AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 બાદ તુરત લખનૌના કોચ પાકિસ્તાનની ફ્લાઈટ પકડશે, World Cup પહેલા મળશે નવી જવાબદારી!

World Cup 2023 ને લઈ દુનિયાની તમામ ક્રિકેટ ટીમો પોતાની તૈયારીઓમાં કોઈ કચાશ ના રહી જાય એ માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન લખનૌ સુપર જાન્ટ્સ ટીમના કોચને પાકિસ્તાન ક્રિકેટ ટીમ પોતાના બોલિંગ કોચ તરીકે નિમણૂંક કરશે.

IPL 2023 બાદ તુરત લખનૌના કોચ પાકિસ્તાનની ફ્લાઈટ પકડશે, World Cup પહેલા મળશે નવી જવાબદારી!
LSGના બોલિંગ કોચ Morne Morkel ની મદદ પાકિસ્તાન મેળવશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 12:38 PM
Share

આગામી World Cup 2023 ને આડે હવે થોડાક જ મહિનાઓ રહ્યા છે. આ સમયનો ઉપયોગ કરીને વિશ્વભરની ક્રિકેટ ટીમો વિશ્વકપ ટ્રોફી પોતાના હાથમાં ઉપાડવાના ઈરાદા સાથે તૈયારીઓ કરી રહી છે. આ માટે કેટલીક ટીમનો નજર IPL સુધી દોડી ચુકી છે. IPL ની ગત સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે ડેબ્યૂ સિઝનમાં જ સારુ પ્રદર્શન કર્યુ હતુ. જેને લઈ લખનૌની ટીમ અને તેનો સ્ટાફ સૌની નજરમાં રહ્યો હતો. લખનૌની ટીમનુ સુકાન કેએલ રાહુલ સંભાળે છે અને તેની ટીમના બોલિંગ કોચની ભૂમિકા મોને મોર્કેલ નિભાવી રહ્યા છે. જોકે આ સિઝન પૂર્ણ થતા જ તેઓ ભારતથી સિધા જ પાકિસ્તાન પહોંચશે.

મોને મોર્કેલનુ પાકિસ્તાનની ફ્લાઈટ પકડવાનુ કારણ એ છે કે, તેઓએ હવે પાકિસ્તાનની ટીમના ક્રિકેટ ખેલાડીઓનુ કોચિંગ કરશે. તેઓને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા નવી જવાબદારી માટે પસંદ કરવામાં આવ્યા છે. PCB ઓનલાઈન કોચના બદલે હવે સ્થાયી કોચની શોધ કરી છે. જેમાં LSG ના બોલિંગ કોચ મોર્કલ ઉપરાંત એન્ડ્ર્યૂ પેટ્રિકનુ નામ પાકિસ્તાનને પસંદ આવ્યુ છે. આમ હવે પાકિસ્તાની ક્રિકેટરોને ઓનલાઈનના બદલે સ્થાયી કોચિંગની સુવિધા નસીબ થનારી છે.

આ પણ વાંચોઃ  IPL 2023: CSK માટે ગજબ ‘સંયોગ’ 5મી વાર બનાવશે ચેમ્પિયન! 4 ‘યાર’ ફરી મચાવશે ધમાલ

પાકિસ્તાનને મળશે નવા કોચ!

દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલર હાલમાં IPL ટીમ લખનૌની સાથે જોડાયેલા છે. હવે પાકિસ્તાન દ્વારા તેમને પોતાની ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ પહેલા તેઓએ ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ T20 ટીમના કોચ રહી ચૂક્યા છે. મોર્કલ નામીબિયાના કોચિંગ સ્ટાફનો હિસ્સો રહી ચૂક્યા છે. તેમજ તેઓ ડરબનની ક્રિકેટ ટીમના બોલિંગ કોચ છે. તેના સિવાય પેટ્રિકને બેટિંગ કોચની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો છે. તે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમનો કોચ રહી ચુક્યો છે. હવે તે પાકિસ્તાન ક્રિકેટ ટીમની બેટિંગને સુધારતો જોવા મળશે.

ન્યુઝીલેન્ડનો પૂર્વ ઓલરાઉન્ડર ગ્રાન્ટ બ્રેડબર્ન પાકિસ્તાનના હેડ કોચના રુપમાં જોવા મળી શકે છે. બ્રેડબર્ન પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ફિલ્ડીંગ કોચ તરીકે અગાઉ ભૂમિકા નિભાવી છે. પૂર્વ ઓલરાઉન્ડરે પાકિસ્તાનના યુવા ક્રિકેટર્સને ટ્રેન કરવાનુ બીડુ ઝડપ્યુ હતુ અને આ માટે તેઓએ પાકિસ્તાનની નેશનલ ક્રિકેટ એકડમીમાં પણ કામ કર્યુ હતુ.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">