AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: CSK માટે ગજબ ‘સંયોગ’ 5મી વાર બનાવશે ચેમ્પિયન! 4 ‘યાર’ ફરી મચાવશે ધમાલ

IPL 2023 ની પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર જાયન્ટ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રમાનારી છે. આ પહેલા ચેન્નાઈને માટે એક ગજબ સંયોગ છે, જે તેના માટે ફાયદો કરાવી શકે છે.

IPL 2023: CSK માટે ગજબ 'સંયોગ' 5મી વાર બનાવશે ચેમ્પિયન! 4 'યાર' ફરી મચાવશે ધમાલ
Ms Dhoni માટે સર્જાયો સંયોગ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 12:16 PM
Share

શુક્રવારની સાંજ સાથે જ બે મહિના માટે ભારતમાં ક્રિકેટનો જંગ જામશે. દુનિયાભરના ક્રિકેટરો એક્શનમાં જોવા મળશે, જબરદસ્ત જંગ 10 ટીમો વચ્ચે ચેમ્પિયન બનવા માટે જામશે. શુક્રવારથી શરુ થઈ રહેલી IPL 2023 ની પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આમને સામને થશે. ડિફેન્ડીંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ વિજય અભિયાન શરુ કરવાનો ઈરાદો રાખશે. ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝન સાથે પાંચમી વાર ચેમ્પિયન બનવાનો ઈરાદો રાખશે. ધોનીની આગેવાની ધરાવતી ટીમે આ માટે પૂરી તૈયારીઓ કરી છે અને ખૂબ પરસેવો વરસાવ્યો હતો.

ટીમનો સુકાની ધોની અને રવિન્દ્ર જાડેજાએ અભ્યાસ સેશનમાં ખૂબ તૈયારીઓ કરી છે. ધોનીએ ચેન્નાઈમાં હોમગ્રાઉન્ડ પર ટ્રેનિંગ સેશનમાં ખૂબ પરસેવો વહાવતા અને વિશાળ છગ્ગો જમાવતી પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. જોકે આ દરમિયાન ચેન્નાઈ માટે એક મહત્વનો સંયોગ સર્જાયો છે. ચેન્નાઈની ટીમના એ ચાર ખેલાડીઓએ રાઈઝીંગ પૂણે સુપરજાયન્ટ્સની ટીમને ફાઈનલમાં પહોંચાડી હતી અને ફાઈનલ મેચને રોમાંચક બનાવી હતી. એ મેચમાં મુંબઈ સામે માત્ર 1 રનથી હાર થઈ હતી.

આ પણ વાંચોઃ IPL 2023: લખનૌ ટીમનો તોફાની બેટર ખૂબસૂરત ચિયરલીડર સામે દિલ હાર્યો, MI સામેની મેચમાં નજર મળી અને પ્રેમ પાંગર્યો!

મુંબઈ સામે માત્ર 1 રને ફાઈનલમાં હાર

ચેન્નાઈ સુપર કિંગ્સને 2 વર્ષનો પ્રતિ બંધ લાગ્યો હતો. આ દરમિયાન ચેન્નાઈની ટીમના કેપ્ટન એમએસ ધોની સહિતના ખેલાડીઓએ અન્ય ટીમના હિસ્સો બનવુ પડ્યુ હતુ. ધોની રાઈઝીંગ પૂણે સુપરજાયન્ટ્સની સાથે જોડાયા હતા. જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ પૂણે માટેની 2017ની સિઝન ખાસ બનાવી દીધી હતી. ધોની સહિતના એવા ચાર ખેલાડીઓ હતા. જેમણે પૂણે અને ધોની માટે એ સિઝનને ખાસ બનાવી હતી.

આ ચાર ખેલાડીઓમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની. અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ અને દીપક ચાહરનો સમાવેશ છે. આ ચાર પ્લેયર્સે પૂણેને 2017ની સિઝનમાં ફાઈનલની સફર કરાવી હતી. જોકે આ સિઝનમાં દીપકે માત્ર 3 મેચો જ રમ્યો હતો. જોકે આ સિવાયના ત્રણ ખેલાડીઓએ ધમાલ મચાવી દીધી હતી.

ધોની, રહાણે, સ્ટોક્સ અને ચાહર CSK નો હિસ્સો

આ ચારેય ખેલાડીઓ ચેન્નાઈ સુપર કિંગ્સમાં એકઠા છે. ધોની ટીમનો કેપ્ટન છે, જ્યારે બાકીના ત્રણ ખેલાડીઓ પણ ધોનીની ટીમમાં સામેલ છે. હવે આ ચારનો સંયોગ ચેન્નાઈ માટે ફરી એકવાર ફાઈનલની સફર કરાવી શકે છે. જોકે હાલમાં રહાણેને લઈ જોવામાં આવે તો, તે સારા ફોર્મમાં નથી. જોકે તે ફોર્મ મેળવવા તકનો ઉપયોગ જબરદસ્ત બનાવવા કરી શકે છે. આ સિવાય ધોની, બેન સ્ટોક્સ અને દીપક આ ત્રણેય મળીને હરીફ ટીમના માટે ભારે પડી શકે છે.

2017માં પૂણે માટે ધોનીએ 16 મેચ રમીને 290 રન નોંધાવ્યા હતા. જ્યારે અજિંક્ય રહાણેએ 16 મેચ રમીને 382 રન નોંધાવ્યા હતા. બેન સ્ટોક્સે 12 મેચ રમીને 316 રન નોંધાવ્યા હતા. સ્ટોક્સે 12 વિકેટ પણ સિઝનમાં ઝડપી હતી. દીપક ચાહર 3 મેચ રમ્યો હતો. આ દરમિયાન 2 વિકેટ ઝડપી હતી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">