અશ્વિનની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, 44 વર્ષીય કેપ્ટન બન્યો CPL ચેમ્પિયન
રવિચંદ્રન અશ્વિન એક ઉત્તમ ક્રિકેટર હોવા ઉપરાંત ક્રિકેટની સારી સમજ ધરાવતો ખેલાડી પણ છે. અશ્વિન અત્યારે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં રમી રહ્યો છે. હાલમાં જ સમાપ્ત થયેલ CPL 2023ના ચેમ્પિયન કેપ્ટન ઈમરાન તાહિરે આ ખેલાડીનો આભાર માન્યો છે. ઈમરાન તાહિરે ખુલાસો કર્યો હતો કે જ્યારે તેને ગયાના ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે લોકો તેની મજાક ઉડાવી રહ્યા હતા. પરંતુ આર અશ્વિન એવો વ્યક્તિ હતો જેને તેની કેપ્ટનશિપમાં વિશ્વાસ હતો.
આર અશ્વિને ઈન્દોરમાં રમાયેલી બીજી વનડેમાં શાનદાર બોલિંગ કરીને વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માટે પોતાનો દાવો દાખવ્યો છે, પરંતુ એક અન્ય સમાચાર છે જેના કારણે અશ્વિન હેડલાઈન્સમાં આવી ગયો છે. અશ્વિન (R Ashwin)ના લાઈમલાઈટમાં આવવાનું કારણ તેની ભવિષ્યવાણી છે જેના વિશે CPL 2023 વિજેતા કેપ્ટન ઈમરાન તાહિરે કરી છે. તમને જણાવી દઈએ કે CPL 2023ની ફાઈનલમાં ગયાના એમેઝોન વોરિયર્સે ટ્રિનબેગો નાઈટ રાઈડર્સને 9 વિકેટથી હરાવીને ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ ટીમની બાગડોર ઈમરાન તાહિર (Imran Tahir) ના હાથમાં હતી અને તેણે જીત બાદ આર અશ્વિનનો આભાર માન્યો હતો.
ઈમરાન તાહિરે રવિચંદ્રન અશ્વિનનો આભાર માન્યો
CPL 2023 ચેમ્પિયન બન્યા બાદ ઈમરાન તાહિરે ખુલાસો કર્યો હતો કે જ્યારે તેને ગયાના ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે લોકો તેની મજાક ઉડાવી રહ્યા હતા. પરંતુ આર અશ્વિન એવો વ્યક્તિ હતો જેને તેની કેપ્ટનશિપમાં વિશ્વાસ હતો. અશ્વિને CPLની શરૂઆત પહેલા તેને કહ્યું હતું કે ઈમરાન તાહિર તેની ટીમને CPL જીતાડશે અને એવું જ થયું. આ જ કારણ છે કે ઇમરાન તાહિરે જીત બાદ અશ્વિનનું નામ લીધું હતું.
ઈમરાન તાહિરનું કમાલ પ્રદર્શન
CPL 2023ની ફાઈનલમાં ટ્રિનબેગો નાઈટ રાઈડર્સની ટીમ 18.1 ઓવરમાં માત્ર 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ગયાનાના કેપ્ટન ઈમરાન તાહિરે 4 ઓવરમાં માત્ર 8 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તાહિરે રસેલ અને બ્રાવોની મહત્વની વિકેટ લઈને પોતાની ટીમને જીતનો રસ્તો બતાવ્યો હતો. એટલું જ નહીં તાહિરે આ ટૂર્નામેન્ટમાં કુલ 18 વિકેટ લીધી હતી.
When Ash says something, believe it. Imran Tahir thanks @ashwinravi99 after winning the CPL! . .#CPL2023 #CPL2023Final @CPL pic.twitter.com/WtIDs36wyy
— FanCode (@FanCode) September 25, 2023
ઈમરાને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ઈમરાન તાહિરે પણ CPL 2023 જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે કોઈપણ T20 લીગ જીતનાર સૌથી મોટી ઉંમરનો કેપ્ટન બની ગયો છે. તાહિરે ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. ધોનીએ 41 વર્ષ 325 દિવસની ઉંમરમાં CSKને IPL 2023 ચેમ્પિયન બનાવી હતી. જ્યારે ઈમરાન તાહિરે 44 વર્ષ 181 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે.
આ પણ વાંચો : Asian Games 2023 : હોકીમાં એક જ મેચમાં 3 હેટ્રિકથી ભારતે વિરોધી ટીમને 16-0થી કચડી નાખી
અશ્વિન માટે આગામી મેચ મહત્વપૂર્ણ
ઇમરાન તાહિર જીતી ગયો છે, પરંતુ હવે અશ્વિન માટે આગામી કેટલાક દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને રાજકોટ વનડે જેમાં તેના વર્લ્ડ કપમાં રમવા અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે, અક્ષરની ઈજાએ તેના માટે રસ્તો ખોલી જ દીધો છે.