T20 women’s world cup 2023માં પાકિસ્તાનની કારમી હાર, વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે 3 રનથી જીતી મેચ

પાકિસ્તાનની ટીમને છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં હારનો સામનો કરવો પડયો છે. ભારતીય ટીમ સામે પણ તેમને હારનો સામનો કરવો પડયો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામેની હાર સાથે તેનું વર્લ્ડ કપ જીતવાનું સપનુ ફરી તૂટવા જઈ રહ્યું છે. 

T20 women's world cup 2023માં પાકિસ્તાનની કારમી હાર, વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે 3 રનથી જીતી મેચ
T20 women's world cup 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 7:25 AM

દક્ષિણ આફ્રિકાની ધરતી પર ફરી એકવાર પાકિસ્તાનની મહિલા ટીમની હાર થઈ છે. ગઈકાલે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં પાકિસ્તાનની ટીમને 3 રનથી હારનો સામનો કરવો પડયો હતો. જણાવી ગઈએ કે પાકિસ્તાનની ટીમને છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં હારનો સામનો કરવો પડયો છે. ભારતીય ટીમ સામે પણ તેમને હારનો સામનો કરવો પડયો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામેની હાર સાથે તેનું વર્લ્ડ કપ જીતવાનું સપનુ ફરી તૂટવા જઈ રહ્યું છે.

ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની સાથે ગ્રુપ 2માં રાખવામાં આવ્યું છે. બીજી તરફ ગ્રુપ 1માં યજમાન દક્ષિણ આફ્રિકા સિવાય વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની ટીમ સામેલ છે. ગ્રુપ રાઉન્ડમાં દરેક ટીમ તેમના ગ્રુપની બાકીની ટીમો સામે એક-એક મેચ રમશે. બંને ગ્રુપની ટોચની બે ટીમો સેમિ ફાઇનલમાં પ્રવેશ કરશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

પાકિસ્તાનની કારમી હાર

વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને બેટિંગ માટે ઉતરી હતી. પ્રથમ બેટિંગ કરતા આ ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકશાન સાથે 116 રન બનાવી શકી હતી. 117 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે 113 રન બનાવી શકી હતી. જેને કારણે પાકિસ્તાનની ટીમે 3 રનથી કારમી હારનો સામનો કરવો પડયો હતો.

ગ્રુપ 2માં હાલ ઈંગ્લેન્ડ અને ભારતની મહિલા ટીમ ટોપ પર છે. પાકિસ્તાનની ટીમ 3 મેચમાં 1 મેચ જીતીને હાલ ચોથા સ્થાને છે. તે લગભગ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

શ્રીલંકા સામે ન્યુઝીલેન્ડની જીત

ગઈ કાલે રાત્રે 10.30 કલાકે શરુ થયેલી મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે શ્રીલંકા સામે 102 રનથી મોટી જીત મેળવી હતી. ગ્રુપ 1માં ન્યુઝીલેન્ડની ટીમ હાલમાં બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડની 4 મેચમાં 2 જીત અને 2 હાર સાથે 4 પોઈન્ટ છે. ગ્રુપ 1માંથી તેનુ સેમિ ફાઈનલમાં પહોંચવું લગભગ નક્કી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ સેમિ ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી ચૂકી છે.

વર્લ્ડ કપમાં આગામી દિવસોનું શેડયૂલ

20 ફેબ્રુઆરી – ભારત v/s આયર્લેન્ડ – સાંજે 6.30 કલાકે

21 ફેબ્રુઆરી – ઈંગ્લેન્ડ v/s પાકિસ્તાન – સાંજે 6.30 કલાકે

21 ફેબ્રુઆરી – સાઉથ આફ્રિકા v/s બાંગ્લાદેશ – રાત્રે 10.30

સેમિ ફાઈનલ અને ફાઈનલ મેચ

23 ફેબ્રુઆરી – પ્રથમ સેમિફાઇનલ – સાંજે 6.30 કલાકે

24 ફેબ્રુઆરી – બીજી સેમિફાઇનલ – સાંંજે 6.30 કલાકે

26 ફેબ્રુઆરી – ફાઇનલ – સાંજે 6.30 કલાકે

ટી-20 મહિલા વર્લ્ડ કપની વિજેતા ટીમો

  1. વર્ષ  2009 –  ચેમ્પિયન ટીમ  ઇંગ્લેન્ડ
  2. વર્ષ  2010 –  ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
  3. વર્ષ  2012 – ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
  4. વર્ષ  2014 –  ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
  5. વર્ષ  2016 –  ચેમ્પિયન ટીમ વેસ્ટ ઇન્ડિઝ
  6. વર્ષ  2018 –  ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
  7. વર્ષ  2020 –  ચેમ્પિયન ટીમ   ઓસ્ટ્રેલિયા

દક્ષિણ આફ્રિકામાં હાલમાં ઘણી સ્પોર્ટસ ઈવેન્ટ ચાલી રહી છે. SA20 ક્રિકેટ ટુર્નામેન્ટ, અંડર 19 મહિલા વર્લ્ડ કપ બાદ હવે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટી-20 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ દેશે વર્ષ 2003ના વર્લ્ડ કપ, 2007ના ટી-20 વર્લ્ડ કપ, 2009 આઈપીએલ, 2009 ચેમ્પિયનન્સ ટ્રોફી અને 2010ના ફિફા વર્લ્ડ કપની સફળતા પૂર્વક યજમાની કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">