ટીમ ઈન્ડિયાના કેપ્ટનનો તાજ પહેરવા ઉતાવળીયો બન્યો હતો વિરાટ કોહલી, ધોની સંભાળી રહ્યો હતો સુકાન
ધોની વનડે અને ટી20 ફોર્મેટમાં ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહ્યો હતો, પરંતુ વિરાટ કોહલીને જે તાજ પોતાના શિરે પહેરવા ઉતાવળીયો બન્યો હતો પરંતુ તેના ક્રિકેટ ગુરુ 'રવિ' એ વાળ્યો હતો.
આમ તો ભારતીય ક્રિકેટમાં સૌ કોઈ અત્યારે એમએસ ધોનીના ગુણગાન ગાઈ રહ્યા છે. ધોની ભારતીય ક્રિકેટ માં સફળ કેપ્ટન પૈકી એક છે. ધોનીએ ભારતને મર્યાદીત ઓવરના બંને વિશ્વકપ જીતાડ્યા હતા. વિરાટ કોહલીને પણ ભારતીય ટીમના મર્યાદીત ઓવરના ફોર્મેટની કેપ્ટનશિપ સંભાળવાની ઉતાવળ હતી. તે સમયે તેની આ ઉતાવળ ધોની સાથેના સંબંધોમાં તિરાડ ઉભી કરી શકી હોત, પરંતુ વિરાટ કોહલી જેને ગુરુ સમાન માને છે તે વ્યક્તિએ તેને ઠંડો કર્યો હતો.
ધોની અને કોહલી વચ્ચે હાલમાં ખૂબ જ સારા નિકટના સંબંધો છે. બંને એક બીજા માટે ખૂબ સારી વાતો કરતા નજર આવી રહ્યા છે. પરંતુ ગુરુએ સમયે ફોન ના ગુમાવ્યો હોત તો, આજે આ સારી વાતો સાંભળવાને બદલે મૌન વધારે જોવા મળી રહ્યુ હોત. પરંતુ બધુ જેતે સમયે શાંત પડ્યુને ઠીક રહ્યુ. આ બધી વાતનો ખુલાસો એક બુકમાં થયો છે. એ બુક ભારતીય ટીમના પૂર્વ ફિલ્ડીંગ કોચ આર શ્રીધરે લખી છે.
શ્રીધરની બુકથી સામે આવી વાત
ભારતીય ટીમના પૂર્વ ફિલ્ડીંગ કોચ આર શ્રીધરે એક બુક લખી છે. આ બુકમાં તેઓએ આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. શ્રીધરની બુક કોચિંગ બિયોન્ડમાં ઉલ્લેખ મુજબ આ ઘટના વર્ષ 2016ની છે. જે મુજબ ધોની અને કોહલી વચ્ચેના સંબંધોનો અંત થઈ શક્યો હોત. પરંતુ કોહલી ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીને ગુરુ સમાન માને છે.
શાસ્ત્રીએ વાત પારખી લઈને વાતને વણસતા પહેલા જ અટકાવી લીધી હતી. શાસ્ત્રીએ જ કોહલીને વાતને સમજાવી હતી અને તે એમની વાત માન્યો હતો. જોકે તેના આગળના વર્ષે જ ધોનીએ મર્યાદિત ઓવરના ફોર્મેટ માટેની ટીમની કેપ્ટનશિપ નહીં કરે અને કોહલીને કેપ્ટનશિપનો તાજ મળ્યો હતો.
ફિલ્ડીંગ કોચે આમ લખી છે વાત
બુકમાં 42માં પેજ પર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મુજબ “વર્ષ 2016માં એક સમય એવો હતો જ્યારે વિરાટ કોહલી કેપ્ટન બનવા માટે ખૂબ જ ઉતાવળીયો હતો. તેણે કેટલીક એવી વાતો કહી કે તે સફેદ બોલની ક્રિકેટમાં પણ કેપ્ટનશિપ કરવા માંગતો હતો. એક સાંજે રવિ શાસ્ત્રીએ તેને ફોન કર્યો અને કહ્યું કે જો વિરાટ, એમએસ એ તને લાલ બોલની ક્રિકેટમાં કેપ્ટનશીપ આપી છે. તમારે તેમનો આદર કરવો પડશે. તે તમને મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં પણ કેપ્ટનશિપ આપશે, પરંતુ જ્યારે યોગ્ય સમય હશે. ત્યાં સુધી જો તમે તેમનું સન્માન નહીં કરો તો કાલે જ્યારે તમે કેપ્ટન હશો તો તમને તમારી ટીમમાંથી પણ સન્માન નહીં મળે, જે પણ થઈ રહ્યું છે તમારે તેનું સન્માન કરવું પડશે, કેપ્ટનશિપ તમારી પાસે આવશે, તમારે કરવાની જરૂર નથી. તેની પાછળ દોડો.”