વીડિયો બનાવવાના ચક્કરમાં 3 વખત ડૂબતા ડૂબતા બચ્યો ટીમ ઈન્ડિયાનો આ ક્રિકેટર, જુઓ વીડિયો
ટીમ ઈન્ડિયા માટે આ ખેલાડીએ અત્યારસુધી 43 મેચ રમી છે. તેમણે વર્ષ 2022માં ડેબ્યુ કર્યું હતુ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ગત્ત મેચ રમી છે.ઈન્ટરનેશનલ ક્રિકેટ સિવાય તેમણે આઈપીએલમાં અત્યારસુધી 77 મેચ રમી છે.

વીડિયો બનાવવું ગજબનું રિસ્ક છે.આવું કરતા પણ સાવધાની રાખવા છતાં ક્યારેક દુર્ઘટના પણ બની જાય છે. ટીમ ઈન્ડિયાના આ એક ક્રિકેટર આવું કરતા માડં માંડ બચ્યો હતો. આ વિશે તેમણે ખુદ જાણકારી શેર કરી છે. તેમણે જણાવ્યું કે, એક-બે નહી વીડિયો બનાવવાના ચક્કરમાં 3 વખત ડૂબ્યો હતો. હવે ડૂબવાની આ વાતથી લાગે છે જાણે આ કોઈ વાત કોઈ ઉંડા પાણીની હશે. જો કે ભારતીય ક્રિકેટરની સાથે આ ઘટના સ્વીમિંગ પૂલમાં બની છે.
2022માં ડેબ્યૂ, 43 મેચ રમી
હવે તમે વિચારી રહ્યા હશો કે,ટીમ ઈન્ડિયાનો એ ક્રિકેટ આખરે કોણ છે? રવિ બિશ્નોઈએ પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2 ફ્રેબ્રુઆરી 2025ના રોજ વાનખેડે મેદાન પર ટી20 રમ્યો હતો. વર્ષ 2022માં ડેબ્યુ કરનાર 24 વર્ષનો સ્પિનર રવિ બિશ્નોઈએ ભારત માટે અત્યારસુધી 42 ટી20 મેચ રમી છે. જેમાં તેમણે 61 વિકેટ પોતાને નામ કરી છે. આ સિવાય રવિ બિશ્નોઈએ ભારત માટે એક વનડે મેચ પણ રમી છે. જેમાં તેમણે 1 વિકેટ લીધી છે.
View this post on Instagram
3 વખત ડૂબતા ડૂબતા બચ્યો ક્રિકેટર
રવિ બિશ્નોઈનું પર્ફોર્મન્સ જોયા બાદ હવે તેનો આ વીડિયો જોઈએ. જે તેમણે સ્વીમિંગ પુલમાં બનાવ્યો છે. આ વીડિયો બનાવતી વખતે તેમણે કહ્યું તે 3 વખત ડૂબતા ડૂબતા બચ્યો છે. રવિ બિશ્નોઈએ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી લખ્યું વીડિયો બનાવવા માટે 3 વખત ડૂબ્યો છું.આ વીડિયોમાં જે રીતે રવિ બિશ્નોઈ તરતા જોવા મળી રહ્યો છે.પાણીમાં તેના હાથ ચાલી રહ્યા છે. તેને જોઈને લાગતું નથી કે, તે 3 વખત ડૂબ્યો હશે. વીડિયો પોસ્ટ કરતા તેમણે પોતાની ડૂબવાની વાત કહી હતી.
IPLમાં LSGનો ભાગ છે બિશ્નોઈ
વ્હાઈટ બોલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો મહત્વનો સભ્ય રવિ બિશ્નોઈ આઈપીએલ પણ રમે છે. તે હાલમાં લખનૌ સુપર જાયન્ટસનો ભાગ છે. તેમને 11 કરોડમાં આઈપીએલ 2025 દરમિયાન સામેલ કર્યો હતો. રવિ બિશ્નોઈના નામે આઈપીએલની 77 મેચમાં 72 વિકેટ છે. જેમાં 9 વિકેટ તેમણે આઈપીએલ 2025માં 11 મેચમાં લીધી છે.હાલમાં, રવિ બિશ્નોઈ પોતાના નવરાશના સમયનો આનંદ માણી રહ્યા છે. તે ઘણી વખત ક્રિકેટના મેદાન પર પોતાની ટીમને હારના ભયથી બચાવતો જોવા મળ્યો છે.