રમી રહ્યાં છે. અંતિમ બોલ પર શાહબાજે એક ચોગ્ગો ફટકાર્યો હતો. 17 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 146/6

  • 15 Apr 2023 04:50 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 15 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 134/6

    બેંગ્લોરની ટીમ મોટો સ્કોર ઉભો કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. હાલમાં બેંગ્લોર તરફથી અનુજ રાવત 0 રન અને શાહબાજ અહેમદ 1 રન સાથે રમી રહ્યાં છે.

  • 15 Apr 2023 04:42 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : બેંગ્લોરની સતત 2 વિકેટ પડી

    બેંગ્લોરની સતત 2 વિકેટ પડી, દિનેશ કાર્તિક 0 રન બનાવી કેચ આઉટ થયો. મેક્સવેલ બાદ કાર્તિકની વિકેટ પડતા બેંગ્લોરની મુશ્કેલી વધી છે.

  • 15 Apr 2023 04:41 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : બેંગ્લોરની પાંચમી વિકેટ પડી

    બેંગ્લોર ટીમની મુશ્કેલી વધી છે. મેક્સવેલ 24 રન પર કેચ આઉટ થયો છે. 14.2 ઓવરમાં બેંગ્લોરનો સ્કોર 132/6

  • 15 Apr 2023 04:38 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 14 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 132/4

    આ ઓવરમાં બે સિક્સર જોવા મળ્યા હતા. બેંગ્લોર તરફથી મેક્સવેલ 24 રન  સાથે રમી રહ્યાો છે. અને હર્ષલ પટેલ 6 રન બનાવી આ ઓવરમાં આઉટ થયો છે. 14 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 132/4

  • 15 Apr 2023 04:31 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : બેંગ્લોરની ત્રીજી વિકેટ પડી

    મિચેલ માર્શની ઓવરમાં મહિપાલ લોમરોર 26 રન બનાવી આઉટ થયો. તેના આઉટ થયા હર્ષલ પટેલ બેંટિગ માટે આવ્યો છે.

  • 15 Apr 2023 04:25 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 12 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 110/2

    મૈકસવેલ 15 રન અને મહિપાલ લોમરોર 20 રન સાથે રમી રહ્યાં છે. બેંગ્લોરની ટીમે હવે મોટો સ્કોર ઉભો કરવો પડશે. 12 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 110/2

  • 15 Apr 2023 04:15 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : વિરાટ કોહલી ફિફટી ફટકારી આઉટ

    વિરાટ કોહલી ફિફટી ફટકારી આઉટ, વિરાટ કોહલીએ 33 બોલમાં ફિફટી ફટકારી હતી. આ દરમિયાન તેણે 1 સિક્સર અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 15 Apr 2023 04:13 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : વિરાટ કોહલીની શાનદાર ફિફટી

    10 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 89/1. વિરાટ કોહલીએ આ મેચમાં આઈપીએલની 47મી અને સિઝનની ત્રીજી ફિફટી ફટકારી છે. આ ઓવરમાં 2 સિક્સર અને એક ચોગ્ગો જોવા મળ્યો.

  • 15 Apr 2023 04:03 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 8 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 61/1

    વિરાટ કોહલી 31 રન અને મહિપાલ લોમરોર 6 રન સાથે રમી રહ્યાં છે. ડુ પ્લેસીના આઉટ થયા બાદ બેંગ્લોરના રનની ગતિ ઓછી થઈ ગઈ છે. 8 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 61/1

  • 15 Apr 2023 03:59 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 7 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 54/1

    વિરાટ કોહલી 27 રન અને મહિપાલ લોમરોર 4 રન સાથે રમી રહ્યાં છે. બેંગ્લોરનો સ્કોર વિરાટ કોહલીના ચોગ્ગા સાથે 50 રનને પાર થયો છે. 7 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 54/1

  • 15 Apr 2023 03:49 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : બેંગ્લોરની પ્રથમ વિકેટ પડી

    બેંગ્લોરની પ્રથમ વિકેટ પડી, મિચેલ માર્શની ઓવરમાં બેંગ્લોરનો કેપ્ટન ડુ પ્લેસી 22 રન બનાવી કેચ આઉટ થયો. 5 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 43/1

  • 15 Apr 2023 03:45 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 4 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 33/0

    કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ આ ઓવરમાં મેચની પ્રથમ સિકસર ફટકારી. વિરાટ કોહલી 14 રન અને ડુ પ્લેસી 18 રન સાથે રમી રહ્યાં છે. 4 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 33/0

  • 15 Apr 2023 03:42 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 3 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 26/0

    કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ આ ઓવરમાં 2 ચોગ્ગા ફટકાર્યા. વિરાટ કોહલી 13 રન અને ડુ પ્લેસી 12 રન સાથે રમી રહ્યાં છે. 3 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 26/0

  • 15 Apr 2023 03:38 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 2 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 16/0

    ફાફા ડુ પ્લેસી 3 રન અને વિરાટ કોહલી 12 રન સાથે રમી રહ્યાં છે. 2 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 16/0. બીજી ઓવરમાં માત્ર 5 રન બેંગ્લોરને મળ્યા.

  • 15 Apr 2023 03:35 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : 1 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 11/0

    પ્રથમ ઓવરમાં વિરાટ કોહલીની બેટથી 2 ચોગ્ગા જોવા મળ્યા. ફાફા ડુ પ્લેસી 1 રન અને વિરાટ કોહલી 5 રન સાથે રમી રહ્યાં છે. 1 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 11/0

  • 15 Apr 2023 03:12 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

     

    દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), મિશેલ માર્શ, યશ ધુલ, મનીષ પાંડે, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, લલિત યાદવ, અભિષેક પોરેલ (વિકેટકીપર), કુલદીપ યાદવ, એનરિચ નોર્ટજે, મુસ્તફિઝુર રહેમાન

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), મહિપાલ લોમર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશક

  • 15 Apr 2023 03:03 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : દિલ્હી કેપિટલ્સે જીત્યો ટોસ

     

    આજની આઈપીએલની 2023ની 20મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે બેંગ્લોરની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરશે. બેંગ્લોરની ટીમ આ પહેલાની મેચની જેમ રોમાંચક મેચની આશા રાખી રહ્યાં છે.

  • 15 Apr 2023 02:51 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : ટૂંક સમયમાં થશે ટોસ

    આજે બપોરે 3 કલાકે ટોસ થશે અને 3.30 કલાકે મેચ શરુ થશે.

  • 15 Apr 2023 02:36 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : પોઈન્ટ ટેબલ પર ક્યાં છે બંને ટીમો ?

    દિલ્હી કેપિટલ્સની ટીમ હમણા સુધી 4 મેચ રમી છે. ચારેય મેચમાં દિલ્હીની ટીમને હારનો સામનો કરવો પડયો છે. 0 પોઈન્ટ સાથે આ ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 3માંથી 1 મેચમાં જીત મેળવી શકી છે. બેંગ્લોરની ટીમ 2 પોઈન્ટ સાથે હાલમાં બીજા સ્થાને છે.

  • 15 Apr 2023 02:26 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર આઈપીએલનો રેકોર્ડ

    બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલની 83 મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમ આ મેદાન પર 33 વાર જીતી છે, જ્યારે 46 વાર બીજી ઈનિંગમાં બેટિંગ કરવાવાળી ટીમ જીતી છે.

  • 15 Apr 2023 02:21 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ

    આઈપીએલના ઈતિહાસમાં 28 વાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થઈ છે. જેમાંથી 17 મેચમાં બેંગ્લોરની જીત થઈ છે અને 10 મેચમાં દિલ્હી કેપિટલ્સની જીત થઈ છે. 1 મેચ ટાઈ થઈ હતી.

  • 15 Apr 2023 02:16 PM (IST)

    RCB vs DC IPL 2023 Live Score : આજે દિલ્હી અને બેંગ્લોર વચ્ચે ટક્કર

    આઈપીએલમાં શરુઆતથી જ રોમાંચક મેચ જોવા મળે છે. આજે આઈપીએલની 16મી સિઝનમાં 5મી વાર ડબલ હેડર જોવા મળશે. આજે પ્રથમ મેચ બેંગ્લોરના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગ્લોર અને દિલ્હીની ટીમ વચ્ચે રમાશે. દિલ્હીની ટીમ આ સિઝનની પ્રથમ જીત મેળવવા માટે મેદાન પર ઉતરશે.

Published On - Apr 15,2023 2:16 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">