ઉંમર છુપાવવાના કારણે લાગેલો કલંક, પરંતુ કોહલીની વિકેટથી બદલાયું નસીબ… ફ્લોપ ટીમનો આ હીરો કેવી રીતે બન્યો ભારતનો ડેબ્યૂ સ્ટાર ?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે 17 જૂને લખનૌના ઇકાના સ્ટેડિયમ ખાતે બીજી વનડે ઇન્ટરનેશનલ (ODI) મેચ રમાઈ રહી છે. આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ હાલમાં 3 મેચની સિરીઝમાં 1-0થી આગળ છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે 17 જૂને લખનૌના ઇકાના સ્ટેડિયમ ખાતે બીજી વનડે ઇન્ટરનેશનલ (ODI) મેચ રમાઈ રહી છે. આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ હાલમાં 3 મેચની સિરીઝમાં 1-0થી આગળ છે અને ટીમ ઈન્ડિયા આજની મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે. 2023ના વર્લ્ડ કપ પછી લખનૌમાં રમાનારી આ પહેલી ODI મેચ છે. આ મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમમાં ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. નીતીશ રાણા, પ્રસિધ્ધ કૃષ્ણા અને હર્ષ દુબેને આરામ આપવામાં આવ્યો છે અને તેમના સ્થાને પ્રિન્સ યાદવ, કુલદીપ યાદવ અને યશસ્વી જયસ્વાલને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.
કોણ છે પ્રિન્સ યાદવ?
આ મેચનો સૌથી યુવા ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવનો આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ છે. હર્ષ દુબે અને ગુરનૂર બ્રારે પહેલી મેચમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે પ્રિન્સ યાદવને આજે બીજી મેચમાં ભારત માટે ડેબ્યૂ કેપ આપવામાં આવી છે. પ્રિન્સ યાદવે IPLમાં પોતાની શાનદાર બોલિંગથી બધાને પ્રભાવિત કર્યું હતું. આ પ્રદર્શનને કારણે તેને અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ માટે ભારતીય ટીમમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય તક મળી છે.
Precious moments ✨
Congratulations to Prince Yadav as he receives his #TeamIndia ODI debut cap from Vice-captain Shreyas Iyer
Updates ▶️ https://t.co/JYJ5l44iJ6#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/dX9JYubQFH
— BCCI (@BCCI) June 17, 2026
ઉંમર છુપાવવાનો કૌભાંડ અને 2 વર્ષનો પ્રતિબંધ
ડિસેમ્બર 2019માં BCCIએ પ્રિન્સ યાદવ પર ઉંમર છુપાવવાના કેસમાં 2 વર્ષનો કડક પ્રતિબંધ મૂક્યો હતો. તેણે અંડર-19 ક્રિકેટ રમવા માટે પોતાનું જન્મ પ્રમાણપત્ર 12 ડિસેમ્બર, 2001 આપ્યું હતું. જોકે, જ્યારે BCCI એ CBSE બોર્ડ સાથે તેની ચકાસણી કરી. ત્યારે સત્ય સામે આવ્યું. પ્રિન્સે 2012માં જ 10માં ધોરણની પરીક્ષા પાસ કરી હતી અને તેની વાસ્તવિક જન્મ તારીખ 10 જૂન, 1996 હતી. આ છેતરપિંડીને કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને બધાને લાગ્યું કે તેની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ પ્રતિબંધનો સમયગાળો પૂરો થયા પછી પ્રિન્સે હાર માની નહીં. તેણે ઘરેલુ ક્રિકેટ અને દિલ્હી પ્રીમિયર લીગમાં દિલ્હી માટે શાનદાર વાપસી કરી. IPL માં, તેને લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર લેવામાં આવ્યો હતો.
વિરાટ કોહલીને કર્યો હતો આઉટ?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની IPL મેચમાં, પ્રિન્સ યાદવે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલીને ફક્ત 2 બોલમાં ઝીરો રન પર ક્લીન બોલ્ડ કર્યો હતો. વિરાટ પ્રિન્સ દ્વારા ફેંકવામાં આવેલ આશરે 140.4 સ્પીડ ઇનસ્વિંગરને સમજી શક્યો નહીં અને આશ્ચર્યચકિત થઈને જોતો રહ્યો. રસપ્રદ વાત એ છે કે, વિરાટ કોહલીએ અગાઉ એક મેચ દરમિયાન પ્રિન્સને બોલિંગ અંગે ટિપ આપી હતી. જેને પ્રિન્સે જ વિરાટ કોહલી સામે ઉપયોગ કરીને તેની વિકેટ લીધી. આ એક જ વિકેટે પ્રિન્સને રાતોરાત ચર્ચામાં લાવી દીધો.
