Pakistan: શોએબ અખ્તરને ટીવી ચેનલ વિવાદમાં રાહત મળી, બહુચર્ચિત મામલો કોર્ટની બહાર થી નિપટાવી લીધો
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) ને પાકિસ્તાનની ટીવી ચેનલના એન્કરે અધવચ્ચેથી બહાર જવા માટે કહ્યું અને આ પછી વિવાદ વધુ ઘેરો બન્યો હતો.
પાકિસ્તાન (Pakistan) નો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) તાજેતરમાં એક વિવાદને કારણે ચર્ચામાં આવ્યો હતો. પાકિસ્તાનની ન્યૂઝ ચેનલના એન્કરે અખ્તરને અધવચ્ચે જ શો છોડી દેવા માટે કહ્યું તે પછી અખ્તરનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આગળ જતાં ચેનલે અખ્તરને કરાર ભંગ બદલ નોટિસ પણ મોકલી હતી, પરંતુ હવે અખ્તરને રાહત મળી છે. પાકિસ્તાનની ટીવી ચેનલે પૂર્વ ઝડપી બોલર અખ્તરને કરારના ભંગ બદલ મોકલવામાં આવેલી કાનૂની નોટિસ પાછી ખેંચી લીધી છે. આ નોટિસ હેઠળ અખ્તર પર લગભગ 10 મિલિયનનું નુકસાન લાદવામાં આવ્યું હતું.
સમાચાર એજન્સીના એક રિપોર્ટમાં આ અંગેની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું કે પીટીવી નેટવર્કે લાહોરમાં સેશન્સ કોર્ટની સુનાવણી દરમિયાન અખ્તરને મોકલેલી કાનૂની નોટિસ પાછી ખેંચી લીધી છે, એમ અહેવાલમાં જણાવાયું છે. તેના વકીલે કોર્ટને જાણ કરી કે શોએબ સાથેનો મામલો પતાવટ થઈ ગયો છે, તેથી તેઓ નોટિસ પાછી ખેંચી રહ્યા છે અને મામલો સમાપ્ત થવો જોઈએ. એમ સૂત્રએ જણાવ્યું હતું.
આ હતો મામલો
T20 વર્લ્ડ કપ દરમિયાન, અખ્તર પોતાના દેશના ઘણા દિગ્ગજ ક્રિકેટરો અને વિવિયન રિચર્ડ્સ સાથે PTV ના શો ‘ગેમ ઓન હૈ’ માં ભાગ લઈ રહ્યો હતો. આ દરમિયાન શોના એન્કર નોમાન નિયાઝ અખ્તરથી ગુસ્સે થઈ ગયા અને આ ફાસ્ટ બોલરને બહાર જવા કહ્યું. શો દરમિયાન અખ્તર પાકિસ્તાનના બે બોલર શાહીન શાહ આફ્રિદી અને હરિસ રૌફની પ્રશંસા કરી રહ્યો હતો. તે જણાવી રહ્યો હતો કે આ બંને પાકિસ્તાન સુપર લીગની ટીમ લાહોર કલંદર્સની ટીમમાંથી આવ્યા છે. દરમિયાન, શોના હોસ્ટ નૌમાન નિયાઝે અખ્તરને અટકાવ્યા અને કહ્યું કે, શાહીન પાકિસ્તાનની અંડર-19 ટીમ માટે રમ્યો છે.
આ દરમિયાન અખ્તરે કહ્યું કે હું હરિસ રઉફની વાત કરી રહ્યો છું. અખ્તરની આ વાત નિયાઝને ગમ્યું નહીં અને તેણે અખ્તર પર પ્રહારો કર્યા, નિયાઝે કહ્યું, “તમે થોડી અસંસ્કારી રીતે વાત કરો છો. હું આ કહેવા માંગતો નથી પરંતુ જો તમે ઓવરસ્માર્ટ બનવા માંગતા હોવ તો તમે આ શો છોડી શકો છો. હું તમને આ ઓન એર કહું છું.