ICC Test Ranking: રવિન્દ્ર જાડેજાએ કરી કમાલ, 2017 બાદ ફરીવાર ટેસ્ટ ઓલરાઉન્ડ નંબર 1 બન્યો

વેસ્ટ ઇન્ડિઝના જેસન હોલ્ડરને પછાડીને રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ઓલરાઉન્ડરના રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચ્યો.

ICC Test Ranking: રવિન્દ્ર જાડેજાએ કરી કમાલ, 2017 બાદ ફરીવાર ટેસ્ટ ઓલરાઉન્ડ નંબર 1 બન્યો
Ravindra Jadeja (PC: BCCI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 5:55 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ફરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આઈસીસીએ હાલમાં જ જાહેર કરેલ રેન્કિંગ (ICC Test Ranking) માં રવિન્દ્ર જાડેજા ટેસ્ટ રેન્કિંગમાં ઓલરાઉન્ડરની કેટેગરીમાં નંબર 1 ખેલાડી બની ગયો છે. રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઇન્ડિઝના જેસન હોલ્ડર (Jason Holder) ને પછાડીને ટોચનું સ્થાન મેળવ્યું છે. તો તેની સાથે અશ્વિન પણ નંબર 3 ના સ્થાને આવી ગયો છે.

તમને જણાવી દઇએ કે રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે મોહાલીમાં રમાયેલી સીરિઝની પહેલી ટેસ્ટ મેચમાં બંને ઇનિંગમાં કુલ 9 વિકેટ ઝડપી હતી અને બેટિંગમાં 175* રનની ધમાકેદાર ઇનિંગ રમતા ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ આઈસીસી ટેસ્ટમાં ઓલરાઉન્ડરની કેટેગરીમાં  2 ક્રમની છલાંગ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

તો બીજી તરફ રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ રેન્કિંગમાં બેટિંગમાં પણ જબરદસ્ત છલાંગ લગાવી છે. તે બેટિંગ રેન્કિંગમાં હવે 37માં સ્થાને આવી ગયો છે. તેણે બેટિંગ રેન્કિંગમાં 17 ક્રમની છલાંગ લગાવીને 37 માં ક્રમ પર પહોંચી ગયો છે. તો બોલિંગ રેન્કિંગમાં 3 ક્રમની છલાંગ લગાવતા તે હવે 17માં સ્થાન પર પહોંચી ગયો છે.

આઈસીસીએ હાલમાં જ ટેસ્ટ રેન્કિંગમાં કહ્યું કે, “રવિન્દ્ર જાડેજાનું શ્રીલંકા સામે ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું. તેને પગલે જાડેજા આઈસીસી પુરુષ ખેલાડીઓની ટેસ્ટ રેન્કિંગમાં પહેલા સ્થાન પર પહોંચી ગયો છે.” તમને જમાવી દઇએ કે રવિન્દ્ર જાડેજા લગભગ 5 વર્ષ બાદ નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડરના સ્થાન પર પહોંચી ગયો છે. આ પહેલા રવિન્દ્ર જાડેજા 2017 માં પણ ટોચના સ્થાને પહોંચ્યો હતો. ત્યારે તે નંબર 1ના સ્થાને એક સપ્તાહ સુધી રહી શક્યો હતો.

આ પણ વાંચો : ICC Women’s World Cup: રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ફરી જીત મેળવી, ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીત મેળવી

આ પણ વાંચો : હવે બોલર ક્યારેય બોલ પર થૂંક લગાવી શકશે નહીં, MCCએ ક્રિકેટના નિયમોમાં કર્યા ઘણા ફેરફાર

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">