રાજસ્થાન રોયલ્સે આરસીબીને શુભકામના પાઠવી માર્યો ટોણો, જેઠાલાલ અને દયાનો ફોટો કર્યો શેર

વિરાટ કોહલી જેવા સ્ટાર હોવા છતાં આરસીબીની પુરુષ ટીમ 16 વર્ષથી ઈન્ડિયન પ્રીમિયર લીગનો એક પણ ખિતાબ જીતી ચૂકી નથી. મહિલા ટીમે બીજા વર્ષે વુમન્સ પ્રીમિયર લીગનો ખિતાબ જીતી લીધો છે. જેને લઈ રાજસ્થાન રોયલ્સે પોસ્ટ કરી છે.

રાજસ્થાન રોયલ્સે આરસીબીને શુભકામના પાઠવી માર્યો ટોણો, જેઠાલાલ અને દયાનો ફોટો કર્યો શેર
Follow Us:
| Updated on: Mar 18, 2024 | 2:48 PM

વુમન્સ પ્રીમિયર લીગ 2024નો ખિતાબ જીતી સ્મૃતિ મંધાનાની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રવિવારે ઈતિહાસ રચી દીધો છે. સોશિયલ મીડિયા પર આરસીબીને ચેમ્પિયન બનવાની શુભકામનાઓ પણ ચારેબાજુથી મળી રહી છે. જેમાં એક પોસ્ટ રાજસ્થાન રોયલ્સે પણ કરી છે. આ ફ્રેન્ચાઈઝીએ આરસીબીને ટોણો મારી શુભકામના પાઠવી છે.

વિરાટ કોહલી જેવા સ્ટાર આરસીબીની પુરુષ ટીમ માટે 16 વર્ષમાં એક પણ ટ્રોફી જીતી શકી નથી. ત્યારે આ કામ મહિલા ટીમે બીજા વર્ષમાં કર્યું છે. જેને લઈ લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો એક ફોટો શેર કર્યો છે અને રાજસ્થાન રોયલ્સે આરસીબીને ટોણો માર્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જેઠાલાલા અને દયાનો ફોટો શેર કર્યો

આ ફોટોમાં જેઠાલાલ અને દાયને સિલેન્ડર ઉઠાવતા જોઈ શકાય છે. જઠાલાલને સિલેન્ડર ઉપાડવામાં તકલીફ થાય છે. તો દયા આને આરામથી ઉપાડી લે છે. જેને જોઈ જેઠાલાલ હેરાન રહી જાય છે. તેનું રિએક્શન પણ જોવા લાયક હોય છે. રાજસ્થાન રોયલ્સે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો અને આરસીબીને શુભકામના પાઠવી છે. રાજસ્થાન રોયલ્સે આરસીબીની પુરુષ ટીમની હાલતને જેઠાલાલ અને મહિલા ટીમને દયા બેન દેખાડવાનો પ્રયત્ન કર્યો છે.

સ્ટેડિયમમાં આરસીબીની ધમાલ,રસ્તાઓ પર જામી ભીડ

આપણે ક્રિકેટના મેદાનની વાત કરીએ તો આ મેચમાં મેદાન પર ધમાલ જોવા મળી સાથે રસ્તાઓ પર પણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જેમ ફુટબોલને લઈ ક્રેઝ યુરોપિયન દેશોમાં જોવા મળે છે.એવું લાગી રહ્યું છે કે, આખું શહેર એક જ જગ્યા પર ભેગું થયું છે.

આ પણ વાંચો : આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘા ખેલાડીની ભારતમાં થઈ એન્ટ્રી,1 બોલ નાંખવાના લેશે લાખો રુપિયા જુઓ ફોટો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">