Ranji Trophy 2022: બરોડાના ક્રિકેટરે પોતાની દીકરીને ગુમાવી દેવાના થોડા દિવસ બાદ ફટકારી સદી

ભુવનેશ્વરમાં ચાલી રહેલ રણજી ટ્રોફી 2022ના એલીટ ગ્રુપ બી (રાઉન્ડ 2)ની મેચ રમાઈ રહી હતી. જ્યા વિષ્ણુ સોલંકીએ પોતાની પહેલી ઈનિંગમાં 103 રન બનાવ્યા હતા.

Ranji Trophy 2022: બરોડાના ક્રિકેટરે પોતાની દીકરીને ગુમાવી દેવાના થોડા દિવસ બાદ ફટકારી સદી
Cricketer Vishnu Solanki (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 5:00 PM

બરોડા રણજી ટીમના (Baroda Ranji Team) ખેલાડી વિષ્ણુ સોલંકીએ (Vishnu Solanki) 25 ફેબ્રુઆરીના રોજ રણજી ટ્રોફી 2022 (Ranji Trophy 2022)ની મેચમાં ચંદીગઢ સામે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. ત્યારબાદથી તે સમાચારમાં છવાયેલા રહ્યા છે પણ વાત ત્યાં આવીને ઉભી રહે છે કે ખેલાડી વિષ્ણુ સોલંકી માટે આ સદી ખાસ હતી. તેણે થોડા દિવસ પહેલા જ પોતાની લાડકવાઈ નવજાત દીકરીને ગુમાવી દીધી હતી. આ ઘટનાના થોડાક જ દિવસ બાદ વિષ્ણુએ પોતાના પર આવી પડેલ દુ:ખને પાછળ છોડીને બરોડા ટીમ સાથે જોડાયો અને ટીમ માટે સદી ફટકારી.

ભુવનેશ્વરમાં ચાલી રહેલ રણજી ટ્રોફી 2022ના એલીટ ગ્રુપ બી (રાઉન્ડ 2)ની મેચ રમાઈ રહી હતી. જ્યા વિષ્ણુ સોલંકીએ પોતાની પહેલી ઈનિંગમાં 103 રન બનાવ્યા હતા. તેની આ શાનદાર ઈનિંગને પગલે બરોડા ટીમે બીજા દિવસે રમત પુરી થતાં 7 વિકેટના ભોગે 398 રન બનાવ્યા હતા અને ચંદીગઢ સામે 230 રનની લીડ મેળવી લીધી હતી. વિષ્ણુ સોલંકી નંબર 5 પર બેટિગં કરવા ઉતર્યો હતો અને 161 બોલમાં અણનમ 103 રન બનાવ્યા હતા.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

વિષ્ણુ સોલંકી હાલમાં જ પિતા બન્યો હતો

તેણે પોતાની આ શાનદાર ઈનિંગને પગલે 12 ચોગ્ગા ફટકાર્યા હતા તો સાથે જ ઓપનર જ્યોતનિલ સિંહ સામે 96 રનની ભાગીદારી નોંધાવી હતી. પોતાની લાડકવાયી દીકરીને ગુમાવી દીધા બાદ વિષમ પરિસ્થિતિમાંથી બહાર આવીને મેદાન પર ઉતરવું અને આ પ્રકારનું પ્રદર્શન કરવું એ એક વખાણવા લાયક કામ છે.

સૌરાષ્ટ્રના વિકેટકીપર બેટ્સમેન શેલ્ડન જેક્સને વિષ્ણુ સોલંકીના વખાણ કર્યા હતા. તેણે ટ્વિટર પર લખ્યું હતું કે, “શાનદાર ખેલાડી છે. જેટલું હું જાણું છું, તે અત્યાર સુધીનો સૌથી સખત ખેલાડી હોવો જોઇએ. વિષ્ણુ અને તેના પરિવારને ખાસ સલામ. આ કોઇ પણ પ્રકારે સહેલું નથી.”

આ વચ્ચે બરોડા ક્રિકેટ એસોસિએશનના CEO શિશિર હટંગડીએ પણ વિષ્ણુ સોલંકીના પ્રદર્શનના વખાણ કર્યા હતા અને ટ્વિટર પર લખ્યું હતું, “આ એક એવા ખેલાડીની સ્ટોરી છે જેણે થોડાક જ દિવસ પહેલા પોતાની લાડકવાઈ નવજાત દીકરીને ગુમાવી દીધી હતી. તેણે અંતિમ સંસ્કાર કર્યા બાદ પોતાની ટીમ સાથે ફરીથી જોડાઈ ગયો અને સદી ફટકારી. તેનું નામ સોશિયલ મીડિયામાં ભલે એટલું ચર્ચીત ન હોય પણ વિષ્ણુ સોલંકી મારા માટે એક સાચી જીંદગીનો હીરો છે અને એક પ્રેરણા છે.”

વિષ્ણુ સોલંકી 11 ફેબ્રુઆરીના રોજ પિતા બન્યો હતો અને તેના ઘરમાં ખુશીનો માહોલ હતો પણ આ ખુશી વધુ દિવસ જોવા મળી નહીં. કારણ કે 24 કલાકમાં જ તે નવજાત દીકરીએ દુનિયા છોડી દીધી. વિષ્ણુ સોલંકીએ ભુવનેશ્વરથી અંતિમ સંસ્કાર માટે બરોડા માટેની ઉડાન ભરી અને તેના 3 દિવસ બાદ પરત પોતાની ટીમ સાથે જોડાઇ ગયો.

આ પણ વાંચો : મિતાલી રાજે વર્લ્ડ કપથી પહેલા ભારતીય ટીમના યુવા ખેલાડીને લઈને આપી મોટી પ્રતિક્રિયા

આ પણ વાંચો : IND vs SL: ભારતનો વિજય રથ આજે જારી રહેશે? ધર્મશાળાના મેદાન પર ટીમ ઇન્ડિયા માટે નિરાશાજનક છે આંકડા

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">