IPL 2025: રાજસ્થાન રોયલ્સના નવા કોચ બન્યા રાહુલ દ્રવિડ, 9 વર્ષ બાદ ટીમમાં વાપસી

રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ 29 જૂને બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયા સાથે રાહુલ દ્રવિડની સફરનો અંત આવ્યો. રાહુલ દ્રવિડ હવે ફરી એકવાર IPLમાં પાછો ફર્યો છે, જ્યાં તે અગાઉ રાજસ્થાન અને દિલ્હી જેવી ટીમોના કોચ રહી ચૂક્યો છે. અને હવે ફરી તે તેની જૂની ટીમ સાથે નવી સફર શરૂ કરી રહ્યો છે.

IPL 2025: રાજસ્થાન રોયલ્સના નવા કોચ બન્યા રાહુલ દ્રવિડ, 9 વર્ષ બાદ ટીમમાં વાપસી
Rahul Dravid (Photo AFP)
Follow Us:
| Updated on: Sep 06, 2024 | 7:06 PM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન, કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડ ફરી એકવાર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પરત ફર્યા છે. ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા બાદ હવે રાહુલ દ્રવિડને IPL ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ દ્વારા તેના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

રાજસ્થાન રોયલ્સે પોસ્ટ કરી આપી જાણકારી

છેલ્લા ઘણા દિવસોથી આ અંગે હોબાળો મચ્યો હતો અને હવે ફ્રેન્ચાઈઝીએ જ આ રહસ્ય ખોલ્યું છે. શુક્રવારે, 6 સપ્ટેમ્બરના રોજ, રાજસ્થાને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટીમના નવા મુખ્ય કોચ તરીકે દ્રવિડની નિમણૂકની સત્તાવાર જાહેરાત કરી. રાહુલ દ્રવિડ આ પહેલા પણ રાજસ્થાન સાથે સંકળાયેલો હતો અને 2014-2015માં સતત બે સીઝન માટે ટીમનો મેન્ટર હતો.

નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
માઈગ્રેન મટાડવા માટે શું ખાવું?
ઝટપટ બનાવો મગદાળ પાયસમ, આ રહી રેસીપી
આજનું રાશિફળ તારીખ 15-09-2024
ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?

દ્રવિડે રાજસ્થાન રોયલ્સ સાથે ડીલ સાઈન કરી

રાજસ્થાન રોયલ્સના CEO જેક લુશ મેકક્રમે ટીમની IPL જર્સી સોંપીને રાહુલ દ્રવિડનું ફ્રેન્ચાઈઝીમાં ગત કર્યું. દ્રવિડે એમ પણ કહ્યું કે વર્લ્ડ કપ પછી કોચિંગમાં પરત ફરવાનો આ શ્રેષ્ઠ રસ્તો હતો. તેણે કહ્યું કે વર્લ્ડ કપ પછી, નવો પડકાર શરૂ કરવાનો આ આદર્શ સમય છે અને તેના માટે રાજસ્થાન રોયલ્સ બેસ્ટ ટીમ છે. ફ્રેન્ચાઈઝીએ એક નિવેદનમાં કહ્યું કે દ્રવિડે આગામી કેટલાક વર્ષો માટે આ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.

દ્રવિડની કોચિંગમાં ભારત T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું

રાહુલ દ્રવિડ 2021માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા અને અઢી વર્ષ સુધી આ પદ સંભાળ્યું, જ્યાં 29 જૂને બાર્બાડોસમાં તેણે ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું. આ સાથે જ દ્રવિડે ટીમ ઈન્ડિયા સાથેની સફર પૂરી કરી. ત્યારથી દ્રવિડનું નામ IPLની અલગ-અલગ ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ રહ્યું હતું. આખરે દ્રવિડ તેની જૂની ફ્રેન્ચાઈઝીમાં પાછો ફર્યો, જ્યાં તે 2011 થી 2013 સુધી કેપ્ટન હતો અને પછી બે વર્ષ સુધી મેન્ટર રહ્યો.

આ પણ વાંચો: દુલીપ ટ્રોફીમાં મુશીર ખાનની શાનદાર સદી, નવદીપ સૈની સાથે મળી તોડ્યો મોટો રેકોર્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
g clip-path="url(#clip0_868_265)">